કોમ્પ્યુટેશનલ ફેશન એટલે AI, ડેટા એનાલિટિક્સ અને અદ્યતન મેન્યુફેક્ચરિંગ દ્વારા ફેશન ડિઝાઇન અને ઉત્પાદનને નવીનતમ બનાવવું
મુંબઇના ડિમ્પલ ભાનુશાળીએ બહુ નાની ઉંમરે પરદેશમાં ભારતીય અસ્મિતાનો પરિચય આપ્યો છે. આજકાલ તેઓ કોમ્પ્યુટેશનલ અને સસ્ટેઇનેબલ ફેશન ટેકનોલોજીમાં ડોક્ટરેટ કરી રહ્યા છે અને ન્યૂયોર્કની અગ્રણી બ્યુટી ટેક કંપનીમાં ૠઈંઅ પ્રમાણિત એક્સપર્ટ તરીકે કાર્યરત છે. તેમની સાથેની વાતચીત અહીં પ્રસ્તુત કરું છું.
- Advertisement -
ફાઇનાન્સમાંથી ફેશન વિશ્વની ટોચમાંની એક, પેરિસ (ઇન્સ્ટિટ્યુટો મારાંગોની) ડિઝાઇનિંગ સ્કૂલ જવાની ઈચ્છા કેવી રીતે જાગી?
ફાઇનાન્સમાં ત્રણ વર્ષ આર્ટિકલશિપ/એક વર્ષ કોર્પોરેટ જોબ પછી સમજાયું કે એ મારું ક્ષેત્ર નથી. નજીકના લોકોને સ્ટાઇલિંગ સલાહ અને કસ્ટમાઇઝ્ડ આઉટફિટનો નાનો બિઝનેસ શરૂ કર્યો. ફેશન પ્રત્યેનો ઉત્સાહ વધારે સ્પષ્ટ થયો. પછી માર્કેટ રિસર્ચ પછી લંડન, પેરિસ (ઇન્સ્ટિટ્યુટો મારાંગોની) અને ન્યુયોર્ક (પાર્સન્સ)માં એપ્લાય કર્યું. અભ્યાસક્રમ માટે ફેશનમાં અથવા ગ્રાફિક્સમાં ગ્રેજ્યુએશન જરૂરી પણ આ ન હોવા છતાં, ઇન્ટરવ્યૂમાં અનુભવ અને ઉત્સાહના આધારે મને અસાઇનમેન્ટ મળ્યું, જે સફળતાપૂર્વક પૂર્ણ કર્યા પછી પેરિસની ટોચની ફેશન સ્કૂલમાં એડમિશન મળ્યું.
’પેરિસ ફેશન વીક’માં કલેક્શન ’ગોડેસ એટ વર્ક’ ની વિશેષતા શુ હતી અને આ કલેક્શનને કેવો પ્રતિભાવ મળ્યો?
‘ગોડેસ એટ વર્ક’ કલેક્શન કચ્છની એમ્બ્રોઇડરી/ આર્ટવર્કને ફ્રેન્ચ સ્ટિચિંગ/ફીટીંગ સાથે મિશ્રિત કરતું અનોખું પ્રદર્શન હતું. ડિઝાઇન ખૂબ વખણાઇ. ત્રણ પ્રખ્યાત આંતરરાષ્ટ્રીય મેગેઝીનોમાં આ વિશે છપાયુ, જેમાં દુબઈના મેગેઝીનમાં ‘રાઈઝીંગ ઓફ ફેશન ઇન્ડસ્ટ્રી ફ્રોમ ફાઇનાન્સ ટુ ફેશન’ શીર્ષક સાથે આખો લેખ પ્રકાશિત થયો. ત્યારબાદ સ્પેન ફેશનવિક અને કેન્સ ફેસ્ટિવલમાં પ્રેઝન્ટેશનનો મોકો મળ્યા છે.
પેરિસની વિન્ટેજ કંપની ’માલ્હિયા કેન્ટ’ માટે કામ કરવાનો અનુભવ કેવો રહ્યો?
માલ્હિયા કેન્ટમાં કામ કરવાનો અનુભવ અદભૂત રહ્યો. અહીં સમજાયું કે ફેબ્રિક બનવાની સફર માત્ર સીલાઈ સુધી સીમિત નથી, પરંતુ એક દોરાથી શરૂ થઈને ઇનોવેટિવ પેટર્ન અને પ્રોસેસ દ્વારા અદભૂત ફેબ્રિક બને છે. નોર્મલ થ્રેડમાંથી લેધર જેવી લાગતી ટેક્સ્ચર કે વુલમાંથી લક્ઝરી લુકવાળું ફેબ્રિક બનાવવાની બારીકીઓ અહીં શીખવા મળી.
આજે પ્રબલ ગુરુંગ અને કેલ્વિન ક્લેઇન જેવી વિશ્વપ્રસિદ્ધ કંપનીઓમાં પાંચ વર્ષથી વધુ સમયથી કાર્યરત છો. નાની ઉંમરે મળેલી આ અદભૂત તકો, મળેલો અનુભવ અને તમારી લાગણીઓ વિશે શું કહેશો?
વિશ્વપ્રસિદ્ધ કંપનીઓમાં કામ કરવાનો અનુભવ સંતોષકારક રહ્યો. અઠવાડિયે 80-90 કલાક મહેનત છતાં ગર્વ નહીં, પરંતુ પરિણામ મળ્યાનો સંતોષ છે. બહાર દેશોમાં બ્રાઉન સ્કિનને કારણે આ ફિલ્ડમાં પડકારો અને પૂર્વગ્રહોનો સામનો કરવો પડે છે, છતાં મારો અનુભવ રહ્યો કે મહેનત કરીશું તો તેનું ફળ કોઈને કોઈ રીતે ચોક્કસ મળે છે.”
તમે હાલ કોમ્પ્યુટેશનલ ફેશન અને સસ્ટેઇનેબલ ફેશન સપ્લાય ચેઇન પર ડોક્ટરેટ કરી રહ્યા છો. આ બન્ને વિશે વિગતવાર જણાવો
હું કોમ્પ્યુટેશનલ ફેશન અને સસ્ટેઇનેબલ ફેશન સપ્લાય ચેઇન પર પીએચડી કરી રહી છું. કોમ્પ્યુટેશનલ ફેશન એટલે અઈં, ડેટા એનાલિટિક્સ અને અદ્યતન મેન્યુફેક્ચરિંગ દ્વારા ફેશન ડિઝાઇન અને ઉત્પાદનને નવીનતમ બનાવવું. સસ્ટેઇનેબલ ફેશન સપ્લાય ચેઇન એ પર્યાવરણને નુકસાન ઘટાડવા, ઓર્ગેનિક સામગ્રી, ઇકો-ફ્રેન્ડલી પ્રોસેસ અને નૈતિક શ્રમ પદ્ધતિઓ અપનાવવી. મોટી ફેશન કંપનીઓમાં કામ કર્યા પછી સમજાયું કે આ ઉદ્યોગ બહારથી જેટલા ગ્લેમરસ દેખાય છે, અંદરથી એટલુ જ અંધારું છે. અહીં પર્યાવરણ અને શ્રમિકોનો વિચાર કોઈ કરતું નથી ઓર્ગેનિક ડાઇ અને બાળમજૂરી નહીં થતી હોવાના દાવા હોવા છતાં વાસ્તવિકતા અલગ છે.
હું કચ્છની વતની છું, જ્યાં અમે ઓર્ગેનિક, સસ્ટેઇનેબલ જીવનશૈલી જીવીએ છીએ. બાંધણી જેવી હસ્તકળામાં ચાર-પાંચ દિવસની મહેનતથી ઓર્ગેનિક ડાઇ વડે કાપડ તૈયાર કરીએ છીએ. આ પરંપરાઓથી પ્રેરાઈને, મેં ફેશન ઉદ્યોગમાં પરિવર્તન લાવવાનું નક્કી કર્યું. ખઇઅ અને ત્રણ માસ્ટર્સ પછી, મેં પીએચડી શરૂ કર્યું, જેનો વિષય શરૂઆતમાં સપ્લાય ચેઇનમાં પોલ્યુશન ઘટાડવા પર હતો. પરંતુ અભ્યાસ દરમિયાન, હું ફેશન ટેક તરફ વળી, જેમાં એવા કપડાં બનાવવા પર ધ્યાન છે જે પહેરનાર માટે એક્સ્ટ્રીમ વેધર/હેલ્થ કંડિશનમાં આરામદાયક હોય, ડીકમ્પોઝ થઈ શકે અને પર્યાવરણને નુકસાન ન પહોંચાડે.
દાખલા તરીકે અવકાશયાત્રીઓ અવકાશમાંથી પરત ફરે ત્યારે ક્લોથ પાછા નથી લાવતા. તો એ એવા હોવા જોઈએ કે તે ત્યાં ડીકમ્પોઝ થઈ જાય. નહીં કે સ્પેસમાં તે કચરો બનીને તરતા રહે. અહીં પણ કપડાં જ્યારે કચરો બને ત્યારે જમીનમાં ડીકમ્પોઝ થઈ જાય. વળી મેન્યુફેક્ચરિંગ પ્રોબ્લેમ, પ્રોસેસ એફિશિયન્ટ, પોલ્યુશન ફ્રેન્ડલી, ઇકો ફ્રેન્ડલી પ્રોડક્શનના ટેકનિકલ પરિબળો પર પણ મેં ઘણું રિસર્ચ કર્યું છે. અત્યારે ફેબ્રિક બનાવવામાં પ્રોબ્લેમ એ છે કે અડધા ઉપરનું ફેબ્રિક વેસ્ટેજ જાય છે, ત્યારે મારા કપડાં ફક્ત સારા લાગવા માટે નથી પણ ઉપરના બધા પરિબળોને ટ્રાન્સફોર્મ કરશે.
નાસા, કોલંબિયા યુનિવર્સિટી, હાર્વર્ડ અને પેન્સિલવેનિયામાં તમારા સંશોધન રજૂ કરવાનો તેમજ ગેસ્ટ તરીકે ભાગ લેવાનો અનુભવ અને લોકોના પ્રતિસાદ કેવાં રહ્યા?
નાસામાં મારા સંશોધનની રજૂઆત લોકોને આશ્ચર્ય થયું કે ફેશનની વ્યક્તિ સ્પેસ વિશે શું બોલશે, પરંતુ મારી ‘વેરેબલ ટેક’ વિશેની સ્પીચ સાંભળી વિદ્યાર્થીઓએ ઉત્સાહથી પ્રશ્ર્નો પૂછ્યા કે આ ટેકનોલોજી સ્પેસમાં કેવી રીતે ઉપયોગી થઈ શકે. આ અનુભવ યાદગાર હતો. કોલંબિયા યુનિવર્સિટીમાં મેં ફૂડ ઇન્ડસ્ટ્રીમાં લેન્ડફિલ અને પ્રદૂષણ ઘટાડવા મારી ટેકનોલોજીની ચર્ચા કરી. હાર્વર્ડ અને પેન્સિલવેનિયામાં દેશભરના ટેલેન્ટેડ વિદ્યાર્થીઓની સ્માર્ટનેસથી હું પ્રભાવિત થઈ. આ બધા અનુભવો યાદગાર રહ્યા.
કચ્છી હોવાના નાતે કચ્છ પ્રદેશના સસ્ટેઇનેબિલિટી અને ટ્રેડિશનલ ડિઝાઇન્સના જ્ઞાનનો ઉપયોગ આપના કામમાં કેવી કરો છો?
અમે કચ્છના લોકો ઓછામાં ઓછો રિસોર્સિસ સાથે પણ ભરપૂર અને કુદરતી જીવન જીવનારી પ્રજા છીએ. કચ્છે પોતાનું યુનિક આર્ટ ફોર્મ આજે આટલી નિવનતાના જમાનામાં પણ ખૂબ સરસ સ્થાન સાથે જાળવી રાખ્યું છે. કચ્છ પાસેથી મને ઘણું શીખવા મળ્યું છે. જ્યારે ભારતમાં હોઉં ત્યારે કચ્છને ખૂબ એક્સપ્લોર કરું છું. સસ્ટેનેબલિટી જે મારા રિસર્ચ અને કામનું મેઇન પરિબળ છે એ કચ્છમાંથી આવ્યું છે. મારી સર્ક્યુલર લાઇફસ્ટાઇલ પ્રોડક્શન ચેઇનમાં હું અત્યારે એ કરું છું કે ફેબ્રિક જે રીયુઝેબલ નથી તેંમાંથી ફરી દોરા બનાવીને એ દોરામાંથી ફરી ફેબ્રિક બનાવવું, જો આ શક્ય ન હોય ત્યારે શું કરવું એ વિચારુ છું. હું એ જ ઇચ્છું છું કે જે કઈ કુદરતનું હોય, એ બધું એને પાછું આપી શકું!
હું શરૂઆતમાં એક કંપનીમાં કામ કરતી વખતે, સિનિયર કલીગ સાથે અવકાડોની છાલ અને ડુંગળીના પડમાંથી લાઈટ પિંક અને ગ્રેઈશ પિંક ઓર્ગેનિક ડાઈ બનાવી હતી. ’ચિપોટલે’એ ડાઈમાં આ ઇનોવેશન જોઈને ક્લોથિંગ ચેઇન શરુ કરી હતી જેમાં અમે બનાવેલી ઉપરોક્ત ડાઈનો ઉપયોગ કર્યો હતો.તેમની એડવર્ટાઈઝનો મુખ્ય મુદ્દો હતો કે અમારા કપડાંમાં અવકાડોમાંથી બનેલ નેચરલ ડાઈનો ઉપયોગ થાય છે ટૂંકમાં, હું લોકલી ઉપલબ્ધ ઓર્ગેનિક સામગ્રીમાંથી માનવ અને પ્રકૃતિને નુકસાન ન પહોંચાડતી અને સુંદર ડાઇ
બનાવું છું.
યુએસએ આવવા પહેલાં આપે મુંબઈમાં કેટલાક સેલિબ્રિટી સ્ટાઇલિંગ પ્રોજેક્ટ્સ કર્યા એ અનુભવો કેવા રહ્યાં?
મને એક પ્રોજેક્ટ મળ્યો હતો, જેમાં એનિમલ એનજીઓ અને બાળકોની કંપની માટે એલિયા ભટ્ટનું સ્ટાઇલિંગ મારે કરાવવાનું હતું. આ અનુભવથી મને સમજાયું કે ગ્લેમર ઇન્ડસ્ટ્રીમાં ઇનોવેશન માટે જગ્યા ન હોવાથી અને સમાજ માટે ઉપયોગી કંઈ કરવાનું ન હોવાથી, મને બોલીવુડમાં રસ નથી.
ન્યુ યોર્કમાં ૠઈંઅ પ્રમાણિત જેમોલોજિસ્ટ અને જ્વેલર ઉપરાંત બ્યુટી ટેક કંપનીમાં કામ કરો છો ફાઇનાન્સ, ફેશન, જેમોલોજી અને બ્યુટી ટેક જેવા વિવિધ ક્ષેત્રોમાં કેરિયર કેવી રીતે વિસ્તરી?
પેન્ડેમિક દરમિયાન, હું ડાયમંડ કંપની સાથે કામ કરતી હતી પેંડેમીકને ધ્યાનમાં રાખી ૠઈંઅએ સસ્તો કોર્સ રજૂ કર્યો. ફેશન અને જ્વેલરી એકબીજા સાથે સંકળાયેલા છે, ભવિષ્યમાં આ જ્ઞાન પણ કામ આવશે એમ લાગ્યું. નોકરી, ડોક્ટરેટ અભ્યાસ અને જેમોલોજી કોર્સને કારણે ઘણી મહેનત કરવી પડી.
- Advertisement -
ડિમ્પલ ભાનુશાળીએ નવી પેઢીની છોકરીઓને સંદેશ આપ્યો છે કે સમાજની ટીકાઓ છતાં પોતાના લક્ષ્યો માટે અવાજ ઉઠાવે અને પોતાનો રસ્તો ખુદ બનાવે
જેમોટોલોજીસ્ટ તરીકે તેમજ બ્યુટી કંપની સાથે કામ કરો છો ત્યાં, આ બન્નેમાં આપનું વર્કફંક્શન વિગતવાર સમજાવો
હું અત્યારે જે બ્યુટીકંપનીમાં કામ કરૂં છું તે અઈં ના યુઝ સાથે કસ્ટમાઇઝડ પ્રોડક્ટ્સ બનાવે છે. જેમાં કસ્ટમર્સની જરૂરિયાત, ઉંમર અને પર્ટીક્યુલરલી એ કસ્ટમર માટે શું યીગ્ય રહેશે એ નક્કી કરી પ્રોડક્ટ્સ બનાવવામાં આવે છે. કંપનીના લાખો કસ્ટરમ અને દરેક કસ્ટમર માટે જુદી જુદી ચાર પાંચ પ્રોડક્ટ બનાવવાની હોય છે. હું તેના ટેકનોલોજી બેઇઝડ સપ્લાય ચેઇન સ્ટેટેજાઈઝડ કરુ છું. આ અગાઉ ફેશન કંપની કે જેમ જવેલરીની કંપનીમાં પણ હું આ જ કરતી હતી. કારણ આટલા વર્ષોના મારા અનુભવો અને કામ, ફાઈનાન્સ-ફેશન- સપ્લાય ચેઇનનું, એટલે કે હું અત્યાર સુધીમાં હું જે જે ભણી છું એનો પ્રોપર બ્લેન્ડ છે.
આપની કારકિર્દીમાં આપના કુટુંબનો મોટો ફાળો રહયો હશે, તો આ સંદર્ભે આપના મમ્મી પપ્પા વિશે થોડું જણાવો
મારા મમ્મીપપ્પા નાનપણથી જ સપોર્ટીવ રહ્યાં છે. મમ્મી પપ્પાએ હમેંશા મારામાં ભરોસો રાખીને મારી હિંમત વધારી છે. મોટી મોટી ઇન્ટરનેશનલ યુનિવર્સિટીમાં મને એડમિશન મળવા લાગ્યા. અલબત્ત, હું આ બહુ મોટું પગલું ઉઠાવી રહી હતી અને તેના માટે ખૂબ જ જંગી ખર્ચ થવાનો હતો પણ મારા મમ્મીપપ્પાએ એ બધું એરેન્જ કર્યું. હું પેરિસમાં ભણવા જવા નીકળી ત્યારે મારુ એક માસ્ટર્સ પણ થઈ ગયું હતું. અમારા સમાજમાંથી ટીકા થતી હતી કે પરણાવવાની ઉંમરે દીકરીને વિદેશ ભણવા મોકલવાની, દીકરી પાછળ આટલા રૂપિયા ખર્ચવાની શી જરૂર..વગેરે વગેરે. પણ મમ્મી પપ્પા બધા સામે અડગ રહ્યાં.
ભારતમાં અને આમ જોઈએ તો દુનિયાભરમાં, છોકરીઓ સેક્ધડ સિટિઝન ગણાય છે, તમે નવી પેઢીની દીકરીઓને શું વિશેષ મેસેજ આપશો?
છોકરીઓને નાનપણથી લગ્ન માટે તૈયાર કરવામાં આવે છે, પરંતુ તેમના સપનાઓની કોઈ ચિંતા નથી કરતું. છોકરીઓએ પોતાના લક્ષ્યો માટે અવાજ ઉઠાવવો પડશે અને પોતાનો રસ્તો ખુદ બનાવવો પડશે. યુવાનોને હું કહું છું: જો તમને તમારામાં વિશ્વાસ હોય કે નિષ્ઠાથી લક્ષ્ય મેળવી શકશો, તો તમારી મહત્વાકાંક્ષાને વળગી રહો.
તમારી સફળતાનો ગુરુમંત્ર શું છે એ વિશે જણાવો
એક જાપાનીઝ કહેવતમાં સ્ટ્રોંગલી માનું છું કે, સાત વખત પડશો તોય આઠમી વખત તો ઉભા થઈ જ જશો. બસ, આ સાત વખતમાં હિંમત નથી હારવાની અને બીજું ધગશથી કામ કરો. હું પેરિસ આવી ત્યારે અનેક પ્રોબ્લેમ્સ ઉભા થયા હતાં. અહીં આવ્યાને બીજા જ દિવસે મારુ વોલેટ ચોરાઈ ગયું કે જેમાં મારા બધાં જ પૈસા હતા! હવે હું ભાડું કેમ ભરીશ, ખાઈશ શું?.. અનેક પ્રશ્ર્નો હતા. વળી એ સમયે ફ્રાન્સમાં ટેરેરિસ્ટ એટેક્સ થયા હતા. મારો ફ્રાન્સનો બે વર્ષનો સ્ટે ખૂબ જ સંઘર્ષ વાળો હતો. યુરોપમાંથી અનેક રેફ્યુજી અહીં આવી ગયા હતા. રસ્તા પર ચાલવું મુશ્કેલ થઈ જાય એવો અંધાધૂંધ માહોલ હતો.
ત્યારબાદ હું અમેરિકા આવી ત્યાં પેંડેમીક આવ્યુ! ત્યારે કેટલીય કંપનીઓ બંધ થઈ ગઇ. કામ અટકી ગયા. ભાડા ભરવાના પૈસા ન હોય, ખાવાના પૈસા ન હોય તો સ્વાભાવિક છે બધા ઘરે મા બાપ પાસે પહોંચી જાય. પણ મારે એ નહોતું કરવું, અને આ પરિસ્થિતિ પણ નીકળી ગઈ… ખરાબ સમય એ ચાહે પાંચ મહિનાનો હોય કે પાંચ વર્ષનો, પણ નીકળી જવાનો એવા વિશ્વાસથી માથું નીચું રાખવાનું, કામ કર્યે રાખવાનું અને માતાજીનું સ્મરણ રાખવાનું, એમાં હું સ્ટ્રોંગલી માનું છું, એ જ મારો જીવનમંત્ર છે.
મુંબઈની ડિમ્પલ ભાનુશાળીએ ફાઇનાન્સની કારકિર્દી છોડી પેરિસની ટોચની ફેશન સ્કૂલમાં પ્રવેશ મેળવ્યો અને ફેશન ઇન્ડસ્ટ્રીમાં આગવી ઓળખ ઊભી કરી છે



