શાહનામા
– નરેશ શાહ
આ પાણી તો ખૂબ ખરાબ છે.
કુવામાંથી ભરેલાં પાણીને સુંધ્યાં બાદ તેમાં આંગળી ઝબોળીને ચાખ્યાં પછી પ્રેમાબાઈનું આ રિએકશન હતું. ગંદા પાણીનો કકળાટ ફેલાઈ એ પહેલાં ભોપાલની એ ઉડિયા બસ્તીમાં સમાચાર આવ્યાં કે નજીકના તળાવમાંથી પાણી પીનારી પાંચ-છ ગાયો મરેલી પડી છે, એટલું જ નહીં તેનું માંસ ખાનારાં કાગડા અને ગિધડાં પણ ત્યાં મરેલાં પડયા છે… અને ભોપાલની યુનિયન કાર્બાઈડ કંપનીએ ઉડિયા બસ્તીના ત્રણસો-ચારસો લોકોનું ટોળું પહોંચીને સુત્રોચ્ચાર કરવા લાગ્યું.
ના. તમે જો અમે વિચારતા હો કે આ ઘટના 1984ની છે તો તમારી ભૂલ છે. આ ઘટના 1976ની છે અને ત્યારે કંપની તરફથી ગાય ગુમાવનારાં દરેકને ગાયની દશ ગણી કિંમત (પાંચ હજાર રૂપિયા) ચૂક્વવામાં આવી હતી. કાશ, આ રીતે અસરગ્રસ્તોનું મોઢું બંધ દેવામાં ન આવ્યું હોત તો શક્ય છે કે, બીજી ડિસેમ્બર, 1984ની મોડી રાતે ભોપાલને ભરખી ગયેલી અને ત્યાર પછી થયેલી તમામ જીવલેણ દુર્ઘટનાઓ પ્રમાણમાં નજીવી લાગે તેવી હૃદય વિદારક કરૂણ ઘટના કદાચ, બની જ ન હોત. કઈ ઘટના ? માનવીય બેદરકારી અને કોર્પોરેટ કલ્ચરની વિકૃતિમાંથી જન્મેલી એ ઘટના કે જેમાં બીજી ડિસેમ્બરની રાતે જ પાંચ હજાર બસ્સો પંચાણું મોત તત્કાળ થઈ ગયા હતા અને તેની અસર રૂપે પછીના વરસોમાં દશ હજાર સુડતાલીસ લોકો ગુજરી ગયા. સાડત્રીસ હજાર આજીવન અપંગ બની ગયા અને કોણ જાણે કેટલાં હજાર બાળકો એ પછી જન્મજાતિ વિકૃતિ સાથે જન્મ્યાં.
- Advertisement -
આમ જુઓ તો આ હબકાવી દેનારી દુઘર્ટના (કે અકસ્માત ?)ને હવે સાડત્રીસ વરસ થશે પણ વિટંબણા ગણો કે કરુણતા કહો, એ છે કે તેને લગતો ચૂકાદો આવતાં પચ્ચીસ વરસ થયા હતા. તેના પર ફિલ્મો પણ બની. પુસ્તકો પણ લખાયાં. એક પુસ્તક તો ભાસ્કર ગ્રુપના જ પત્રકાર વિજય મનોહર વિતારીએ પણ લખ્યું, જેનું નામ સૂચક છે : આધી રાત કા સચ.
એ રાતે શું બનવાનું છે ભોપાલમાં તેની કોઈને ખબર નહોતી અને શું બની ગયું, તેની ગતાગમ સોળ હજાર જેટલાં નિર્દોષ લોકોને ક્યારેય થવાની જ નહોતી કારણકે તેઓ કશું સમજે કે કશોક બચાવ માટે કરી શકે એ પહેલાં જ મૌતની આગોશમાં ચાલ્યા ગયા હતા. યુનિયન કાર્બાઈડ નામનો દૈત્ય તેમને ભરખી ગયો. આ એક અમેરિકન કંપની છે, યુનિયન કાર્બાઈડ કોર્પોરેશન તરીકે 1934માં તેનો જન્મ થયો. સાઈઠના દશકામાં અંતમાં તેણે સેવિન નામની જંતુનાશક દવા બનાવેલી કે જેનો ઉપયોગ ખેતીમાં ઉગતાં પાકને લાગતી જીવાતના નાશક તરીકે થવાનો હતો. સેવિન જંતુનાશકનો પ્રચાર એવી રીતે કરવામાં આવ્યો હતો કે જાણે તેની શોધ અવતાર તરીકે થઈ છે.. પૃથ્વી પર (વાંચો, ખેતીપ્રધાન દેશો)ના કિશાનો માટે જાણે અલ્લાીનનો જાદુઈ ચિરાગ હોય તેમ પ્રમોટ થયેલી આ જંતુનાશક દવાના માલિકો-પ્રમોટરોનું લક્ષ્ા સ્વાભાવિક છે કે ભારત જેવા (એ વખતના અવિક્સીત) દેશો હોય. સેવિનનું ઉત્પાદન ભારતમાં શરૂ કરવામાં આવ્યું ત્યારે યુનિયન કાર્બાઈડ કોર્પોરેશનના ટેકનિકલ સલાહકારોએ કંપનીને ચેતવી હતી કે, સેવિન બનાવવા માટે જરૂરી એવી સુરક્ષ્ાા અને ચોક્કસાઈ અવિકસિત કે પછાત દેશોમાં નહીં જળવાય તો જોવા જેવી થશે. જોકે તેમને ગંભીરતાથી લેવામાં આવ્યા નહીં અને…
ખુદ અમેરિકામાં સેવિન અને યુનિયન કાર્બાઈડ કોર્પોરેશન આંખે ચઢેલી હતી તે ભારત અને ભોપાલમાં(1970માં) આવી ગઈ. અહીં તેનું નામ યુનિયન કાર્બાઈડ ઈન્ડિયા લિમિટેડ હતું કારણ કે (પ1 ટકા શેર કંપનીના અને) 49 ટકા હિસ્સેદારી ભારતીય ઈન્વેસ્ટરોની હતી. આ યાદીમાં ખુદ એક નામ ખુદ ગબ્બરનું એટલે કે ભારત સરકારનું પણ હતું.
યુનિયન કાર્બાઈડે ડિઝાઈન કરેલું(કહો કે બનાવેલું) સેવિન નામનું જંતુનાશક એક ષ્ટિથી વ્યાજબી લાગે કારણકે એ ખેતીના પાકને નુકશાન કરતી નાની-મોટી સેંકડો જીવાતોને મારી નાખવા માટે સક્ષ્ામ હતું પણ તેની બનાવટ દરમિયાન પ્રોસેસમાં વપરાતા અને આડપેદાશ તરીકે જન્મતાં ફોસજીન, હાઈડ્રોજનાઈડ એસિડ, એમોનિયા, મિથાઈલ આઈસો સાઈનેટ જેવા કેમિકલ અને ગેસ આસપાસના પર્યાવરણનું ધનોતપનોત કાઢી (શકે અને) નાખે એવા ખૂંખાર જાનવર જેવા હતા. ભોપાલને તો 1976માં તેનો એક પરચો મળી ગયો હતો. યુનિયન કાર્બાઈડની બાજુમાં આવેલી મજૂરો, વર્કરોની ઉડિયા બસ્તી પાસેના કુવા અને તળાવના પાણી બગડી ગયાનો પરચો મળી ગયો હતો. 1976ની એ ઘટના પછી કંપનીએ તપાસ કરાવી તો ખબર પડી કે પાણીમાં કલોરોફોર્મ, કાર્બન ટ્રેટ્રાકલોરાઈડ અને બેંજીનનું પ્રમાણ જાન લેવા સાબિત થાય એવું હતું. એ રિપોર્ટ ખાનગી રખાયો અને કશા જ પગલાં લેવામાં આવ્યા નહીં.
1984 સુધીમાં માત્ર એટલું પરિવર્તન આવ્યું કે બીજા જંતુનાશકો શોધાયા, કંપનીઓ બની, હરિફાઈ વધી અને સેવિનનો દબદબો ઘટી ગયો અને અમેરિકન યુનિયન કાર્બાઈડનો ભારતીય યુનિયન કાર્બાઈડમાંથી રસ ઘટી ગયો. 1984માં કંપનીએ કરક્સરના ભાગરૂપે અમુક યુનિટ બંધ ર્ક્યા, સ્ટાફ ઘટાડયો અને કરક્સરના પગલાં શરૂ ર્ક્યા એટલે સુરક્ષ્ાાના સયંત્રો બાબતે પણ હોતી હૈ, ચલતી હૈ નો અભિગમ ચાલ્યો.
- Advertisement -
જૂની મશીનરી અને અધકચરી ચાલતી સુરક્ષ્ાા પ્રણાલીએ બીજી ડિસેમ્બર, 1984ની રાતે તેનો પરચો દેખાડી દીધો. સામાન્ય રીતે જોખમી કેમિકલની ટાંકીઓ અડધી ભરેલી રાખવાની હોય (કે જેથી કોઈ રિએકશન કે વિકૃતિ વખતે તેનું શમન કરવાના કે મેળવણ કરવાની જગ્યા રહે ) પણ એ રાતે કંપનીની ત્રણ ટાંકીમાં 63 ટન જેટલો મિથાઈલ આઈસોસાઈટનો જથ્થો પડયો હતો. એન્ડુઆર્ડો મ્યૂનોજ નામના જર્મન રસાયણ શાસ્ત્રીના મતે , આ તો ફેકટરી વચ્ચે રાખેલો પરમાણુ બોમ્બ જ હતો.
મિથાઈલ આઈસોસાઈનેટને માઈનસ ઝીરો ડીગ્રી પર રાખવો પડે અને તેમાં કશુંય ભળે તો એ ઝેરીલો ગેસ બનાવીને વિનાશ જ વેરી દે. એ રાતે જૂની પાઈપને સાફ કરવા માટે પાણીનો મારો ચાલુ રખાયેલો પણ એ પાણી, પાઈપનો ક્ષ્ાાર તેમજ બીજો કચરો તેમાં ભળી ગયા અને… દૈત્ય જેવા કાળા વાદળનો ગેસ છૂટયો કે જેણે હજારો જિંદગી તબાહ કરી નાખી અને પચ્ચીસ વરસ પછી ભારતીય કોર્ટે બારમાંથી આઠ આરોપીને દોષી માનીને બે-બે વરસની સજા ઉપરાંત એક-એક લાખનો દંડ ર્ક્યો. યુનિયન કાર્બાઈડને પાંચ લાખનો દંડ ર્ક્યો. સાત આરોપીને એક વરસની સજા પ્લસ હજાર રૂપિયાનો દંડ ર્ક્યો અને જવા દો, એટલું જાણી લો કે તમામ આરોપીઓને ત્યારે જ પચ્ચીસ હજાર રૂપિયાના જામીન પર છોડી દેવામાં આવ્યા હતા.