નાગરિકોને હુતાસણી અને ધૂળેટીના પાવન પર્વની શુભેચ્છા પાઠવતા ભૂપત બોદર
જિલ્લા પંચાયત પ્રમુખ – ભૂપતભાઈ બોદર, જિલ્લા પંચાયત ઉપપ્રમુખ – સવિતાબેન વાસાણી, કારોબારી ચેરમેન- સહદેવસિંહ જાડેજા, શાસક પક્ષ નેતા – વિરલભાઈ પનારા, ભાજપ અગ્રણી – નાથાભાઈ વાસાણી, ભાજપ અગ્રણી – નિલેષભાઈ ખૂંટ, ભાજપ અગ્રણી – સી. ટી. પટેલ ખાસ-ખબર કાર્યાલયની મુલાકાતે.
રાજકોટ જિલ્લા પંચાયતમાં એક વર્ષનાં ભાજપના સુશાસનની ઉપલબ્ધિ: રાજ્ય સરકારની વિવિધ યોજનાઓ હેઠળ વર્ષ દરમિયાન રૂા. 65207 લાખના વિકાસના કામો મંજૂર કરાયા
- Advertisement -
ભૂપતભાઈ બોદરની એક અખબારી યાદીમાં જણાવ્યું હતું કે રાજકોટ જિલ્લા પંચાયત ભાજપના શાસનને તથા રાજકોટ જિલ્લા પંચાયત પ્રમુખ ભૂપતભાઈ બોદરના કાર્યકાળને એક વર્ષ પૂર્ણ થતાં આજરોજ કસ્તુરબાધામ સીટના લાખાપર ગામે પ્રમુખ ભૂપતભાઈ બોદરની અધ્યક્ષતામાં સવારે પ્રભાતફેરી તથા 75 વૃક્ષોનું વૃક્ષારોપણ કરી ઉજવાયો. આ જ રીતે કસ્તુરબાધામ સીટના તમામ 19 ગામોમાં વૃક્ષારોપણ કરવામાં આવશે. તેમણે વિશેષમાં જણાવ્યું કે વડાપ્રધાન દ્વારા જ્યારે ‘આઝાદી કા અમૃત મહોત્સવ પર્વ’ની ઉજવણી સમગ્ર દેશમાં કરવામાં આવી રહી છે ત્યારે રાજકોટ જિલ્લા પંચાયતના તમામ સદસ્યો પોતાની બેઠક હેઠળના ગામોમાં પ્રભાતફેરી તથા વૃક્ષારોપણ કરે તેવો અનુરોધ કર્યો છે. આ પ્રસંગે લાખાપર યુવા સરપંચ કેતનભાઈ કાનાણી, ઉપસરપંચ હંસાબેન દીપકભાઈ દળવી, દેવાયતભાઈ હુંબલ, કાનજીભાઈ કુમરખાણીયા, રમેશભાઈ દળવી, લાભુભાઈ હેરભા, શંભુભાઈ કાનાણી, કેયુરભાઈ ઢોલરીયા, વિશાલભાઈ અજાણી, છગનભાઈ સખીયા, નરેન્દ્રસિંહ જાડેજા, સી. ટી. પટેલ, મહેશભાઈ આસોદરિયા, સંદીપભાઈ રામાણી, લાખાપર શાળાના બાળકો તેમજ ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
વધુમાં ભૂપતભાઈ બોદરે જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સૂચન અનુસાર સમગ્ર ગુજરાતને કુપોષણ મુક્ત કરવાનું જે અભિયાન શરૂ કરવાનો સંકલ્પ કરેલ છે જે અંતર્ગત આપણા પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલના આહ્વાનથી ઉપાધ્યક્ષ ડો. ભરતભાઈ બોઘરાના અધ્યક્ષસ્થાન અને જિલ્લા ભાજપ પ્રમુખ મનસુખભાઈ ખાચરીયાની આગેવાની હેઠળ સમગ્ર રાજકોટ જિલ્લાના અતિકુપોષિત 580 મધ્યમ કુપોષિત 2745 કુલ 3325 કુપોષિત બાળકોને યોગ્ય પોષણયુક્ત આહારની કીટ આપીને 3 માસની અંદર તમામ કુપોષિત બાળકોને સુપોષિત કરી સમગ્ર રાજકોટ જિલ્લાને કુપોષણ મુક્ત કરવાની નેમ છે.
- Advertisement -
જે માટે રાજકોટ જિલ્લાના તમામ તાલુકાઓમાં તાલુકાદીઠ ટીમ બનાવવી જસદણ વિધાનસભામાં ડો. ભરતભાઈ બોઘરા, ગોંડલ વિધાનસભામાં જયરાજસિંહ જાડેજા, જેતપુર-ઉપલેટા વિધાનસભામાં મનસુખભાઈ ખાચરીયા, જયેશભાઈ રાદડીયા, રાજકોટ વિધાનસભામાં ભૂપતભાઈ બોદરને જવાબદારી સોંપવામાં આવેલ છે. જિલ્લા પંચાયત સદસ્યો, તાલુકા પંચાયત સદસ્યો, ભારતીય જનતા પાર્ટી સંગઠનના તમામ મોરચાના હોદ્દેદારો, સહકારી સંસ્થાના તમામ ડિરેકટરો, આગેવાનો સૌ આગળ આવીને આ મહાઅભિયાનમાં જોડાઈ સમગ્ર જિલ્લાને ઝડપભેર કુપોષણમુક્ત કરવામાં સંકલન કરી સહકાર આપશે.
રાજકોટ જિલ્લા ડેરીના ચેરમેન ગોરધનભાઈ ધામેલીયાએ રા.જી.ડેરી તરફથી તમામ કુપોષિત બાળકોને બાળક દીઠ 100 ગ્રામ દૂધ આપવામાં આવશે તેવો સંકલ્પ કરેલ છે. જસદણ વિંછીયા તાલુકાના તમામ કુપોષિત બાળકોને પોષણયુક્ત આહાર કીટ પ્રદેશ ઉપાધ્યક્ષ ડો. ભરતભાઈ બોઘરા પોતાની કંપની તરફથી આપશે તેમજ રાજકોટ જિલ્લા પંચાયતમાં ભારતીય જનતા પાર્ટીએ સત્તાની ધૂરા સંભાળી તેને એક વર્ષ પૂર્ણ થવાના અવસરે પ્રથમ વર્ષની વિકાસલક્ષી કામગીરીની ઝાંખી રજૂ કરવામાં આવી છે ત્યારે ‘ગામ સમૃદ્ધ તો દેશ સમૃદ્ધ’ના મંત્રને સાકાર કરતાં રાજકોટ જિલ્લા પંચાયતના પદાધિકારીઓએ સત્તાને સેવાનું માધ્યમ બનાવી રાજકોટ જિલ્લાનો સર્વાંગી વિકાસ થાય તે દિશામાં આગળ વધી રહી છે.
માર્ગ અને મકાનની કામગીરી, ગ્રામ્ય વિસ્તારના આંગણવાડી તથા પંચાયતના ઘરના નવા ભવનો, સિંચાઈ અને પાણીને લગતી કામગીરી, 15માં નાણાંપંચની જિલ્લા, તાલુકા તથા ગ્રામ પંચાયતને મળેલ ગ્રાન્ટમાંથી વિકાસના કામો, કોરોના કાળમાં કરેલ સેવાકીય કામગીરી, આરોગ્યલક્ષી કામગીરી, શિક્ષણલક્ષી કામગીરી, કૃષિ ક્ષેત્રે થયેલ ઉલ્લેખનીય કામગીરી, મનરેગા અંતર્ગત થયેલ કામગીરી. ડો. શ્યામાપ્રસાદ મુખર્જી યોજના અંતર્ગત સરકારના વિવિધ વિભાગ દ્વારા ગ્રાન્ટ ફાળવવામાં આવી છે ત્યારે રાજકોટ જિલ્લામાં કુલ રૂા. 65207 લાખના વિકાસના કાર્યો મંજૂર થયેલ છે અને પ્રગતિ હેઠળ છે ત્યારે રાજકોટ જિલ્લાના તમામ ગામોના વિવિધ વિકાસ કાર્યો વેગવંતા બને, ગ્રામીણ ક્ષેત્રોમાં લોકોને ત્વરીત સુવિધા મળે તે માટે રાજકોટ જિલ્લા પંચાયત પ્રમુખ તથા પદાધિકારીઓ કટિબદ્ધ છે.