ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.10
જૂનાગઢ,તા.9 ધરતી આબા જન ભાગીદારી અભિયાન (ઉઅ ઉંઞૠઅ) અને પ્રધાનમંત્રી જનજાતિ આદિવાસી ન્યાય મહા અભિયાન અંતર્ગત સાસણ, શીરવાણ, મેંદરડા, તેમજ કેશોદ, માંગરોળમાં વસતાં સીદી સમુદાયના લોકોને સેવાકીય લાભો પહોચાડવા માટે અલગ-અલગ કેમ્પોનું આયોજન કરવામાં આવ્યુ હતુ. આ કેમ્પમાં સીદી સમુદાયના નાગરિકોને સરકારની વિવિધ જનકલ્યાણલક્ષી યોજનાઓ તથા લાભ સેવાઓના લાભ પ્રાપ્ત થયો છે.
જૂનાગઢ જિલ્લા કલેક્ટર અનિલકુમાર રાણાવસિયાના માર્ગદર્શન અને નિર્દેશ મુજબ વહીવટી તંત્ર દ્વારા ધરતી આબા જન ભાગીદારી અભિયાન અંતર્ગત જૂનાગઢ જિલ્લામાં સાસણ, શીરવાણ, મેંદરડા, તેમજ કેશોદ, માંગરોળ માં વસતાં સીદી સમુદાયના લોકોને સેવાકીય લાભો પહોચાડવા માટે અલગ-અલગ કેમ્પોનું આયોજન કરાયુ હતુ. જેમાં કેશોદ ખાતે આરોગ્ય તપાસણી કેમ્પ તેમજ મેંદરડા તાલુકાનાં મેંદરડા, સાસણ, શિરવાણ ગામમાં વસવાટ કરતાં સિદ્દી સમુદાયના લોકો માટે જાતિ પ્રમાણપત્ર, રેશનકાર્ડ, આધારકાર્ડ વગેરેની સેવાઓનો લાભ ઘર આંગણે આપવામાં આવ્યો હતો. મેંદરડા ખાતે યોજાયેલ કેમ્પમાં અંદાજિત 300 જેટલા લાભાર્થીઓએ અને માંગરોળમાં ચોટીલીવીડી, ખોડાદા, રૂદલપુર ખાતે યોજાયેલ આરોગ્ય કેમ્પમાં સદી સમુદાય તેમજ અન્ય સમુદાયના 800 જેટલા લાભાર્થીઓ એ લાભ લીધો હતો.