9013 ગુનેગારો અને 631 પ્રોહિબીશન બુટલેગર સામે કાર્યવાહી
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.03
- Advertisement -
જૂનાગઢ લોકસભા સામાન્ય ચૂંટણી તેમજ માણાવદર વિધાનસભા પેટા ચૂંટણી અન્વયે જૂનાગઢ રેંજ આઇજી નિલેશ જાજડીયાના માર્ગદર્શન હેઠળ તેમજ પોલીસ અધિક્ષક હર્ષદ મહેતાની સુચનાથી ચૂંટણી અન્વયે છેલ્લા 17 દિવસમાં 12,282થી વધુ ઇસમો વિરૂઘ્ધ અટકાયતી પગલા સાથે અસરકારક કામગીરી કરેલ અને હજુ ચૂંટણી સમય સુધી કડક કામગીરી કરવામાં આવશે. જૂનાગઢ લોકસભા તથા વિધાનસભા ચૂંટણી અંતર્ગત જૂનાગઢ જિલ્લા પોલીસ દ્વારા ચૂંટણીની તારીખો જાહેર થઇ ત્યારથી આદર્શ આચારસંહિતા અમલવારી બાબતે કડક હાથે કામગીરી છેલ્લા 17 દિવસથી કરવામાં આવી રહી છે.
જેમાં દેશી-ઇંગ્લીશ દારૂના 536 કેસ, દારૂની પ્રવૃતિ કરતા પ્રોહિબીશન બુટલેગરના 631 કેસ, ગુનેગારો વિરૂઘ્ધ 9,013 ઇસમો સામે અટકાયતી પગલા લેવામાં આવ્યા તેમજ ગેરકાયદેસર હથિયાર, ચકુ, છરી સાથે રખડતા 34 ઇસમો સામે કાર્યવાહી તથા દારૂ પીને વાહન ચલાવતા 31 ઇસમો ઝડપાયા હતા અને નંબર પ્લેટ, લાઇસન્સ, આરટીઓ કાગળ વગર નિળકતા 163 વાહન ચાલકો સામે કાર્યવાહી કરવામાં આવેલ તથા જુગારના 14 કેસ માથાભારે ઇસમોને જિલ્લા બહાર તડીપારમાં 38 કેસ કર્યા હતા. દારૂની પ્રવૃતિ કરનાર 1028 વિરૂઘ્ધ પ્રોહિબીશન પગલા લેવાયા હતા. તેની સાથે નામદાર કોર્ટમાંથી આવેલ બીનજામીન લાયક કુલ બજાવેલ વોરંટની સંખ્યા 751 અને ગેરકાયદેસર હથિયાર સાથે બે ઇસમોને ઝડપી પાડેલ તેમજ ચૂંટણી અંગે જાહેરનામાનો ભંગ કરતા 3 કેસ નોંધીને 13 લોકો સામે કાર્યવાહી કરવામાં આવેલ. આમ જૂનાગઢ પોલીસ દ્વારા 12,282 ઇસમો વિરૂઘ્ધ કાર્યવાહી કરવામાં આવી હતી.