શ્રાવણ મહિનાના ઉપવાસમાં ચટપટું ખાવાનું મન થયું હોય તો આજે આપણે બનાવીશું સીંગદાણા ચાટ. આ રીતે બનાવેલા સીંગદાણા ચાટમાં ટેસ્ટ પણ અલગ આવશે. તો ચાલો બનાવીએ સીંગદાણા ચાટ.
સીંગદાણા ચાટ બનાવવાની સામગ્રી
મગફળી,
બટેટા,
કાકડી,
લીંબુ,
દાડમના દાણા,
લીલી ચટણી,
કાળા મરી પાવડર,
શેકેલું જીરું પાઉડર,
કોથમીર.
- Advertisement -
સીંગદાણા ચાટ બનાવવાની રીત
સૌ પ્રથમ એક પ્રેશર કૂકરમાં સીંગદાણા પાણી,બટાકાના બે ભાગ કરીને થોડું મીઠું ઉમેરીને 3 કે 4 સીટી વાગે ત્યાં સુધી બાફી લો. હવે એક મિક્સર જારમાં લીલા મરચા,આદુ,સીંગદાણા,ફુદીનો-કોથમરી,લીંબુનો રસ અને ખાંડ ઉમેરીને ગ્રાઈન્ડ કરી પછી થોડું પાણી ઉમેરીને ચટણી બનાવી લો. હવે એક બાઉલમાં બાફેલા સીંગદાણા,બાફેલ બટાકા,સમારેલી કાકડી,મીઠું,શેકેલ જીરું,મરી પાઉડર ઉમેરો. હવે તેમાં લીલી ચટણી,કોથમરી,લીંબુનો રસ,દાળમના દાણા,ફરાળી ચેવડો ઉમેરીને મિક્સ કરી લો. તૈયાર છે ચટપટી સીંગદાણીની ચાટ તમે સર્વ કરી શકો છો.