મનપાના કથળેલા તંત્ર સામે પ્રદેશ અધ્યક્ષને પત્ર લખ્યો
મનપા ચૂંટણીમાં સ્વચ્છ પ્રતિભા ધરાવતા ઉમેદવારને ટિકિટ ફાળવો
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ હિત રક્ષક સમિતિએ જૂનાગઢના કેટલા પ્રબુઘ્ધ નાગરિકોએ ભેગા થઇને બનાવેલી છે જૂનાગઢ કોર્પોરેશનની વહીવટ દિવસે ને દિવસે બગડતો જાય છે આ સંજોગોમાં પ્રજાના પાયાના પ્રશ્ર્નોની રજૂઆત માટે અમો મુખ્યમંત્રીને મળેલા હતા અને તેને ચીફ સેક્રેટરી અશ્ર્વીની કુમારને મહાનગર પાલિકાના કથળેલા વહીવટ સબંધે તપાસ કરવા જણાવેલ હતુ અને તેના અનુસંધાને જૂનાગઢ કલેકટરને આ તપાસ સોંપાયેલી હતી અને કલેકટરેે રીપોર્ટ પણ કરી દિધેલો છે. આપ સાહેબને જાણ હશે કે થોડા સમય પહેલા જૂનાગઢમાં માનવ સર્જિત જળ શંકટ ઉભુ થયેલુ હતુ અને સોસાયટીના સેંકડો મકાનોને પાણી ભરાવાથી રૂા.1 લાખથી લઇને 10 લાખ સુધીનું નુકશાન થયેલ હતુ અને તેનુ કારણ કાળવા ચોકમાં આવેલ નદી અને વોકળામાં થયેલ ગેરકાનુની બાંધકામો હતા આશરે 107 જેટલી નોટીસો કોર્પોરેશને આપેલ હોવા છતાં આજની તારીખ સુધી કોઇ તોડેલ નથી જૂનાગઢ હિત રક્ષક સમિતિએ ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા દરેક કોર્પોરેટરને પત્ર લખીને પ્રજાના પ્રશ્ર્ન પુછવા માટે જનતાની અદાલતમાં આવવા માટે જણાવેલુ હતુ પરંતુ કોઇએ પ્રત્યુતર પાઠવેલ નથી તેજ રીતે રેલવે દ્વારા જૂનાગઢ શહેરને વિંધીને 11 જેટલા અંડર ગરનાળા નાખીને રેલવે લાઇન પસાર થાય તે બાબતે પણ કોર્પોરેશને પ્રશ્ર્ન પુછેલ હતો છતાં કોઇએ જવાબ આપલો નથી. કંટાળીને અમોએ જૂનાગની પ્રજાના પાયાના 101 પ્રશ્ર્નો જાહેરમાં પુછેલ છે. જેની નકલ આ સાથે આપ સાહેબના ઘ્યાન માટે કોલેલ છે.
અમોને જણાવતા દુ:ખ થાય છે કે, કોર્પોરેશનનો વહિવટ સંપૂર્ણ પણે ખાડે ગયેલો છે. ભૂગર્ભ ગટર યોજનાના નામે રોજે રોજ ખોદાણ થાય છે શહેરના મુખ્ય રસ્તાઓની હાલત ગ્રામ્ય રસ્તા કરતા પણ વિશેષ ખબાર થઇ ગયેલ છે. શહેરમાં કચરાના ઢગલાઓ ઠેર-ઠેર જોવા મળે છે અને કોર્પોરેશન દ્વારા કરોડો રૂપિયાનું આંધણ કરવા છતાં કોઇ પ્રગતિ દેખાતી નથી. જૂનાગમાં રોપ-વે બનતા અને સાસણમાં સિંહના મહત્વના કારણે જૂનાગઢ આંતર રાષ્ટ્રીય મથક બની ગયેલ છે. ઉપરકોટમાં પણ 60 કરોડના ખર્ચે રીનોવેશન થયેલ છે દેશ વિદેશથી સહેલાણીઓ અહી આવે છે પરંતુ જૂનાગઢ કોર્પોરેશનનું તંત્ર સાવ ખાડે ગયેલ છે. આથી સંસ્થાકીય પાંખેથી આ બાબતે પગલા લેવા માટે ભારતીય જનતા પાર્ટીના ગુજરાતના પ્રમુખ શ્રી તરીકે આપશ્રીને આ પત્ર લખેલ છે. આપશ્રી જૂનાગઢની મુલાકાતે આવો ત્યારે આ માટે અમારી સમિતિને સમય ફાળવવા વિનંતી છે. જૂનાગઢમાં ભયંકર લોકજુવાળ કોર્પોરેશન વિરૂઘ્ધ થઇ ગયેલ છે.
સ્વચ્છતામાં 107મું નામ હોવા છતાં શહેરના હોદદારો તે લેવા માટે પ્લેનમાં જઇને લખલુર ખર્ચ કરેલ છે. હિત રક્ષક સમિતીએ પ્રદેશ અઘ્યક્ષ સી.આર.પાટીલને વધુ જણાવ્યુ હતુ કે, લોકસભા બાદ જૂનાગઢ કોર્પોરેશનની ચૂંટણી આવશે જેમાં હિત રક્ષક સમિતીના કોઇપણ સભ્ય ચૂંટણીમાં ભાગ લેવાના નથી. જે રીતે દેશભરમાં માહોલ છે તે રીતે ફરીવાર કોર્પોરેશનમાં ભાજપનું રાજ આવશે તે નક્કી છે. કારણ કે સામે કોઇ વિકલ્પ નથી. પરંતુ કોર્પોરેશનની ચૂંટણીમાં નો રિપીટ થિયરી અપનાવી દરેક વોર્ડમાં ભાજપના સારા સભ્યો જેમાં ડોકટર, વકીલ, સમાજ સેવકો અને શહેરનું હિત જેમને હૈયે હોય તેવા લોકોને ટિકીટ આપીને નવી પ્રણાલી પાડો તેવી માંગ કરી હતી. વધુમાં પ્રદેશ અઘ્યક્ષ જૂનાગઢ પધારે ત્યારે હિત રક્ષક સમિતીને ટાઇમ ફાળવવા નમ્ર વિનંતી કરી છે.