વંથલીમાં નેત્ર સારવાર તેમજ નિદાન કેમ્પ ડો. હેડગેવાર જન્મશતાબ્દી સેવા સમિતિ જૂનાગઢ દ્વારા યોજવામાં આવેલ હતો આ કેમ્પમા માત્રૃવંદના, વડીલવંદના તેમજ સ્મણીય દિવસોની વિગત વાર ચર્ચાઓ થઇ હતી. આ કેમ્પમા જૂનાગઢ વિભાગ સહ સેવા પ્રમુખ દિવ્યેશભાઈ પરમાર હાજર રહ્યા હતા તેમણે દરેક લોકોને નેત્રદાન તેમજ દેહદાન માટેની ખુબ સરસ માહિતીઓ આપેલ હતી સાથે સાથે લોકોને આગ્રહ પુર્વક અપીલ પણ કરી હતી આ કેમ્પમા ભાયો,બહેનો મળીને કુલ 327 દર્દીઓએ લાભ લીધો હતો અને મોતિયાના ઓપરેશનમા કુલ 62 દર્દીને આપરેશનમા લઈ જવામા આવ્યા હતા આ કેમ્પ દરમિયાન અંદાજીત 100 લોકોને ભોજન કરાવવામા આવેલ આ કેમ્પ દેવ્રર્ષીભાઈ સુર્યકાંતભાઈ નિમાવતના જન્મ દિવસ નિમિત્તે કેમ્પમાં આવેલ દરેક લોકોને ધાણી, દાળીયા, ખજૂર, ઉતાસણી પર્વને ધ્યાનમા રાખીને આપવામા આવેલ અને દરેક વડીલોના આશીર્વાદ લીધા હતા.
વંથલીમાં ડૉ. હેડગેવાર જન્મશતાબ્દી સેવા સમિતિ દ્વારા નેત્ર નિદાન કેમ્પમાં 327 દર્દીએ લાભ લીધો
You Might Also Like
Follow US
Find US on Social Medias