દાદા સાહેબ ફાળકે ઈન્ટરનેશનલ ફિલ્મ ઍવોર્ડમાં બોલિવૂડની અનેક હસ્તીઓ છવાઈ ગઈ છે ત્યારે ધ કાશ્મીર ફાઇલ્સને બેસ્ટ ફિલ્મનો ઍવોર્ડ આપવામાં આવ્યો છે.
RRR અને ધ કાશ્મીર ફાઇલ્સની બોલબાલા
દાદા સાહેબ ફાળકે ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં SS રાજામૌલીની RRRને ફિલ્મ ઑફ ધ યર ઍવોર્ડ આપવામાં આવ્યો છે જ્યારે ધ કાશ્મીર ફાઇલ્સને મળ્યો છે બેસ્ટ ફિલ્મનો ઍવોર્ડ. ઍવોર્ડ મળતાની સાથે જ વિવેક અગ્નિહોત્રી અને અનુપમ ખેર ખૂબ જ ખુશ દેખાયા હતા અને સોશ્યલ મીડિયામાં તેના ફોટોઝ અને વીડિયોઝ પણ શેર કર્યા છે. સોમવારે સાંજે ઍવોર્ડ આપવા માટેની સેરેમની રાખવામાં આવી હતી.
- Advertisement -
Thank you #DadaSahebPhalkeFilmFestival for honouring me with the #MostVersatileActor of the year award for #TheKashmirFiles #Kartikeya2 & #Uunchai. I dedicate this award to my audiences! Will continue to dream & work hard. Proud that #TheKashmirFiles got the #BestFilmAward.👏💪😍 pic.twitter.com/4M20gpeUAN
— Anupam Kher (@AnupamPKher) February 21, 2023
- Advertisement -
પતિ-પત્નીને મળ્યો ઍવોર્ડ
નોંધનીય છે કે આ સિવાય આલિયા ભટ્ટને શ્રેષ્ઠ અભિનેત્રીનો ઍવોર્ડ આપવામાં આવ્યો છે, ગગુંબાઈ કાઠિયાવાડીમાં આલિયાનું કામ જોઈને આ ઍવોર્ડ આપવામાં આવ્યો છે, આ સાથે જ આલિયાના પતિ રણબીર કપૂરને બ્રહ્માસ્ત્ર મૂવી માટે બેસ્ટ એક્ટરનો ઍવોર્ડ આપવામાં આવ્યો છે. સાઉથ ઈન્ડિયાની જોરદાર ફિલ્મ કાંતારાના અભિનેતા ઋષભ શેટ્ટીને બેસ્ટ પ્રોમિસિંગ એક્ટરનો ઍવોર્ડ આપવામાં આવ્યો.
કોણ- કોણ મારી ગયું મેદાન?
અન્ય ઍવોર્ડની વાત કરીએ તો મનીષ પોલને બેસ્ટ સપોર્ટિંગ એક્ટર જ્યારે નીતિ મોહનને બેસ્ટ પ્લેબેક સિંગરનો ઍવોર્ડ મળ્યો છે. મોસ્ટ વર્સેટાઈલ એક્ટરના ઍવોર્ડમાં અનુપમ ખેરે બાજી મારી છે જ્યારે અનુપમાને બેસ્ટ ટેલિવિઝન સીરિઝનો ઍવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે. વરુણ ધવન અને વિદ્યા બાલનને પણ ઍવોર્ડ મળ્યા છે, જુઓ આખું લિસ્ટ.
ANNOUNCEMENT:#TheKashmirFiles wins the ‘Best Film’ award at #DadaSahebPhalkeAwards2023.
“This award is dedicated to all the victims of terrorism and to all the people of India for your blessings.” pic.twitter.com/MdwikOiL44
— Vivek Ranjan Agnihotri (@vivekagnihotri) February 21, 2023
બેસ્ટ ફિલ્મ કાશ્મીર ફાઇલ્સ
ફિલ્મ ઑફ ધ યર RRR
બેસ્ટ એક્ટર રણબીર કપૂર
બેસ્ટ એક્ટ્રેસ આલિયા ભટ્ટ
ક્રિટિક્સ બેસ્ટ એક્ટર વરુણ ધવન
ક્રિટિક્સ શ્રેષ્ઠ અભિનેત્રી વિદ્યા બાલન (જલસા)
શ્રેષ્ઠ દિગ્દર્શક આર બાલ્કી (શાંત)
શ્રેષ્ઠ સિનેમેટોગ્રાફર પીએસ વિનોદ (વિક્રમ વેધ)
શ્રેષ્ઠ અભિનેતા સહાયક ભૂમિકા મનીષ પોલ (જુગ જુગ જિયો)
શ્રેષ્ઠ પ્લે બેક સિંગર મેલ સંચેત ટંડન (જર્સી- મૈયા મૈનુ)
બેસ્ટ પ્લે બેક સિંગર ફિમેલ નીતિ મોહન (ગંગુબાઈ કાઠિયાવાડી – મેરી જાન)
શ્રેષ્ઠ વેબ સિરીઝ રુદ્ર (હિન્દી)
સૌથી બહુમુખી અભિનેતા અનુપમ ખેર (કાશ્મીર ફાઇલ્સ)
વર્ષની ટેલિવિઝન શ્રેણી અનુપમા
ટેલિવિઝન શ્રેણીમાં શ્રેષ્ઠ અભિનેત્રી તેજસ્વી પ્રકાશ (નાગિન)
ફિલ્મ ઉદ્યોગમાં અભૂતપૂર્વ યોગદાન રેખા