આજે હૈદરાબાદમાં કોંગ્રેસ પાર્ટીની બેઠક યોજાઇ રહી છે. આ બેઠકમાં પાંચ રાજ્યોમાં વિધાનસભા ચુંટણીની રણનીતિને અંતિમ રૂપ આપવામાં આવશે. અધિકારીઓએ જણાવ્યું કે. ત્રણ દિવસીય મહત્વની બેઠકનો ઉદેશ્ય આગામી ચુંટણીને જોતા તેલંગાણામાં પાર્ટીના અભિયાનને મહત્વ આપવાનો છે. સીડબ્લ્યૂસી બેઠકની અધ્યક્ષતા કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે કરશે, બેઠકમાં સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી હાજર છે. કોંગ્રેસ મહાસચિવ કે સી વેણુગોપાલે વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે પાર્ટી ચુંટણી રાજ્ય મધ્યપ્રદેશ, રાજસ્થાન, છત્તીસગઢ, તેલંગાના અને મિઝોરમમાં સરકાર બનાવશે. આ જગ્યાઓ પર વર્ષના અંતમાં વિધાનસભા ચુંટણી યોજાશે.
તેલંગાના માટે 6 ગેરંટીની જાહેરાત થશે
હૈદરાબાદમાં આયોજીત પાર્ટીની બેઠકમાં ભારત જોડો યાત્રા-2ના આયોજનને લઇને પણ ચર્ચા કરવામાં આવી શકે છે. કોંગ્રેસ પાર્ટી હૈદરાબાદમાં એક મેગા રેલીનું આયોજન કરશે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા જયરામ રમેશએ કહ્યું કે, પાર્ટી તેલંગાણાના લોકો માટે 6 ગેરંટીની જાહેરત કરશે. તેમણે આશા છે કે, ચુંટણીમાં પાર્ટીના લોકો સ્પષ્ટ જનાદેશ મળશે. જયરામ રમેશએ સીડબ્લ્યૂસી બેઠકને ઐતિહાસિક બતાવતા કહ્યું કે, આ બેઠક તેલંગાણાની રાજનીતિને લઇને પરિવર્તનકારી સાબિત થશે.
- Advertisement -
#WATCH | Delhi: Congress MP Rahul Gandhi arrives at the AICC office to attend the Congress Working Committee meeting. pic.twitter.com/KRLfkfec4T
— ANI (@ANI) October 9, 2023
- Advertisement -
તેલંગાણાની ચુંટણીમાં ત્રીકોણીય જંગ જામશે
જયરામ રમેશે કહ્યું કે, ચંદ્રશેખર રાવને નેતૃત્વવાળી બીઆરએસ સરકાર પર હુમલો બોલતા કહ્યું કે, સાથે જ તેમણે મોદી સરકાર અને કેસીઆર સરકારને પણ એક સિક્કાની બે બાજૂ કહી હતી. તેમણે કહ્યું કે, બંન્નેની વચ્ચે કોઇ અંતર નથી. દિલ્હીમાં નરેન્દ્ર મોદી છે અને હૈદરાબાદમાં કેસીઆર છે. ઉલ્લેખનીય છે કે, તેલંગાણામાં બીજેપી અને સત્તામાં બીઆરએસ અને કોંગ્રેસની વચ્ચે ત્રીકોણીય જંગ જોવા મળી શકે છે.
#WATCH | Delhi: Congress president Mallikarjun Kharge arrives at the AICC office to attend the Congress Working Committee meeting. pic.twitter.com/WBbBD2pfLG
— ANI (@ANI) October 9, 2023
તેલંગાણા ચુંટણી 2024ના લોકસભા ચુંટણીથી પહેલા વિપક્ષી ગઠબંધન ઇન્ડિયાને લઇને એક અગ્નિપરિક્ષાની જેમ હશે. આનું એક કારણ છે કે કોંગ્રેસમાં હવે બેઠકનો દોર ચાલુ થઇ ગયો છે. પાર્ટીએ કોંગ્રેસ કાર્ય સમિતિને પુનર્ગઠન કરી છે. મલ્લિકાર્જુન ખડગેએ કોંગ્રેસ પ્રમુખ બનવાના 10 મહિના પછી કોંગ્રેસ કાર્યસમિતિનું ગઠન કર્યું હતું. જેમાં 39 નિયમિત સભ્યો, 32 સ્થાયી આમંત્રિત સભ્યો અને 13 વિશેષ આમંત્રિત સભ્યો છે.