હેવમોર આઈસ્ક્રીમ ખાઓ છો તો આ સમાચાર તમારા માટે છે…
અમદાવાદ કોર્પોરેશને આઇસ્ક્રીમ પાર્લરને સીલ કર્યું
ખાસ-ખબર ન્યૂઝ અમદાવાદ
- Advertisement -
ગુજરાતભરમાં જાણીતી અને જેની આઈસ્ક્રીમ ખાવા માટે લોકો પડાપડી કરતા હોય છે તેવી હેવમોર કંપનીના કોનમાંથી ગરોળી નીકળી છે. અમદાવાદના મણિનગરમાં એક ગ્રાહકે આઈસ્ક્રીમ કોન મંગાવ્યો હતો. મણિનગરમાં આવેલા આઉટલેટમાંથી આ કોન મંગાવ્યો હતો. પરંતુ જ્યારે કોન ખાવાનું શરૂ કર્યું તો ગ્રાહકના હોશ ઉડી ગયા હતા.
મણિનગરના એક ગ્રાહકે આરોપ લગાવ્યો હતો કે તેણીને આ સ્ટોરમાંથી ખરીદેલા હેવમોર આઈસ્ક્રીમ કોનમાં મૃત ગરોળી મળી આવી હતી, જેના કારણે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (અખઈ) એ આજે શહેરના મણિનગર વિસ્તારમાં મહાલક્ષ્મી કોર્નરને સીલ કરી દીધું.
મહિલાએ દાવો કર્યો હતો કે આઈસ્ક્રીમ ખાતી વખતે તેણીને મોંમાં કંઈક અસામાન્ય લાગ્યું. જ્યારે તેણીએ તપાસ કરી, ત્યારે તેણીના હાથમાં મૃત ગરોળી જોઈને તે ચોંકી ગઈ. તેણીને ઉલટી થવા લાગી અને તેની તબિયત વધુ ખરાબ થતાં તેને હોસ્પિટલમાં લઈ જવામાં આવી.
દરમિયાન, અખઈની ફૂડ વિભાગની ટીમે આઈસ્ક્રીમ પાર્લરનું નિરીક્ષણ કર્યું અને પાર્લર કોઈપણ લાઇસન્સ અને નોંધણી વિના ચાલતું હોવાનું જણાતાં તેને સીલ કરી દીધું. નાગરિક સંસ્થાની ટીમ નરોડામાં હેવમોર ઉત્પાદન એકમનું પણ નિરીક્ષણ કરવા જઈ રહી છે. આઈસ્ક્રીમ કોનમાંથી ગરોળી નીકળી હતી. આ ઘટનાનો વીડિયો વાયરલ થયા બાદ અમદાવાદ પાલિકાનું ફૂડ વિભાગ હરકતમાં આવ્યું હતું. જે આઉટલેટમાંથી કોન ખરીદ્યો હતો તેને સીલ કરવામાં આવ્યું છે. આ સાથે જે કંપનીના આઈસ્ક્રીમ કોનમાંથી ગરોળી નીકળી તેનું નામ હેવમોર છે. એએમસીએ નરોડા સ્થિત કંપનીની ફેક્ટરીમાં તપાસ શરૂ કરી છે.