હાઈવે પરથી લાખોની ખનીજ ચોરી ઝડપાઇ, પથ્થર-રેતી ભરેલ 11 ટ્રેકટર ઝડપાયા
જિલ્લા કલેકટરની ગેરકાયદેસર ખનીજ વહન પર કડક કાર્યવાહીથી ખનનમાફિયામાં ફફડાટ
ખાસ-ખબર ન્યૂઝ વેરાવળ, તા.7
ચોરવાડથી ગેરકાનૂની રીતે પથ્થર ગીર સોમનાથના અલગ અલગ વિસ્તારોમાં છુંટક વહેચાણ અર્થે ઘુસાડાતું હતું. ગીર સોમનાથજિલ્લા કલેક્ટર ની સીધી સૂચના અને માર્ગદર્શન હેઠળ, ભૂસ્તરશાસ્ત્રીશ્રી ગીર સોમનાથની ક્ષેત્રીય ટીમ દ્વારા વેરાવળ નમસ્તે ચોકડી ખાતે આવેલ શ્યામ ડીલક્ષ પાન પાસેથી 11 ટ્રેક્ટર લાઈમસ્ટોન ખનીજના તેમજ 1 ડમ્પર સાદી રેતી ખનીજના તથા ઉના ભગીરથ હોટલ પાસેથી 1 ટ્રેક્ટર લાઇમ સ્ટોન ખનીજનું અને 1 ડમ્પર કોડીનાર ખાતેથી સાદી રેતી ખનીજના ગેરકાયદેસર વહન કરતા હોવાના કારણે પકડી સીઝ કરવામાં આવેલ છે. આમ, લાઇમ સ્ટોન ખનીજના કુલ 12 ટ્રેક્ટર અને સાદી રેતીના કુલ 02 ડમ્પર ગેરકાયદેસર વહન સબબ પકડીને અંદાજિત એક કરોડનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવેલ છે.