ખાસ-ખબર સંવાદદાતા
મહાપ્રતાપી બાલાજી દાદા સત્ય છે રાજકોટનું સૌથી વધારે ભીડવાળું મંદિર એટલે શ્રી બાલાજી હનુમાનજી મંદિર અને આ મંદિર રાજકોટવાસીઓની શ્રદ્ધા અને આસ્થાનું કેન્દ્ર પણ કહેવાય છે. ત્યારે આજના શનિવાર અને પુનમના પવિત્ર દિવસે મહાપ્રતાપી બાલાજી હનુમાનજી મહારાજને રંગબેરંગી પુષ્પોના દિવ્ય શણગાર કરવામાં આવ્યા છે અને સાંજે મારુતિ યજ્ઞનું પણ આયોજન કરાયું છે. આ દિવ્ય શણગાર આકર્ષણનું કેન્દ્ર બન્યા છે અહીં આજે હજારો ભક્તો દાદાના દર્શનનો તેમજ રાજોપચાર પદ્ધતિથી થતી સંધ્યા આરતીનો લાભ લેશે. આપ પણ પરિવાર સાથે બાલાજી દાદાના દર્શને પધારી ધન્યતાની અનુભૂતિ કરો તેમ બાલાજી મંદિરની યાદીમાં જણાવાયું છે.
શ્રી બાલાજી હનુમાનજી મહારાજને આજના શનિવારના પવિત્ર દિવસે પુષ્પોનો દિવ્ય શણગાર: સાંજે મારૂતિ યજ્ઞ
