By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ‘ગોડ બ્લેસ હિમ’ : ટ્રમ્પના મોતની અફવા વચ્ચે વ્હાઈટ હાઉસની પ્રથમ પ્રતિક્રિયા
    10 hours ago
    અમેરિકા-ઈરાન વચ્ચે થશે 45 દિવસનું સીઝફાયર? ટ્રમ્પની ધમકી બાદ ચોંકાવનારો રિપોર્ટ, 48 કલાકમાં લેવાઈ શકે છે મોટો નિર્ણય
    11 hours ago
    ગુસ્સામાં અપશબ્દો બોલીને ટ્રમ્પે પગ પર કુહાડી મારી? જાણો ક્યાં નિયમ હેઠળ જઈ શકે છે ખુરશી, 5 સાંસદો મેદાને
    11 hours ago
    ઈરાનનો એક હુમલો અને સમગ્ર ટેક ઈન્ડસ્ટ્રી સંકટમાં, હીલિયમે દુનિયાને હચમચાવી મૂક્યું
    2 weeks ago
    અમેરિકા અને ઈઝરાયલના હુમલામાં IRGCના પ્રવક્તા બ્રિગેડિયર જનરલ અલી મોહમ્મદનું મોત
    2 weeks ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ધો. 3થી 5ની પરીક્ષાનો આજથી પ્રારંભ, 6થી 8ની પરિક્ષા 13 એપ્રિલથી શરૂ થશે
    8 hours ago
    PM મોદીની મોટી જાહેરાત: 16મીએ સંસદનું વિશેષ સત્ર, મહત્ત્વનું બિલ લાવી રહી છે સરકાર
    8 hours ago
    ચૂલો સળગાવવાના પૈસા નથી, ફરી કોવિડ જેવી સ્થિતિ: LPG સંકટ મુદ્દે રાહુલ ગાંધીએ સરકારને ઘેરી
    10 hours ago
    LPG સંકટનો તોડ શોધ્યો સરકારે, 5 KG વાળા સિલિન્ડરનો સપ્લાય વધાર્યો, ID બતાવો અને લઈ જાઓ
    11 hours ago
    ‘આતંકવાદનું કેન્દ્ર’ રહેશો ત્યાં સુધી સિંધુ જળ સંધિ સ્થગિત: ભારત
    2 weeks ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    હું જ હાર માટે જવાબદાર, જો મેં રન કર્યા હોત તો…’ સતત ત્રીજા પરાજય પર CSK કેપ્ટન દુઃખી
    10 hours ago
    IPL 2026 ની ઓરેન્જ-પર્પલ કેપની હરિફાઈ રસપ્રદ બની, વિરાટ-સરફરાઝ પણ પાછળ તો ટોચે કોણ?
    11 hours ago
    બુમરાહને 2 કરોડનો ફટકો, સવાલોના ઘેરામાં BCCIની કોન્ટ્રાક્ટ સિસ્ટમ, હવે ભરપાઈ કરવાનો વારો!
    3 weeks ago
    ધમકી, બૉયકૉટ અને મેચ શિફ્ટ… હવે FIFAમાં T20 વર્લ્ડ કપ જેવો વિવાદ, ઈરાન જિદ પર અડગ
    3 weeks ago
    IPL 2026 પહેલા SRHમાં સસ્પેન્સ! કમિન્સના બદલે અભિષેક શર્મા નહીં આ ખેલાડી બની શકે છે કેપ્ટન
    3 weeks ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    હોલોગ્રામથી ફરી જીવંત બનશે સિદ્ધુ મૂસેવાલા: આ ટેક્નોલોજીથી કરશે લાઇવ પર્ફોર્મ, જાણો વિગત…
    2 weeks ago
    ધુરંધર 2′ એ રચ્યો ઇતિહાસ! એક જ દિવસમાં 200 કરોડની કમાણી કરી તોડ્યા તમામ રેકોર્ડ
    2 weeks ago
    ધુરંધર-2ની ધૂમ: ચોતરફથી આવતાં રીવ્યૂનો સાર: ધૂરંધર-2 અદ્ભૂત, અવિસ્મરણીય ફિલ્મ
    3 weeks ago
    નોરા ફતેહી અને સંજય દત્તને મહિલા આયોગનું તેડું! ‘સરકે ચુનર’ ગીતમાં અશ્લીલતા મામલે વિવાદ વધ્યો
    3 weeks ago
    સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પણ ધુરંધર-2નો ક્રેઝ! ‘પુષ્પા’એ રણવીર સિંહને ગણાવ્યો ‘ફાયર’, માધવન થયો ભાવુક
    3 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    4 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    4 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    5 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    6 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    6 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    5 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    5 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    5 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    5 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    6 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: દ્વારકા: કૃષ્ણનાં ભવ્ય જીવનનું સાંપ્રત પ્રતિબિંબ!
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > Author > Parakh Bhatt > દ્વારકા: કૃષ્ણનાં ભવ્ય જીવનનું સાંપ્રત પ્રતિબિંબ!
AuthorParakh Bhatt

દ્વારકા: કૃષ્ણનાં ભવ્ય જીવનનું સાંપ્રત પ્રતિબિંબ!

Khaskhabar Editor
Last updated: 2022/02/07 at 2:34 PM
Khaskhabar Editor 4 years ago
Share
6 Min Read
SHARE

જન્માષ્ટમીના દિવસે દ્વારકાનગરીના દ્વાર કૃષ્ણભક્તો માટે બંધ થઈ રહ્યા હોય એવી આ જૂજ બનતી ઘટના છે, આમ છતાં કૃષ્ણ જન્મોત્સવ નિમિત્તે ‘ખાસ ખબર’ આપને એ દ્વારિકાની સફર પર લઈ જવા માંગે છે, જેનું અસ્તિત્વ આજથી 5000 વર્ષ પહેલાનું હોવાની સંભાવના પુરાતત્વ શાસ્ત્રીઓએ કરી છે

કૃષ્ણે સમુદ્રદેવ પાસે પોતાને જમીન ફાળવવા માટે યાચના કરી અને ફળસ્વરૂપ, સોના, હીરા-મોતી-માણેકથી મઢેલ ભવ્યાતિભવ્ય નગરીનું બાંધકામ શરૂ થયું

- Advertisement -

– પરખ ભટ્ટ

ઇતિહાસકારો, પુરાતત્વશાસ્રીઓ, વૈજ્ઞાનિકો અને તત્વચિંતકોનો મુખ્ય મુદ્દો બની ચૂકેલી દ્વારકાનું મહત્વ સવિશેષ એટલા માટે છે કારણકે જરાસંઘનાં ત્રાસથી પોતાની પ્રજાને બચાવવા માટે સ્વયં લીલાધરે, ભગવાન વિશ્વકર્માને અહીં ‘નગર’ ખડું કરવાનો આદેશ આપ્યો હતો. 17 વખત મથુરા પર આક્રમણ કરીને કારમો પરાજય જોઇ ચૂકેલ જરાસંઘ હજુ પણ અટકવાનું નામ નહોતો લઈ રહ્યો. કૃષ્ણને થયું કે આવું જ ચાલતું રહ્યું તો એક દિવસ તેની પ્રજાનું ભવિષ્ય જોખમમાં મૂકાઈ જશે. આથી તેમણે પોતાનાં નગરજનોને ગુજરાતનાં દરિયાકિનારે એક શહેર ઉભું કરી ત્યાં સ્થળાંતર કરવાનો આદેશ આપ્યો. યાદવો માટે ભવ્ય નગર ઉભું કરવા કૃષ્ણે વિશ્વકર્માને તેનું બાંધકામ કરવા જણાવ્યું. પરંતુ સમસ્યા એ હતી કે દ્વારકાનાં નિર્માણ માટે 12 યોજન જમીનની આવશ્યકતા હતી, જે દરિયામાં ગરકાવ થયેલી હતી. કૃષ્ણે સમુદ્રદેવ પાસે પોતાને જમીન ફાળવવા માટે યાચના કરી. ફળસ્વરૂપ, સોના, હીરા-મોતી-માણેકથી મઢેલ ભવ્યાતિભવ્ય નગરીનું બાંધકામ શરૂ થયું.

મહાભારત પૂર્ણ થયા બાદ ગાંધારીનાં શ્રાપને કારણે યદુવંશનો સર્વનાશ નિશ્ચિત હતો. કૃષ્ણ પણ હવે સાંસારિક જીવનનો ત્યાગ કરી વાનપ્રસ્થ કરવા ઇચ્છતાં હતાં. તેમણે યાદવોને દ્વારકા છોડી અન્યત્ર સ્થળાંતર કરી જવાની સલાહ આપી, કારણકે તેઓ જાણતાં હતાં કે ખૂબ ટૂંકા ગાળાની અંદર આખી નગરી સમુદ્રની આગોશમાં સમાઈ જવાની છે. વીસમી સદીમાં દ્વારકા પર અઢળક સંશોધનો હાથ ધરાયા. નિષ્ણાંતો દ્વારા મહાભારત અને હરિવંશ પુરાણનો અભ્યાસ કરાવીને તેમાંથી દ્વારકા-નગરીનું સાચું લોકેશન જાણવાનાં પ્રયાસો ચાલુ થયા. પૂર્વમાં પિન્દતથી શરૂ કરી, દક્ષિણમાં ઓખામઢી સુધી! ઉત્તરમાં શંખોધરા શહેર સુધી શોધખોળ આદરવામાં આવી. આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા (એ.એસ.આઇ.), નેશનલ ઇન્સ્ટિટ્યુટ ઓફ ઓશિયોનોગ્રાફી (એન.આઇ.ઓ) અને મરિન આર્કિયોલોજી યુનિટ (એમ.એ.યુ.)નાં સંયુક્ત પ્રયાસો વડે આખરે સમુદ્રમાં ગરકાવ થઈ ચૂકેલી દ્વારકા નગરીનાં પુષ્કળ અવશેષો પ્રાપ્ત થયા. નિષ્ણાંતોની દેખરેખ હેઠળ પ્રશિક્ષણ પામેલા મરજીવાઓ, ફોટોગ્રાફર્સ, દરિયામાં ઉંડે સુધી જઈ જૂની-પુરાણી ઇમારતોની શોધખોળ આદરી શકે તેવા પુરાતત્વશાસ્ત્રીઓની આખી ટીમને સમુદ્રનાં પાણીમાં ઉતારાઈ. 1983થી 1992 સુધી ચાલેલા આ પ્રોજેક્ટમાં પુરાતત્વશાસ્ત્રીઓને હાથ લાગેલા તમામ પુરાવાઓ અને કિંમતી વસ્તુઓને લેબોરેટરીમાં પરીક્ષણ માટે મોકલવામાં આવી.

કાર્બન ડેટિંગ, થર્મો લ્યુમિનેસન્સ અને તેનાં જેવી અન્ય આધુનિક તકનિકીઓની મદદ વડે ઇમારતોની ઇંટ તથા ધાતુની ઉંમર જાણવાની પ્રક્રિયા ચાલુ થઈ. પ્રોજેક્ટ-હેડ મરિન આર્કિયોલોજિસ્ટ ડોક્ટર રાવ દ્વારા ‘લોસ્ટ સિટી ઓફ દ્વારકા’ નામે એક રિસર્ચ-પેપર રજૂ કરવામાં આવ્યું. જેમાં તેઓએ જણાવ્યું હતું કે દરિયામાંથી પ્રાપ્ત થયેલ તમામ ચીજ-વસ્તુ અને બાંધકામનાં નમૂનાઓ ઇસવીસન પૂર્વે 1500ની સાલ (આજથી લગભગ 3500 વર્ષ પહેલાનાં) છે! સદીઓ પહેલા અહીં દ્વારકા વાસ્તવમાં નિર્માણ પામી હતી! (પાણીનાં પ્રવાહને લીધે ઘસાઈ ગયેલા) વિશાળકાય પથ્થરો પર ઉભી કરવામાં આવેલી મોટી-મોટી દીવાલો, એ વાતની ખાતરી આપે છે કે દ્વારકાનાં ચણતર માટે દરિયાકિનારાની જમીનનો પણ ઉપયોગ થયો હતો.

- Advertisement -

દરિયામાં પ્રાપ્ત થયેલી ચીજ-વસ્તુઓ પર ઉંડાણપૂર્વક પ્રયોગો થતાં દ્વારકાની સમૃધ્ધિ વિશેની કેટલીક બાબતો પણ જાણી શકાઈ. સોના-ચાંદી-હીરા-મોતી અને અન્ય કેટલુંક રાચરચીલું બરામત થયું. સંશોધકોએ દાવા સાથે કહ્યું કે દ્વારકાને અનેક વખત તોડીને તેનું પુન:નિર્માણ કરવામાં આવ્યું હતું. એમ.એસ.મેટ (ખ.જ. ખફયિં) અને ઝેડ.અંસારી (ણ. અક્ષતફશિ) જેવા મહાન પુરાતત્વશાસ્ત્રીઓની તનતોડ મહેનત જાણે રંગ લાવી રહી હોય એમ, દરિયામાંથી ઇસુનાં જન્મ પછીની પહેલી અને નવમી સદીમાં બનાવાયેલા મંદિરો મળી આવ્યા. તેમની શોધ પરથી પુરવાર થયું કે દ્વારકા ફક્ત કપોળ-કલ્પિત મગજની ઉપજ નહીં, પરંતુ વાસ્તવિક નગર હતું, જેને સુનામી જેવી કોઇક કુદરતી આફત પોતાની સાથે તાણી ગઈ!

લેબોરેટરીમાં મોકલાયેલા પથ્થરનાં ટુકડા પરથી વૈજ્ઞાનિકો દ્વારકાની સાચી ઉંમર જાણી શક્યા. ભારત સરકાર સમક્ષ પેશ થયેલા રિપોર્ટમાં જણાવાયું કે, દ્વારકાનું અસ્તિત્વ ફક્ત 60-70 વર્ષનું જ હતું. બહુ ટૂંકાગાળા માટે વસાવવામાં આવેલી આ નગરી ઇસવીસન-પૂર્વે 1443ની સાલમાં પૂરને લીધે વિનાશ પામી! (અહીં આપણું વિજ્ઞાન, ધર્મગ્રંથો કરતાં થોડુંક અલગ પડે છે. ઋષિમુનિઓનાં લખાણ મુજબ, શ્રીકૃષ્ણ જ્યારે દ્વારકા છોડીને ગયા ત્યારે દ્વાપર-યુગનો અંત અને કળિયુગની શરૂઆત થવાની હતી. આથી થોડું ઉંડાણપૂર્વક વિચારીએ તો, આજની તારીખ-પધ્ધતિ પ્રમાણે તે ઇસવીસન-પૂર્વે 3102નો સમયગાળો ગણી શકાય! જેનો સીધો મતલબ એમ થાય કે દ્વારકા ઓછામાં ઓછા 5000 વર્ષ પહેલા તો અસ્તિત્વ ધરાવતી હતી!) દ્વારકાની ખોજ થકી એટલું તો સાબિત થઈ જ ગયું કે પૌરાણિક સંસ્કૃતિ અને મહાભારત એ આપણા દેશની સૌથી મહાન વિરાસત છે.

શોધખોળ દરમિયાન પુરાતત્વશાસ્ત્રીઓને એમાંથી ત્રણ મોઢાવાળા પ્રાણીની આકૃતિ ધરાવતું સીલ મળી આવ્યું છે, જેને પુરાણકાણમાં દ્વારકાનાં નાગરિકોને અપાતું હતું. ઉપરાંત, ઇસવીસન-પૂર્વે 3000ની સાલનો એક ઘડો પણ હાથમાં આવ્યો! આ બંને ચીજ-વસ્તુઓનો ઉલ્લેખ મહાભારતમાં થયેલો છે. ડોક્ટર રાવે પોતે સ્વીકાર્યુ છે કે કૃષ્ણનું વ્યક્તિત્વ એક સમયે ખરેખર આ ધરતી પર શ્વાસ લેતું હતું! તદુપરાંત, શ્રીકૃષ્ણે યાદવોને આપેલ ચેતવણી અંગે વિગતવાર ખુલાસો કરતાં તેમણે જણાવ્યું કે આખું નગર પાણીમાં ગરકાવ થતાં પહેલા તેને ખાલી કરી દેવામાં આવ્યું હતું. મત્સ્ય પુરાણ, ભગવત પુરાણ અને હરિવંશ પુરાણમાં પણ જણાવાયું છે કે દ્વારકાને પૂર આવતાં પહેલાનાં સાત દિવસ અગાઉથી જ ખાલી કરી દેવાઈ હતી.

તમામ પુરાવાઓને ધ્યાનથી ચકાસીએ તો સમજાય કે, દ્વારકામાં આવી રહેલ પૂરને શ્રી કૃષ્ણ ઘણા દિવસો અગાઉથી જ પારખી ગયા હતાં. આથી તેમણે પોતાનાં નગરજનોને દ્વારકા છોડી અન્ય કોઇ ગામમાં વસી જવાની સલાહ આપી. પરંતુ ગાંધારીનો શ્રાપ સાચો પડતાંની સાથે જ યાદવકુળનો દરેક વ્યક્તિ એકબીજાનાં લોહીનો તરસ્યો બની ગયો અને જેનાં કારણે રચાઈ યાદવાસ્થળી..!!

You Might Also Like

ભાજપાનો 46મો સ્થાપના દિવસ: 2 બેઠકથી શરૂ થયેલી સફર આજે 300ને પાર

ઇન્ટરનેશનલ હેપ્પીનેસ ડૅ: સાચી ખુશી વહેંચવાથી વધે છે, સંગ્રહ કરવાથી નહીં

‘ધ કેરાલા સ્ટોરી-2’ અને ‘બેહદ’ ફિલ્મની ચર્ચા:

વૈશ્ર્વિક રાજનીતિના ચાણક્ય એસ. જયશંકર

એક સ્ટીલનો ડબ્બો જેણે દુનિયા બદલી નાખી !

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article યોગેશ્ર્વર હવે જલ્દી પધારો
Next Article એ જૂનો જમાનો અને એ જૂનું રાજકોટ અને એ જુની મૌસમો.. કહાં ગયે વો દિન

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
જુનાગઢ

જૂનાગઢની બદહાલી: પ્રવાસનધામ હવે ‘સમસ્યાધામ’ બન્યું, લોકોમાં આક્રોશ

Khaskhabar Editor Khaskhabar Editor 8 hours ago
વાંકાનેરમાં મોટાપાયે બ્લાસ્ટ કરાય તે પૂર્વે પોલીસ પહોંચી, 475 એકસપ્લોઝિવ જીલેટિન સ્ટીકનો જથ્થો જપ્ત
મોરબીમાં ભક્તિ અને એકતાનો અનોખો સંગમ ભવ્ય ‘શ્રી રામદેવપીર આરતી મહોત્સવ’માં ઉમટી પડેલી માનવ મેદની
આજે ભાજપનો સ્થાપના દિવસ: ઘર-ઘર સંપર્ક અને પત્રિકા વિતરણ અભિયાનનો પ્રારંભ
મવડીમાં સ્વામિનારાયણ મહોત્સવ: 427મી સત્સંગ જીવન કથા અને ઘરસભા યોજાશે
રાજકોટ-અમદાવાદ-વડોદરા-સુરત-ભુજ છઝઘને બૉમ્બથી ઉડાવી દેવાની ધમકી
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Author

ભાજપાનો 46મો સ્થાપના દિવસ: 2 બેઠકથી શરૂ થયેલી સફર આજે 300ને પાર

Khaskhabar Editor Khaskhabar Editor 8 hours ago
Author

ઇન્ટરનેશનલ હેપ્પીનેસ ડૅ: સાચી ખુશી વહેંચવાથી વધે છે, સંગ્રહ કરવાથી નહીં

Khaskhabar Editor Khaskhabar Editor 2 weeks ago
Author

‘ધ કેરાલા સ્ટોરી-2’ અને ‘બેહદ’ ફિલ્મની ચર્ચા:

Khaskhabar Editor Khaskhabar Editor 3 weeks ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?