૨૧ જુન વિશ્વ યોગ દિન અનુસંધાને રાજકોટ મહાનગરપાલિકા દ્વારા “યોગ એટ હોમ, યોગ વિથ ફેમીલી” અંતર્ગત ઘરેથી પરિવાર સાથે લાઈવ જોડાઈ, યોગ કાર્યક્રમ યોજાયો
૨૭ સપ્ટેમ્બર ૨૦૧૪ના રોજ સયુંકત રાષ્ટ્રસંઘની ૬૯મી સામાન્ય સભાને સંબોધતી વખતે પ્રધાનમંત્રીએ વિશ્વ સમુદાયને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ અપનાવવા માટે વિનંતી કરતા તા.૧૧ ડીસેમ્બર ૨૦૧૪ના રોજ સયુંકત રાષ્ટ્ર સામાન્ય સભાએ દરખાસ્તને સંમતિ આપી ૨૧ જુનને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે સ્થાપિત કરવા કરવામાં આવેલ ઠરાવ અનુસંધાને સમગ્ર વિશ્વમાં યોગ દિવસ ઉજવવામાં આવે છે. જે ભારત દેશ માટે અત્યંત ગૌરવની વાત છે.

- Advertisement -
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પણ દર વર્ષે વિશ્વ યોગ દિનની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવે છે. ચાલુ વર્ષે કોરોના વૈશ્વિક મહામારીને કારણે જાહેર સ્થળોએ યોગા યોજી શકાય તેમ નથી જેથી જે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા યુટ્યુબ તથા ફેસબુક લીંક દ્વારા યોગા કાર્યક્રમ સવારે ૦૭:૩૦થી યોજાયેલ. વિશ્વ યોગ દિનની ઉજવણીમાં પોતાના ઘરેથી મેયર ડૉ.પ્રદિપ ડવ, શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મીરાણી, સાંસદ મોહનભાઈ કુંડારીયા, ગુજરાત મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખભાઈ ભંડેરી, પ્રદેશ અગ્રણી નીતિનભાઈ ભારદ્વાજ, ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ, અરવિંદભાઈ રૈયાણી, લાખાભાઈ સાગઠીયા, પૂર્વ ધારાસભ્ય ભાનુબેન બાબરીયા, ડે.મેયર ડૉ.દર્શિતાબેન શાહ, સ્ટેન્ડિંગ ચેરમેન પુષ્કરભાઇ પટેલ, શાસક પક્ષ નેતા વિનુભાઈ ઘવા, દંડક સુરેન્દ્રસિંહ વાળા, રાજ્ય બક્ષી પંચ મોરચાના પ્રમુખ ઉદયભાઈ કાનગડ, આરોગ્ય સમિતિના ચેરમેન ડૉ.રાજેશ્રીબેન ડોડીયા, સમાજ કલ્યાણ સમિતિના ચેરમેન પરેશભાઈ પીપળીયા, તથા કોર્પોરેટરઓ, અધિકારીઓ, વિગેરે લાઈવ યોગા કાર્યક્રમમાં જોડાયા હતા.


