રાજકોટ શહેર ખાતે આવેલ રેલનગર અંડરબ્રિજ ખાતે પ્રેશર ગ્રાઉટીગ કરી નવું સી.સી.કામ કરવાનું હોવાથી આ કામગીરી દરમ્યાન આ અંડર બ્રિજ ખાતેથી પસાર થતાં તમામ પ્રકારના વાહનોની અવર જવર પર કમિશનર રાજુ ભાર્ગવે પ્રતિબંધ ફરમાવ્યો છે.
આગામી બે માસ સુધી અંડર બ્રિજની કામગીરી પૂર્ણ ન થાય ત્યાં સુધી અંડરબ્રિજ ખાતેથી પસાર થતા તમામ પ્રકારના વાહનની અવરજવર બંધ રાખી રસ્તો ડાયવર્ટ કરવામાં આવ્યો છે. જે મુજબ રેલનગર મેઇન રોડથી રેલનગર અંડરબ્રિજ થઈ જામનગર રોડ તરફ જવા માંગતા તમામ પ્રકારના વાહનો રેલનગર મેઈન રોડ- પોપટપરા મેઇન રોડ અને પોપટપરા નાલામાં થઈ રેલ્વે સ્ટેશન મેઇન રોડથી અવરજવર કરી શકશે. જામનગર રોડ સાંઢીયા પુલથી રેલ નગર તરફ જવા માંગતા તમામ પ્રકારના વાહનો જામનગર રોડ માધાપર ચોકડી થઈ મોરબી બાયપાસ મેસૂર ભગત ચોકથી સંતોષીનગર મેઈન રોડથી રેલનગર તરફ અવર-જવર કરી શકશે. આ આદેશનો ઉલ્લંઘન કરનાર શિક્ષાને પાત્ર થશે.
- Advertisement -