પ્રજાસત્તાક પર્વની ઉજવણીના ભાગરૂપે ઓપન એર થીએટર રેસકોર્ષ ખાતે મ્યુઝિકલ નાઈટ
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટ મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીનભાઈ ઠાકર, સમાજ કલ્યાણ સમિતી ચેરમેન સુરેન્દ્રસિંહ વાળા, ઈ.ચા. આસી. મ્યુનિસિપલ કમિશનર એચ.આર.પટેલ એક સંયુક્ત યાદીમાં જણાવે છે કે, રાજકોટ મહાનગરપાલિકા દ્વારા 26મી જાન્યુઆરી પ્રજાસત્તાક પર્વની ઉજવણી અંતર્ગત તા.25 ગુરૂવારના રોજ રાત્રે 8-30 કલાકે કવિ શ્રી રમેશ પારેખ રંગદર્શન, ઓપન એર થીએટર રેસકોર્ષ ખાતે સુપ્રસિદ્ધ પ્લેબેક સિંગર શ્રીશાન વાડેકર પ્રસ્તુત સંગીત સંધ્યા મ્યુઝિકલ નાઈટ યોજાશે. આ સંગીત સંધ્યા કાર્યક્રમનું દિપ પ્રાગટ્ય અગ્રણી ઉદ્યોગપતિ મનીષભાઈ માદેકાના વરદ હસ્તે કરવામાં આવશે. આ કાર્યક્રમના અધ્યક્ષસ્થાને મેયર નયનાબેન પેઢડીયા ઉપસ્થિત રહેશે.
આ સંગીત સંધ્યા મ્યુઝિકલ નાઈટ કાર્યક્રમમાં સુપ્રસિદ્ધ પ્લેબેક સિંગર શ્રીશાન વાડેકર, સહાયક કલાકાર નિરૂપમા ડે (સારેગામા ફેઈમ) તથા મ્યુઝિશિયનોની ટીમ અને એન્કર તરીકે ભીમસિંઘ કોટલ વગેરે અવનવા ગીતો રજુ કરી શહેરીજનોને ડોલાવશે.
મહાપાલિકાના પદાધિકારીઓ સહિત વિશાળ સંખ્યામાં રાજકોટ શહેરની મ્યુઝિકપ્રેમી જનતા ઉપસ્થિત રહેશે.
તા. 25મી શ્રીશાન વાડેકરની મ્યુઝિકલ નાઈટ યોજાશે
