કેજરીવાલ સરકારને મીટિંગો નહીં, નકકર કામગીરી કરવા ઉચ્ચ ન્યાયાલયની આકરી ટકોરખાસ-ખબર સંવાદદાતા
પાટનગર દિલ્હી તથા આસપાસના વિસ્તારોમાં વધી રહેલા પ્રદુષણના મુદે આજે ફરી એક વખત સુપ્રીમ કોર્ટે કેન્દ્ર તથા દિલ્હી સરકારને આકરા શબ્દોમાં ઝાટકતા કહ્યું કે તમે ફકત બેઠક કરોમાં નકકર પરિણામ લાવવા માટેના અને પ્રદુષણ ઘટાડવાના ઉપાયો સૂચવો તે જરૂરી છે. બે દિવસ પુર્વે સર્વોચ્ચ અદાલતે બંને સરકારોને દિલ્હીના પ્રદુષણ મુદે તેમનો એકશન પ્લાન રજુ કરવા જણાવ્યું હતું તે બાદ આજે સર્વોચ્ચ અદાલતે તેના પર સુનાવણી કરી હતી જેમાં હવે ચોકકસ આદેશ આવશે.
સુપ્રીમ કોર્ટમાં કેન્દ્ર સરકારે વર્ક ફ્રોમ હોમ ના ઉપાયને સ્વીકાર્યો ન હતો અને તેના બદલે જણાવ્યું હતું કે કર્મચારી જે અલગ અલગ વાહનોમાં ઓફીસ પર જાય છે તેના બદલે કાર પુલીંગ જેવી સુવિધા પર એડવાઈઝરી જાહેર કરી શકે છે. સુપ્રીમ કોર્ટે આજે અત્યંત આકરા મિજાજમાં હતી અને કહ્યું હતું કે અમોએ પ્રતિબંધ મુકયો હોવા છતાં દિવાળીમાં તેટલા જ ફટાકડા ફૂટ્યા હતા.
- Advertisement -



