ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.19
રાજકોટ શહેરના જાણીતા ધારાશાસ્ત્રી રેવન્યુ, સિવિલ કોર્ટના નિષ્ણાત અને સ્વ. અભયભાઈ ભારદ્વાજ તથા જયદેવભાઈ શુક્લના જુનિયર સુમીતભાઈ વોરાની આજરોજ બાર કાઉન્સીલ ઓફ ગુજરાતના કોપ્ટ મેમ્બર તરીકે નિમણુંક થતાં રાજકોટ શહેરના રેવન્યુ બાર એસો., નોટરી બાર એસો., રાજકોટ બાર એસો., મહિલા બાર એસો., ક્રિમીનલ બાર એસો.ના એડવોકેટો તેમજ તેમના શુભેચ્છકો, સામાજિક સંસ્થાઓ, વેપારીઓ દ્વારા અભિનંદનની વર્ષા થઈ રહી છે. રાજકોટ બાર કાઉન્સીલના મેમ્બર દિલીપભાઈ પટેલ, નોટરી બાર એસો.ના પ્રકાશસિંહ ગોહીલ, હસમુખ જોશી, યોગેશ ઉદાણી, ભરતભાઈ આહ્યા, રેવન્યુ બાર એસો.ના રમેશભાઈ કથીરીયા, વિજયભાઈ તોગડીયા, નૈમિષ પટેલ, આનંદ જોષી, રાજુભાઈ પરસાણા, રજનીભાઈ પટેલ, મનુભાઈ પટેલ, પરેશભાઈ પાદરીયા સહિતના અગ્રણીઓ તથા ક્રિમીનલ બાર એસો.ના તુષારભાઈ બસલાણી, હેમાંગભાઈ જાની, રાજકુમાર હેરમા, હીતુભા જાડેજા, એન. ડી. ચાવડા સહિતનાઓએ ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવેલી હતી. માર્કેટીંગ યાર્ડના પ્રમુખ જયેશભાઈ બોઘરા, કલેઈમ બારના રાજેશભાઈ મહેતા, અભય ખખ્ખર, ભાવેશ બાંભવા, નલીનભાઈ આહ્યા, આર. યુ. પટેલ, અશોકભાઈ ત્રાંબડીયા, મનોજભાઈ ભટ્ટ, નીલેશભાઈ અગ્રાવત, જિલ્લા ભાજપ લીગલ સેલના પૂર્વ સહક્ધવીનર ભાસ્કર જસાણી, નૃપેન ભાવસાર, વિવેક સાતા, કીશન વાલ્યા, કેતન મંડ, ધીરજભાઈ પીપળીયા, વિજયભાઈ પટેલ, જીજ્ઞેશ વિરાણી, કલ્પેશ નશીત, સાગર વાઘેલા, ચેતન પુરોહીત વિગેરેનાઓએ સુમીત વોરાની કોપ્ટ મેમ્બર તરીકે નિમણુંક થતાં મો.નં. 9427246091 ઉપર અભિનંદનની વર્ષા કરેલી હતી.