ભોજનમાં સેચ્યુરેટેડ ફેટ ભલે શરીરને સ્થુળ ન બનાવે પણ હૃદયની નળીઓ બ્લોક કરી નાખે છે
અત્યાર સુધી કેક અને બર્ગર વગેરે વધુ ખાવાને સ્થુળતાને ખતરો માનવામાં આવતો હતો. જો કે નવા સંશોધનોમાં દાવો કરાયો છે કે, સ્થુળતા ન હોય તો પણ હૃદયની બિમારી નિશ્ચિત રીતે આવશે.
- Advertisement -
સંશોધકોએ સતર્ક કરતા કહ્યુ હતુ કે, જે લોકો હદથી વધુ કેક અને બર્ગર ખાય છે તેમના શરીરમાં ત્રણ સપ્તાહમાં જ નુકશાનના લક્ષણ થવા લાગશે.
24 દિવસો સુધી કરાઈ દેખરેખ
અધ્યયન અંતર્ગત લોકોને બે સમુહમાં વેચવામાં આવ્યાહતા. એકને સેચ્યુરેટેડ ફેટવાળુ ભોજન, જયારે બીજા જુથને ફેટ વિનાનું ભોજન જેમ કે માછલી અને બદામ વગેરે અપાયા હતા. 24 દિવસ બાદ તપાસ થઈ તો બન્ને સમુહના લોકોનુ વજન નહોતુ વધ્યુ પણ સેચ્યુરેટેડ ફેટવાળા આહાર પર રહેનારા લોકોનુ સ્વાસ્થ્ય ઠીક નહોતુ અને સ્કેમના પરિણામોમાં બહાર આવ્યુ કે તેમને હૃદયની બિમારીનું જોખમ વધી ગયુ છે.
સ્થુળતા નહીંવત
ઓકસફોર્ડ યુનિવર્સિટીન સંશોધનમાં બહાર આવ્યુ હતુ કે, આ પ્રકારના ભોજનમાં સેચ્યુરેટેડ ફેટ વધુ હોવાથી લોકો સ્થુળતાનો શિકાર બન્યા ન પણ હોય તેમના હૃદય પર જોખમ વધી જાય છે. ખરેખર તો સેચ્યુરેટેડ ફેટ હૃદય સુધી લોહી પહોંચાડનારી ધમનીઓને બ્લોક કરી નાખે છે, જેથી હૃદયની બિમારી થઈ શકે છે.