ડિમોલીશન સ્થળે SP, DYSP અને પી.આઇ સહિત 200 પોલીસનો કાફલો ખડેપગે
દબાણ દુર કરવા મુદ્દે MLAએ જિલ્લા કલેક્ટર અને તંત્ર પર ગંભીર આરોપો લગાવ્યા
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ ગિર-સોમનાથ, તા.4
સોમનાથ સાનિધ્યે ફરી એક વખત તંત્ર દ્વારા દબાણ હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે.ત્યારે જિલ્લા પોલીસવડા મનોહરસિંહ જાડેજાના જણાવ્યા અનુસાર સવારથી 200 પોલીસકર્મીઓ અને જછઙ કંપની સહિતના સ્ટાફની ઉપસ્થિતિમાં ગુડલક સર્કલ પાસે અગાઉ નોટિસ આપવા છતાં દબાણ દૂર ન થતા દબાણો હટાવવા માટેની કામગીરી શરૂ કરવામાં આવી તેમજ જે લોકો ડીમોલેશનની લીગલ પ્રકિયા માં અડચણરૂપ થશે તેના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે તેવું જિલ્લા પોલીસ વડાએ જણાવ્યું હતું. ત્યારે સ્થાનિક લોકો અને સોમનાથના ધારાસભ્ય વિમલ ચુડાસમા વિરોધ કરવા પહોંચ્યા હતા દરમિયાન તેમની અટકાયત કરાઈ હતી. અટકાયત બાદ દબાણ હટાવવાની કામગીરી ફરી શરૂ કરવામાં આવી હતી.