ખાસ-ખબર સંવાદદાતા
મોરબી જીલ્લા પોલીસ વડા રાહુલ ત્રિપાઠી અને હળવદ પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ પીઆઈ ડી એમ ઢોલે સાઈબર ક્રાઈમ અવેરનેસ અને ટ્રાફિક અવેરનેસ સંદર્ભે વિદ્યાર્થીઓમાં જાગૃતિ લાવવા માટે મંગલમ વિદ્યાલયની મુલાકાત લીધી હતી જેમાં આજના ટેક્નોલોજી યુગમાં બનતા સાયબર ક્રાઈમ, મોબાઈલ, કોમ્પ્યુટર દ્વારા ઈન્ટરનેટના માધ્યમથી થતી છેતરપિંડી સામે રક્ષણ આપવા માટે ગુજરાત પોલીસનો સાઈબર ક્રાઈમ વિભાગ સજ્જ હોવાની માહિતી આપી હતી.
પ્રત્યેક નાગરીકને સાયબર ક્રાઈમ સુરક્ષા આપવા અને જાગૃત કરવા માટે એસપી રાહુલ ત્રિપાઠીએ વિદ્યાર્થીઓને સોશિયલ મીડિયા સંબંધિત ફ્રોડ, ઓનલાઈન ડેબિટકાર્ડ ફ્રોડ, જોબ ફ્રોડ, મેટ્રી મોનિયલ ફ્રોડ, લોન ફ્રોડ જેવા ફ્રોડથી બચવા અને સાવચેત રહેવા માટે જરૂરી માહિતીની જાણકારી આપી હતી જ્યારે મંગલમ વિદ્યાલયના બાળકોએ પણ આ બાબતે પોતાના પ્રશ્નો એસપી ત્રિપાઠી સમક્ષ રજૂ કર્યા હતા જે સંદર્ભે એસપી ત્રિપાઠીએ ખુબ જ ઉંડાણપૂર્વક જવાબો આપ્યા હતા ત્યારે મંગલમ વિદ્યાલયના બાળકોને જાગૃત કરવા માટે શાળા પરિવાર દ્વારા એસપી રાહુલ ત્રિપાઠી અને ગુજરાત સરકારનો આભાર માન્યો હતો અને સાથે જ હળવદ પોલીસ સ્ટેશનના કર્મચારીઓનો પણ આભાર માન્યો હતો.