કોવિડનાં નવા વેરિઅન્ટથી વધશે કોરોના સંક્રમણ!
ગુજરાત સહિતનાં રાજ્યોમાં કેસો મળ્યા!
ભારતમાં કોરોનાના નવા કેસોમાં ઘટાડો થતાં કોવિડ -19 ના એક નવા વેરિઅન્ટે દેશમાં દસ્તક દઇ દીધી છે અને તે પહેલાં કરતા વધુ સંક્રમિત હોવાનું મનાય છે. કોરોનાનો નવો વેરિઅન્ટ ડેલ્ટા અને ઓમિક્રોન વેરિઅન્ટથી આ વેરિઅન્ટ બનેલો છે કે જેને ડેલ્ટાક્રોન નામ આપવામાં આવ્યું છે. ડેલ્ટા અને ઓમિક્રોનથી બનેલી ડેલ્ટાક્રોન ભારતમાં પણ દસ્તક આપી ચુકી છે અને ઘણા રાજ્યોમાં તેના કેસ નોંધાયા છે, જેની તપાસ ચાલી રહી છે.
નિષ્ણાંતોના મતે, તે એક સુપર-મ્યુટેંટ વાયરસ છે કે જેનું વૈજ્ઞાનિક નામ BA.1 + B.1.617.2 છે. નિષ્ણાંતોએ જણાવ્યું કે, ડેલ્ટાક્રોન એ ડેલ્ટા અને ઓમિક્રોનનો બનેલો હાઇબ્રિડ સ્ટ્રેન છે કે જેને સૌ પહેલાં સાયપ્રસના સંશોધકો દ્વારા ગયા મહિને શોધવામાં આવ્યો હતો. તે સમયે વૈજ્ઞાનિકોએ તેને લેબમાં થયેલી એક ટેક્નિકલ ભૂલ ગણાવી હતી. પરંતુ હવે બ્રિટનમાં તેનાં કેસ સામે આવી રહ્યાં છે. ડેલ્ટાક્રોન એ કોરોના વાયરસનો એક હાઇબ્રિડ વેરિઅન્ટ છે કે જેમાં ડેલ્ટા અને ઓમિક્રોન વેરિઅન્ટનો સમાવેશ થાય છે. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે, ડેલ્ટા અને ઓમિક્રોનથી બનેલો નવો વાયરસ કેટલો ખતરનાક છે તે અંગે ઘણા અભ્યાસ ચાલી રહ્યાં છે. અહેવાલો અનુસાર, આ વાયરસનો પ્રકોપ જાન્યુઆરી 2022માં ફ્રાન્સમાં શરૂ થયો હતો અને ત્યાં પ્રથમ કેસ નોંધાયો હતો. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (ઠઇંઘ)નું કહેવું છે કે, ઓમિક્રોન અને ડેલ્ટાનો રિકોમ્બિનન્ટ વાયરસ ફેલાઈ રહ્યો છે.
- Advertisement -
દેશમાં ડેલ્ટાક્રોનનું હોટપોસ્ટ કર્ણાટક!
મહત્વનું છે કે, એક અહેવાલ અનુસાર, ભારતના કોવિડ જીનોમિક્સ કંસોર્સિયમ (INSACOG) અને GSAIDએ સંકેત આપ્યો છે કે, દેશમાં 568 કેસો તપાસ હેઠળ છે. રિપોર્ટ અનુસાર, હોટસ્પોટ બનેલા કર્ણાટકમાં 221 કેસમાં ડેલ્ટાક્રોન વેરિઅન્ટના સંકેત મળ્યાં છે. ત્યાર બાદ તમિલનાડુમાં 90, મહારાષ્ટ્રમાં 66, ગુજરાતમાં 33, પશ્ચિમ બંગાળમાં 32 અને તેલંગાણામાં 25 તો નવી દિલ્હીમાં 20 કેસ તપાસ હેઠળ છે.
જાણો શું છે ડેલ્ટાક્રોનનાં લક્ષણો?
- માથાનો દુ:ખાવો થવો
- ખૂબ તાવ આવવો અને ત્યાર બાદ પરસેવો થવો અથવા તો ઠંડી લાગવી
- ગળું સુકાવું
- સતત ઉધરસ
- શરીરમાં થાક અથવા ઉર્જાનો અભાવ
- ગંધ ન આવવી અથવા તો સ્વાદ ગુમાવવો