40,913 ઘરોમાં પોરાનાશક કામગીરી: 1889 ઘરોમાં ફોગિંગ કરાયું
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટમાં છેલ્લા એક અઠવાડિયામાં ડેન્ગ્યુના 8 અને ચીકનગુનિયાના 4 જ્યારે શરદી-ઉધરસના 430, ઝાડા-ઊલ્ટીના 141, તાવના 34 કેસ નોંધાયા છે. આ કેસ 4થી 10 સપ્ટેમ્બર સુધીમાં નોંધાયેલા કેસના આંકડા છે આ રોગચાળા દ્વારા ઊભા થતા જાહેર આરોગ્ય પડકારને પહોંચી વળવા માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તમામ સ્તરે ઘનિષ્ઠ પ્રયાસો કરી રહ્યા છે.
- Advertisement -
વાહક નિયંત્રણની કામગીરી હેઠળ મેલેરિયા ફિલ્ડવર્કર – 56, અર્બન આશા – 415 અને વી.બી.ડી વોલેન્ટીયર્સ – 115 દ્વારા તા.04/09/23 થી તા.10/09/23 દરમ્યાન પોરાનાશક કામગીરી હેઠળ 40,913 ઘરોમાં પોરાનાશક કામગીરી કરેલ છે. તથા 1889 ઘરોમાં ફોગીંગ કામગીરી કરેલી છે. મચ્છરની ઘનતા વધુ હોય તેવા વિસ્તારોને વહિકલ માઉન્ટેન ફોગીંગ મશીન ફોગીંગ કામગીરી કરવામાં આવેલી છે.
આ કામગીરી હેઠળ રામપાર્ક શેરી નં. 1, ર, શકિતનગર – 5 ના ખુણે, કેરલા પાર્ક આસપાસનો વિસ્તાર, સિલ્વર વેલી બંગ્લોઝ, જામનગર રોડ આસપાસનો વિસ્તાર, કબીર સોસા. માટેલ સોસા., સ્વામીનારાયણ પાર્ક, કરણ5રા, ન્યુ રાઘેશ્યામ શેરી નં. 1 થી 13, અનુ5મા સોસા., શેરી નં. 1 અને ર, બંસીઘર પાર્ક (રૈયાઘાર), પ્રમુખ સ્વામી ઓડીટોરીયમ આસપાસનો વિસ્તાર, ઓરબીટ હાઇટસ આસપાસનો વિસ્તાર, રેસકોર્ષ મેદાનમાં લોકમેળામાં તથા આસપાસના વિસ્તારમાં, રેસકોર્ષ સિન્થેટીકસ રનીંગ ગ્રાઉન્ડ, યાજ્ઞિક રોડ, વાલ્કેશ્વર સોસા., કિરણનગર, ઘાંચીવાડ, વિષ્ણુવિહાર સોસા., રેસકોર્ષ મેદાનમાં લોકમેળામાં તથા આસપાસના વિસ્તારમાં, રેસકોર્ષ સિન્થેટીકસ રનીંગ ગ્રાઉન્ડ, યાજ્ઞિક રોડ, પારેવડી ચોક પાસે સુગરવાળા ફલેટ તથા સોસા. ની આસપાસનો વિસ્તાર, જે. કે. પાર્ક, આંબેડકરનગર, રેસકોર્ષ મેદાનમાં લોકમેળામાં તથા આસપાસના વિસ્તારમાં, રેસકોર્ષ સિન્થેટીકસ રનીંગ ગ્રાઉન્ડ, યાજ્ઞિક રોડ, રેસકોર્ષ મેદાનમાં લોકમેળામાં તથા આસપાસના વિસ્તારમાં, રેસકોર્ષ સિન્થેટીકસ રનીંગ ગ્રાઉન્ડ, યાજ્ઞિક રોડ, માલાબાર હિલ્સ કાલાવડ રોડ આસપાસનો વિસ્તાર, તોરલ પાર્ક, ચંદ્ર પાર્ક – 1 થી 10, બીગબજાર આસપાસનો વિસ્તાર, ગીતગુજર્રી સોસા., આરાઘના સોસા. શેરી નં. 1 થી 6 તથા મેઇન રોડ, સ્વસ્તીક હાઇલેન્ડ તથા આસપાસનો વિસ્તાર કામગીરી હેઠળ આવરી લેવામાં આવેલો છે.