ધારી પંથકના ડ્રાયવર અને ડીઝલ ખરીદનાર બળધોઈ નજીકના હોટેલ સંચાલક વિરુદ્ધ ગુનો
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
અમરેલીની શિતલ કુલ પ્રોડક્ટ લિમિટેડના ડ્રાયવરે ટ્રકમાંથી 100 લિટર ડીઝલ કાઢી બારોબાર વેંચી મારતા આટકોટ પોલીસમાં ટ્રક ચાલક અને ડીઝલ ખરીદનાર હોટેલ સંચાલક વિરુદ્ધ ગુનો નોંધાયો છે. બનાવ અંગે અમરેલીની એમેજોન સોસાયટીમાં રહેતા 29 વર્ષીય યુવાન દિવ્યરાજસિંહ વિક્રમસિંહ જાડેજાએ આટકોટ પોલીસમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, તે શીતલ કુલ પ્રોડક્ટ લીમીટેડ-અમરેલી ખાતે ટ્રાન્સપોર્ટેશનનું કામ સંભાળે છે કુલ 87 ગાડીઓ ચાલે છે શીતલ કુલ પ્રોડક્ટ લીમીટેડ અમરેલીમાં આઇશર કંપનીનો ટ્રક નં. જીજે-14-એક્સ-310 ગાડીમાં ધારીનો મહેશ ગોંવીદ રાઠોડ છેલ્લા આઠેક દીવસથી વર્ધીમાં ડ્રાઇવર તરીકે નોકરી કરે છે. તેને અલગ અલગ ગાડીઓમાં વર્ધી આપવામાં આવે છે ગઇ તા.09 ના રાત્રીનાં મહેશને જામનગરની વર્ધી આપેલ હતી. જેથી મહેશ આઇશર લઈ જામનગર ખાતે ડીલવરી આપવા ગયો હતો બાદમાં ગઈકાલે બપોરના ચાર વાગ્યે અમરેલી પરત આવ્યો હતો મહેશે શીતલ કુલ પ્રોડક્ટ લીમીટેડનાં કનઝયુમર પંપથી પોતે વર્ધી કરીને પરત આવતા આઇશર ગાડીમાં ડીઝલ પુરાવવું જરૂરી જણાતા 247 લીટર ડીઝલ 17,707નું પુરાવેલ હતું.
- Advertisement -
સામાન્ય રીતે જામનગર જવા આવવાનું ડીઝલ આટલુ ન થતુ હોય તેને પુછેલ કે, ડીઝલ કેમ આટલું વધુ આવેલ? જેથી મહેશએ જણાવેલ કે, રાજકોટ-આટકોટ હાઇવે રોડ ઉપર બળધોઇ ગામના પાટીયા નજીક આવેલ જય દ્વારકાધીશ હોટલ ખાતે બપોરના બે વાગ્યાની આસપાસ 100 લીટર ડીઝલ કાઢેલ અને આ ડીઝલ જય દ્વારકાધીશ હોટલ વાળાને રૂ.7000માં વેચાણ કરેલ હતું જેથી આ તમામ હકીકત શેઠ દીનેશભાઇ દકુભાઈ ભુવાને જણાવ્યા બાદ ફરિયાદ નોંધાવી હતી. મામલામાં આટકોટ પોલીસે ટ્રક ડ્રાયવર મહેશ ગોવિંદભાઇ રાઠોડ અને ડીઝલનો જથ્થો ખરીદનાર રાજકોટ-આટકોટ હાઇવે પર બળધોઈ ગામના પાટિયા નજીક આવેલી જય દ્વારકાધીશ હોટેલના સંચાલક વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી આરંભી છે.