ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢના ટીંબાવાડી વિસ્તારમાં આવેલ દરગાહ પાસે રહેતા સાદામ આરબભાઇ સુમરાનો એક ફોટો સોશિયલ મિડીયામાં તલવાર વડે કેક કટીંગ કરી લોકોમાં ભય ફેલાય તેવી પોસ્ટ વાઇરલ થતા સી-ડીવીઝન પોલીસે જાહેરનામાં ભંગ બદલ આરોપીને ઝડપી ધોરણસરની કાર્યવાહી કરી હતી. આ અંગે પોલીસ પ્રાપ્ત વિગત મુજબ ગત તા.17ના રોજ મોતીબાગ રોડ પર આવેલ ગુણાતીત સોસાયટીમાં રહેતા આરોપીના ભાઇના ઘરે સુન્નત સાદી પ્રસંગ હતો ત્યારે મોડી રાત્રે ખુલ્લી તલવાર સાથે કેક કાપી અન્ય માણસોની જીંદગી જોખમાઇ તેમજ ભયનો માહોલ ફેલાઇ તે રીતે તલવાર વડે કેક કાપવાનો ફોટો સોશિયલ મિડીયામાં વાયરલ થતા પોલીસે સાદાબ સુમરાને ઝડપી જાહેરનામાં ભંગ બદલ સી-ડીવીઝન પોલીસે ધોરણસરની કાર્યવાહી કરી હતી.
જૂનાગઢમાં તલવાર વડે કેક કાપવી મોંઘી પડી, એક ઇસમ ઝડપાયો
![](https://khaskhabarrajkot.com/wp-content/uploads/2024/02/જૂનાગઢમાં-તલવાર-થી-કેક-કપાવી-મોંઘી-પડી-એક-ઈસમની-ધરપકડ.jpg)