અમેરિકાના કોલોરાડો સહિત 10 રાજયોમાં અસર : બ્રેડની ઈ – કોલી ઈફેકટ જવાબદાર હોવાનું તારણ
ભારત સહિત વિશ્વભરમાં ફાસ્ટફુડ ચેઈન ધરાવતા વિખ્યાત મેક ડોનાલ્ડના અમેરિકી આઉટલેટમાં ફુડ પોઈઝનીંગના કારણે ડઝનબંધ લોકોને ફુડ પોઈઝનીંગ થયું હતું અને તેમાં કોલોરાડોમાં એક વ્યક્તિનું મૃત્યુ થતા અમેરિકી ફુડ ઉપરાંત ડિસીસ ક્ધટ્રોલ વિભાગ એકશનમાં આવી ગયો હતો. આ ફુડ પોઈઝનીંગ હેમબર્ગરમાં મારફત થયુ હોવાનો અને તેમાં ઉપયોગમાં લેવાતા બ્રેડમાં ઈ-કોલી- (એક પ્રકારના ઝેરી બેકટેરીયા)ના કારણે આ સ્થિતિ સર્જાઈ હોવાનું માનવામાં આવે છે. ગત મહિનેથીજ આ હાનીકારક બેકટેરીયાનો પ્રભાવ જોવા મળ્યો હતો અને અમેરિકાના 10 રાજયોમાં 49 કેસ નોંધાયા છે.
- Advertisement -
જેમાં કોલોરાડોમાં એક વ્યક્તિનું મૃત્યુ થયુ હતું. એક બાળક સહિત 10 હાલ હોસ્પીટલમાં સારવાર હેઠળ છે. આ તપાસને હેમ્પેલિટિક યુરેમિક સિન્ડ્રોમ જે કીડનીને અને લોહીને ગંભીર રીતે પ્રભાવીત કરશે અને તેમાં ઈ-કોલીની અસર હોવાનું નોંધાયુ છે. એક ડોનાલ્ડ તુર્તજ તેના તમામ આઉટલેટમાં હેમબર્ગ બ્રેડ પરત ખેચી લીધા છે. આ ઉપરાંત તેમાં જે બીફ પેટ્ટીસ- (માસની પટ્ટી) તથા ડુંગળીનો ઉપયોગ થયો તે પણ કારણ હોઈ શકે છે. જો કે ડોનાલ્ડ તેના તમામ ફાસ્ટફુડમાં તેના ઉપાયો પણ રોકી દીધા છે.