ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ
જૂનાગઢ વર્તમાન સ્થિતિમાં મિક્ષ ઋતુના કારણે લોકોમાં શરદી, ઉધરસ અને તાવ જેવા લક્ષણોમાં વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે જૂનાગઢની જીએમઈઆરએસ મેડિકલ કોલેજ અને હોસ્પિટલ વિભાગમાં રૂમ નંબર 103માં ઓપીડી વીભાગમાં બેસતા ડો.હિરેન ડાંગરની કામગીરી સરાહનીય રહી છે.
- Advertisement -
ડો. હિરેન ડાંગરે જણાવેલ કે, વર્તમાન સ્થિતિમાં લોકોને થાક, માથું દુખવું, શરદી, ઉધરસ કે તાવ જેવી તકલીફનો અહેસાસ થાય તો તાત્કાલિક સરકારી દવાખાને અથવા નજીકના સરકારી પ્રાથમિક સારવાર કેન્દ્રમાં સારવાર તથા નિદાન કરાવવા માટે પહોંચી જવું જેથી કરીને રોગને કાબુમાં કરી સ્વસ્થ થવામાં સરળતા રહે. જ્યારે સિવિલ હોસ્પિટલમાં ઓપીડીમાં રોજના અંદાજિત 100 થી વધારે જેટલા દર્દીઓનો નિદાન તથા સારવાર કરાવવા માટે આવે છે.