દીપિકા પાદુકોણ અને રણવીર સિંહ માતા-પિતા બનવા જઈ રહ્યા છે. સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરીને કપલે ફેંસને આ ખુશખબરી આપી છે.
ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર જાહેર કરી ડિલિવરી ડેટ
દીપિકાએ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ડિલિવરી ડેટ જાહેર કરી છે. તેમણે પ્રેગ્નેન્સી અનાઉન્સ કરતા લખ્યું કે બેબી સપ્ટેમ્બર 2024માં આવશે. દીપિકાની આ પોસ્ટને અમુક જ મિનિટોમાં લાખો વ્યૂઝ અને કમેન્ટ્સ મળી ચુક્યા છે. સેલેબ્સ પણ તેમને શુભકામનાઓ પાઠવી રહ્યા છે.
- Advertisement -
View this post on Instagram
- Advertisement -
સેલેબ્સ આપી રહ્યા છે શુભકામનાઓ
દીપિકાએ પ્રેગ્નેન્સી કંફર્મેશન પોસ્ટમાં ફોલ્ડિંગ હેડ અને ઈવિલ આઈ ઈમોજી બનાવ્યું છે. મનીષ મલ્હોત્રા, મેઘા શંકર, અંગદ બેદી, મિયાંગ ચેંગ, કુબ્રા સેત, મસાબા ગુપ્તા જેવા તમામ સ્ટાર્સે કપલને બેથી ત્રણ થવા બદલ શુભકામનાઓ પાઠવી છે. 38 વર્ષની દીપિકા પહેલા બાળકને જન્મ આપશે.