બે દિવસ દરમિયાન 109 બોર્ડ બેનરો ઉતારી લેવાયા
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટ મહાનગરપાલિકાની દબાણ હટાવ શાખાએ 3 દિવસમાં 32750 ની રકમ દંડ પેટે વસૂલી છે. રસ્તા પર નડતરરૂપ રેકડી-કેબિન, 109 બોર્ડ-બેનરો જપ્ત કરી લેવામાં આવ્યા છે. આ કામગીરી તા.5-8 થી 7-8 દરમિયાન કરવામાં આવી છે.
- Advertisement -
રસ્તા પર નડતર રૂપ 16 રેકડી/કેબીન તે શાસ્ત્રીમેદાન, છોટુનગર, કાન્તા વિકાશ,મવડી મેઈન રોડ,જ્યુબેલી મેઈન રોડ,લક્ષ્મીનગર મેઈન રોડ,પુષ્કરધામ મેઈન રોડ,પટેલ ક્ધયા છાત્રાલય નંદનવન તપન સ્કુલ,વેગળ ચોક શ્યામલ ઉપવન રોડ પરથી જપ્ત કરવામાં આવી હતી, જુદીજુદી અન્ય 31 પરચુરણ ચીજ વસ્તુઓ પેડક રોડ, બાલક હનુંમાન, કોઠારીયા રોડ, પારેવડી ચોક,ગાયત્રીનગર મેઈન રોડ, પંચનાથ શેરી નં-9,ઢેબર રોડ, જ્યુબેલી રોડ,લાખાજીરાજ રોડ, પોસ્ટ ઓફિસ મેઈન રોડ, રૈયા રોડ,આહિર ચોક, જનકપુરી મેઈન રોડ, લક્ષ્મિનગર મેઈન રોડ, બાપાસિતારામ ચોક,નંદનવન મેઈન રોડ પાસેથી જપ્ત કરવામાં આવેલ., 15 કિલો શાકભાજી/ફળ તે જંકશન રોડ પરથી જપ્ત કરવામાં આવેલ, રૂ. 13,250/- મંડપ કમાન છાજલી ભાડુ 80 ફુટ રોડ,કોઠારીયા રોડ, ભાવનગર રોડ,પેલેસ રોડ, યુનિ.રોડ, ચંદ્રેશનગર રોડ પરથી વસુલ કરવામાં આવ્યો હતો, 109 બોર્ડ-બેનર તે , કમિશનર રોડ, એરપોર્ટે રોડ, પેડક રોડ,મારૂતીનંગર મેઈન રોડ,રિંગ રોડ,લાખાજીરાજ રોડ, એસ્ટ્રોન ચોક, કિશાનપરા,150 ફુટ રિંગ રોડ પરથી જપ્ત કરેલા છે.