પાલિકા તંત્રે રૂ. 8.60 કરોડની ગ્રાન્ટ માંગી
ખાસ-ખબર ન્યૂઝ પોરબંદર
પોરબંદરમાં તાજેતરમાં પડી ગયેલા ભારે વરસાદના કારણે શહેરના રસ્તાઓ પર ભારે નુકસાન થયું છે. અંદાજિત 45 કિમી જેટલા રોડ પર ગાબડા પડી ગયા છે. પાણી અને ખાડા ભરાયાં હોવાથી વાહનચાલકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. આ સ્થિતિને સુધારવા માટે પોરબંદર પાલિકા તંત્રે સરકાર સમક્ષ રૂ. 8.60 કરોડની ગ્રાન્ટ ફાળવવા દરખાસ્ત મોકલી છે.પાલિકાના એન્જિનિયર અજય બારિયાના જણાવ્યા મુજબ, શહેરના વિવિધ વિસ્તારોમાં પડેલા ગાબડાઓને ટાંકી મેટલ નાખવાની કામગીરી કરવામાં આવી હતી, પરંતુ સતત પડેલા વરસાદને કારણે મેટલ ફરી ઉખડી ગયું.
- Advertisement -
આ રોડની સંભાળ રાખવા અને સમારકામ કરવા માટે વિશેષ પ્રયાસોની જરૂર છે. નુકસાનગ્રસ્ત વિસ્તારોમાં છાંયા મુખ્ય રોડ, કડિયાપ્લેટ, કુંભારવાડા, એસવીપી રોડ અને એમજી રોડ, નરસંગ ટેકરી થી બોખીરા સુધીના રોડ નો સમાવેશ થાય છે. આ તમામ રોડ પર નાના-મોટા ગાબડાઓ પડતા સ્થાનિક લોકોની હાલત કફોડી બની છે. પાલિકા દ્વારા બજેટ મળી રહેતાની સાથે જ રોડ સમારકામ શરૂ કરવામાં આવશે.