– બાળકોને પણ ગુપ્તતાનો અધિકાર: મેટરનીટી અંગે અદાલતી દલીલો મર્યાદીત થવી જોઈએ
– બાળકની માનસિકતા પર અવળી અસર થશે
- Advertisement -
અદાલતએ સંતાનની મેટરનીટી અંગે પ્રશ્ન ઉઠે તો પણ ડીએનએ ટેસ્ટ એ રૂટીન-યંત્રવત આદેશ બનવો જોઈએ નહી: જન્મમાં બાળકની કોઈ ભૂમિકા હોતી નથી
એક અત્યંત મહત્વના તથા ખૂબ જ સંવેદનશીલ ચૂકાદામાં સુપ્રીમ કોર્ટે યુગલના છૂટાછેડાના વિવાદમાં બાળકના ડીએનએ ટેસ્ટ સહિતના મુદાઓને આગળ નથી ધરવા ખાસ સલાહ સાથે તાકીદ કરી હતી. આ પ્રકારના મુદાઓથી બાળકોની માનસીકતાને તથા તેની ખુદના સ્વાભીમાન તથા ગુપ્તતાને પણ અસર કરે છે.
સુપ્રીમ કોર્ટે એ પણ તાકીદ કરી કે યુગલના વિવાદમાં અને અન્ય સાથેના સંબંધોથી સંતાનો થયા છે તેવા આક્ષેપો વચ્ચે ડીએનએ ટેસ્ટને પણ રૂટીન નહી બનાવવા ખાસ સલાહ આપી હતી. પોતાના જ સંતાનના પિતા કોણ તે પ્રશ્ન એક પતિએ ભરી અદાલતમાં ઉઠાવતા સુપ્રીમ કોર્ટે ખૂબ જ સંવેદનશીલતાથી કહ્યું કે, તમારા છૂટાછેડાના સ્વાર્થ માટે બાળકના માતૃત્વ-પિતૃત્વ પર આ રીતે પ્રશ્ન ઉઠાવી શકાય નહી.
- Advertisement -
સુપ્રીમ કોર્ટના ન્યાયમૂર્તિ વી.રામસુબ્રમણ્યમની ખંડપીઠે જણાવ્યું હતું કે બાળકોના સુખી ભવિષ્ય માટે માતા-પિતા તેમના હિતોનું પણ બલીદાન આપતા હોય છે. અહી છૂટાછેડાના કેસમાં ફકત અન્ય સાથેની સંબંધ પુરવાર કરવા બાળકનો ડીએનએ મુદો બનવો જોઈએ નહી. બાળક ખુદ એ પ્રશ્ન પૂછવા લાગશે કે મારા માતા-પિતા કોણ તો તેના એક સૌથી ખરાબ માનસિક સ્થિતિ હશે.
સુપ્રીમ કોર્ટે એ પણ જણાવ્યું કે, પુરાવા ધારા (એવીડન્સ એકટની કલમ 112)ની જોગવાઈ પણ આ તાકીદ રખાઈ છે કે બાળક કે સંતાન તેના માતા-પિતાની ઓળખ પ્રસ્થાપીત કરવામાં ‘ગુમ’ થવો જોઈએ નહી. જો ડીએનએ ટેસ્ટનું પરિણામ ખુલ્લું પડી જાય તો તે બાળકની માનસિકતા પર અત્યંત ખરાબ અસર કરશે. તે ફકત તેના પિતા કોણ એ દ્વીધામાં જ રહેશે નહી પણ સાચા પિતા કોણ એ તલાશમાં રહેશે અને તેના ઉછેર કરનાર પિતાએ સાચા પિતા નહી તે પણ તેની માનસીક સ્થિતિ બગાડશે.
સુપ્રીમ કોર્ટે કહ્યું કે, યુગલ કોઈ અન્ય સંબંધો ધરાવતા હશે પણ તેનાથી બાળકનો જન્મ થાય તો તેના પર આ અનૌરસ કે ગેરકાનુની અથવા આડા સંબંધોના બાળકનો સિકકો લાગવો જોઈએ નહી. કારણ કે જન્મની પ્રક્રિયામાં બાળકની કોઈ ભૂમિકા જ હોતી નથી અને તેથી જ એવીડન્સ એકટની કલમ 112ના બીજા ભાગમાં આ પ્રકારે જ ‘સાવધાની’ની જોગવાઈ કરવામાં આવી છે અને બાળકને પણ અધિકાર છે કે તેની કાયદેસરતા અંગે અદાલતમાં વ્યર્થ અને બાળકની માનસિકતાને અસર કરતા પ્રશ્નો પણ અદાલતમાં પુછાવા જોઈએ નહી અને ખુદ બાળકને આ છૂટાછેડાના કેસમાં તે કોઈ પક્ષકાર ન હોય તો પણ તેના ડીએનએ કે ફોરેન્સીક ટેસ્ટથી તે છૂટાછેડાનો મુદો બનવો જોઈએ નહી.
સુપ્રીમ કોર્ટે આ અંગે મુંબઈની એક ટ્રાયલ કોર્ટ તથા મુંબઈ હાઈકોર્ટ બાળકના ડીએનએ ટેસ્ટ અંગે આપેલા આદેશને પણ રદ કરીને અદાલતોને તાકીદ કરી હતી કે આ પ્રકારના કેસમાં ફકત આક્ષેપ થાય એટલે મહિલાને તેના સંતાનનો ડીએનએ ટેસ્ટ કરવા સીધો- યંત્રવત આદેશ અપાવા જોઈએ નહી. આ કેસમાં પતિએ એ મુદા પર તેના સંતાનનો ડીએનએ ટેસ્ટ માંગ્યો હતો કે તે સંતાન તેનું નથી તેવો મને ‘શક’ હતો. સુપ્રીમ કોર્ટે કહ્યું કે પિતા આક્ષેપ કરે અને અદાલતો ડીએનએ ટેસ્ટના આદેશ આપે તે રૂટીન બાબત બનવી જોઈએ નહી.