ખાસ-ખબર ન્યૂઝ ગિર-સોમનાથ, તા.9
જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાએ ઈણાજ સ્થિત એસ.બી.આઈ એટીએમનું ઉદ્ઘાટન કર્યું હતું. ઈણાજ ખાતે એ.ટી.એમ સેન્ટર કાર્યરત થવાના કારણે અરજદારોને વધુ નાણાકિય સુવિધા ઉપલબ્ધ થશે.
જરૂરિયાતના સમયે ગમે ત્યારે પૈસા ઉપાડવાની સગવડ આપતાં ઑટોમેટેડ ટેલર મશીન એટલે કે એટીએમની સુવિધાના કારણે ઈણાજની મુલાકાત લેતા અરજદારો ગમે ત્યારે પોતાના અનુકૂળ સમયે નાણાં ઉપાડી શકશે. સ્ટેટ બેંક એજીએમ સુધીરકુમાર શર્માએ જણાવ્યું હતું કે, સમગ્ર ગીર સોમનાથ જિલ્લામાં 30 એટીએમ રિપ્લેસ કરવામાં આવ્યાં છે. જેનાથી એસબીઆઈના ગ્રાહકોને વધુ અને સારી નાણાકિય સુવિધા મળતી થશે. જેમાનું એક એટીએમ ઈણાજ ખાતે રાખવામાં આવ્યું છે.