ખાસ-ખબર સંવાદદાતા
સરદાર વલ્લભાઇ પટેલની જન્મજયંતી તા.31 ઓકટોબરના રોજ રાષ્ટ્રીય એકતા દિવસ તરીકે ઉજવણી કરવામાં આવે છે. ગીર સોમનાથ જિલ્લા પોલીસ વડા મનોહરસિંહ જાડેજાની સુચનાથી તા.29ના રોજ સવારે સ્વામી નારાયણ ગુરૂકુળ પ્રભાસ પાટણ ખાતે 8:30 વાગ્યે એકતા દોડ તથા ગીરસોમનાથ જિલ્લા પોલીસ ભવન ઇણાજ ખાતે 11 વાગ્યે રાષ્ટ્રીય એકતા દિવસ શપથ લેવામાં આવ્યાં હતાં. તેમજ સંસ્કૃત યુનિવર્સિટી વેરાવળ ખાતે સાંજે 5 વાગ્યે માર્ચ પાસ્ટનુ આયોજન કરી સરદાર વલ્લભાઇ પટેલની જન્મજયંતીની ઉજવણી કરવામાં આવી હતી.