ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.31
સમગ્ર ગુજરાત રાજ્યભરમાં રહેતા ચુંવાળીયા, તળપદા, ઘેડીયા, દિવેચા સમસ્ત કોળી સમાજના ઉચ્ચ અભ્યાસ કરતા એજ્યુકેશન ફેમીલીના યુવક-યુવતીઓ માટે કોળી શક્તિ યુવક મંડળ અમરેલી તથા જય વેલનાથ જય માંધાતા ટ્રસ્ટ રાજકોટના સંયુક્ત ઉપક્રમે રાજકોટ ખાતે તા. 9-6-2024 રવિવારે સમય સવારે 8-00 કલાકથી 2-00 વાગ્યા સુધી સ્થળ પંડિત દિનદયાલ ઉપાધ્યાય કોમ્યુનિટી હોલ, યુનિટ-1, સેટેલાઈટ ચોક, પેડક રોડ રાજકોટ મુકામે યોજાશે. સંસ્થા પાસે 1199 યુવક-યુવતી ઉમેદવારના બાયોડેટા રજિસ્ટર છે.₹આ આયોજનને સફળ બનાવવા માટે કોળી શક્તિ યુવક મંડળ પ્રમુખ રમેશભાઈ ગોહિલ અમરેલી અને જય વેલનાથ જય માંધાતા ટ્રસ્ટ પ્રમુખ દેવાંગભાઈ કુકાવા, મહામંત્રી કલ્પેશભાઈ બાવરીયા, શૈલેષભાઈ માલમ, હકાભાઈ સોરાણી, અરૂણાબેન મગવાનીયા તેમજ ટ્રસ્ટના સર્વે હોદ્દેદારો- સભ્યો જહેમત ઉઠાવી રહ્યા છે.
- Advertisement -
સમસ્ત કોળી સમાજના લગ્નોત્સુક યુવકો 12થી વધારે અભ્યાસ કરેલ, યુવતીઓ 10થી વધારે અભ્યાસ કરેલ આ પસંદગી મેળામાં ફોર્મ ભરી ભાગ લઈ શકશે. નવા ઉમેદવારે અગાઉથી ફોર્મ ભરવાના રહેશે. અગાઉ યોજાયેલા પસંદગી મેળાના ઉમેદવારોએ ફોર્મ ભરવાના નથી તે ઉમેદવારોએ સવારે 9-30 કલાકે હાજર રહેવાનું રહેશે. બહારગામના નવા ઉમેદવારે ફોર્મ ભરવા માટે સવારે 8-30 કલાકે હાજર રહેવું પડશે. ઓનલાઈન પણ ફોર્મ રજિસ્ટ્રેશન કરાવી શકાશે. આ પરિચય મેળામાં જે ઉમેદવાર ભાગ લેવા માગતા હોય તો અન્ય માહિતી માટે રમેશભાઈ ગોહિલ મો. 9374734820, કલ્પેશભાઈ બાવરીયા મો. 7984594424 ઉપર સંપર્ક કરવો તેમ કોળી શક્તિ યુવક મંડળ અને જય વેલનાથ જય માંધાતા ટ્રસ્ટની સંયુક્ત યાદીમાં જણાવાયું છે.