ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
ભૂદેવ સેવા સમિતિ દ્વારા સતત 16માં વર્ષે પણ શહેરના હાર્દસમા ડો. યાજ્ઞિક રોડ, જાગનાથ પોલીસ સ્ટેશન પાસે, દસ્તુર માર્ગ પર ‘રાજકોટ કા મહારાજા’ સાર્વજનિક ગણેશ મહોત્સવનું આયોજન કરવામાં આવેલું છે. ભૂદેવ સેવા સમિતિના સંસ્થાપક તેજસ ત્રિવેદી જણાવે છે કે વિઘ્નહર્તા રાજકોટ કા મહારાજાના દર્શન કરવા રાજકોટ શહેર અને આસપાસના ગામોમાંથી મોટી સંખ્યામાં શનિ-રવિ બંને દિવસોમાં ભક્તોની ભીડ ઉમટી પડી હતી.
- Advertisement -
દુંદાળા દેવના આશીર્વાદ લેવા રાજકોટના સાંસદ અને ભાજપના સિનિયર નેતા પરસોતમભાઈ રૂપાલા, એવીપીટી કોલેજના પ્રિન્સિપાલ એ. એલ. પંડ્યા, એસીપી બી. પી. જાદવ ઝોન-1, આહીર સમાજના અગ્રણી અને પી. ડી. માલવિયા કોલેજના ટ્રસ્ટી ઘનશ્યામભાઈ હેરભા, વોર્ડ નં.7ના કોર્પોરેટર નેહલભાઈ શુક્લ, વોર્ડ-7ના આગેવાન પ્રવીણભાઈ ચાવડા અને વોર્ડની સંગઠનની ટીમ, અર્જુનલાલ હીરાણી કોલેજ ઓફ જર્નાલિઝમના જર્નાલિઝમ વિભાગના હેડ ડો. કાંતીભાઈ ઠેસીયા, વોડ-1ના કોર્પોરેટર ડો. અલ્પેશભાઈ મોરઝરીયા પરિવાર તથા શ્રીમતી દુર્ગાબા જાડેજા પરિવાર, શહેર ભાજપના ઉપપ્રમુખ કાશ્મીરાબેન નથવાણી, મહિલા મોરચાના પ્રમુખ શ્રીમતી કિરણબેન માકડીયા અને મહિલા મોરચાની ટીમ, બ્રહ્મ યુવા ઉદ્યોગપતિ વિરલભાઈ જોશી પરિવાર, માંડવી બ્રહ્મ સમાજના અગ્રણી રાજેશભાઈ ભટ્ટ અને તેઓના ધર્મપત્ની સંગીતાબેન ભટ્ટ ખાસ દુંદાળા દેવના દર્શને પધાર્યા હતા.