દિલ્હીના કેબીનેટ મંત્રી આતીષીને વિદેશ યાત્રા પર જવા માટે કેન્દ્ર સરકારે મંજુરી ન આપતા હવે તેણે દિલ્હી હાઈકોર્ટમાં અરજી કરી છે. આતીષી બ્રિટનનો પ્રવાસ કરવા માંગે છે તેને કેમ્બ્રીજ યુનિ.માં ગેસ્ટ સ્પીકર તરીકે આમંત્રણ અપાયું છે અને તેઓ 15 જૂનના રોજ યોજાનારા ઈન્ડીયાઽ100 ટોવર્ડઝ બીઈંગ એ ગ્લોબલ લીડર પર તેમણે જે સંમેલન યોજાયુ છે
તેમાં પણ ભાગ લેવા માટે આમંત્રણ મળ્યું છે અને તેણે આ માટે વિદેશ પ્રવાસ કરવા કેન્દ્ર સરકાર પાસે મંજુરી માંગી હતી. કોઈપણ રાજયના મુખ્યમંત્રી કે મંત્રીઓને વિદેશ પ્રવાસ માટે કેન્દ્રની મંજુરી જરૂરી રહે છે.
- Advertisement -
પરંતુ કેન્દ્ર સરકારે આતીષીને તે મંજુરી ન આપતા તેણે હવે દિલ્હી હાઈકોર્ટમાં અરજી કરી છે અને કહ્યું છે કે તેની સામે કોઈ ક્રીમીનલ સહિતના કેસ પેન્ડીંગ નથી તે દિલ્હી સરકારના મંત્રી છે અને તેને કેમ્બ્રીજ યુનિ.નું સતાવાર આમંત્રણ મળ્યું છે તેથી તેઓ જવા માંગે છે. કેન્દ્રની મંજુરી ન મળતા તેના વિઝા સહિતની પ્રક્રિયા અટકી પડી છે.