ચોટીલા પંથકમાં એક સાધુએ બીજ આપી કહ્યું હતું તું પૈસે વાલા હો જાયેગા : આજી ડેમ પોલીસનો સફળ દરોડો
4 કિલો ગાંજા સાથે રસુલપરાની યુવતી સહિત બેની ધરપકડ : ગોંડલ ચોકડીએ એસઓજીની કામગીરી
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટ આજીડેમ પોલીસે બાતમી આધારે અણીયારા ગામની સીમમાં ઘઉં અને તુવેરની વચ્ચે કરેલી ગાંજાની ખેતી ઝડપી લીધી છે પોલીસે 1.11 કરોડની કિંમતના 223 કિલો ગાંજાના 64 છોડ સાથે એક શખ્સની ધરપકડ કરવામાં આવી છે પોલીસની પ્રાથમિક પુછપરછમાં આરોપીને દેવું થઇ જતા છેલ્લા દોઢ વર્ષથી પોતે ગાંજાની ખેતી કરતો હોવાનું સામે આવ્યું છે ચોટીલામાં એક સાધુ મળ્યા હોય તેણે બીજ આપ્યા હતા જે વાવવાથી તું પૈસાવાળો થઇ જઈશ તેમ કહ્યું હતું આ ઉપરાંત એસઓજીએ ગોંડલ ચોકડી પાસે વોચ ગોઠવી રસુલપરાની યુવતી સહીત બેને ચાર કિલો ગાંજા સાથે ઝડપી લઇ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
રાજકોટ ડીસીપી ઝોન 1 હેતલ પટેલએ ઉપરોક્ત દરોડા અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, રાજકોટ શહેર આજીડેમ પોલીસ સ્ટેશનના પીઆઇ એ બી જાડેજા અને ટિમ પેટ્રોલિંગમાં હતી દરમિયાન સ્ટાફના દેવાભાઇ ધરજીયા અને સંજયરાજભાઈ બારોટને ચોક્કસ બાતમી મળી હતી કે અણીયારા ગામની સીમમાં ઢાંઢણી ગામ તરફ જતા કાચા રસ્તા પર નાથાભાઈ સિંધવની વાડીમાં આરોપી ચોટીલાના હનાભાઈ સવાભાઈ ગાબુ ઉ.48એ ગાંજાનું વાવેતર કર્યું છે. જેથી એએસઆઈ હારૂનભાઇ ચાનીયા, રવિભાઈ વાંક સહિતના સ્ટાફે તુરંત સ્ટાફે દરોડો પાડ્યો હતો પોલીસે વાડીમાં જડતી લેતા ઘઉં અને તુવેરની ખેતી વચ્ચે વાવેલો ગાંજાનો જથ્થો પકડી પાડ્યો હતો પોલીસે 1.11 કરોડ રૂપિયાની કિંમતના 223 કિલો વજનના 64 છોડ કબ્જે કર્યા હતા પોલીસની પ્રાથમિક પુછપરછમાં આરોપીએ પોતે દેવું થઇ જતા ગાંજાનું વાવેતર કર્યું હોવાની કબૂલાત આપી હતી તેમજ ચોટીલા પંથકના એક સાધુએ બીજ આપી તું પૈસાવાળો થઇ જઈશ તેમ કહ્યું હતું તે બીજનું વાવેતર કર્યા બાદ ગાંજો ઉગી નીકળ્યો હતો હાલ આરોપીને જેલહવાલે કરવામાં આવ્યો છે છેલ્લા દોઢ વર્ષથી 14 વીઘા જેટલી જગ્યામાં ગાંજાની ખેતી કરતો હોવાની કબૂલાત પોલીસ સમક્ષ આપી છે જો કે ખેતર માલિકની કોઈ ભૂમિકા છે કે કેમ તે દિશામાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
આ ઉપરાંત એસઓજી પીઆઇ એસ એમ જાડેજા અને ટિમ પેટ્રોલિંગમાં હતી ત્યારે એએસઆઈ ઇન્દ્રસિંહ જાડેજા અને દિગ્વિજયસિંહ ગોહિલને મળેલી બાતમી આધારે તા.14ના રોજ કોઠારીયા ચોકડીથી ગોંડલ ચોકડી તરફ જતા સર્વિસ રોડ પર વોચ ગોઠવી હતી આ દરમિયાન એક પુરુષ અને મહિલા પસાર થતા અટકાવી જડતી લેતા તેમની પાસેથી 2,01,250 રૂપિયાનો 4.025 કિલોગ્રામ ગાંજો મળી આવ્યો હતો પોલીસે બંનેના નામઠામ પૂછતાં કોઠારીયા સોલ્વન્ટના રસુલપરાઆમ રહેતા મુસ્તાકભાઇ હબીબભાઇ નાકાણી ઉ.40 અને કરીનબેન ઉર્ફે ફરીદાબેન કરીમભાઇ શાહમદાર ઉ.30 હોવાનું જણાવતા બંનેની ધરપકડ કરી હતી પોલીસની પ્રાથમિક તપાસમાં મુસ્તાકભાઇ રીક્ષા ડ્રાઇવીંગ કરે છે જ્યારે કરીનબેન કપડા લે-વેનો વેપાર કરે છે કરીનબેન અગાઉ પણ રાજકોટ ગ્રામ્યના શાપર વેરાવળ પોલીસ સ્ટેશનમાં ગઉઙજ એક્ટ હેઠળના ગુનામાં સંડોવાયેલા હોવાનો ગુનાહિત ઇતિહાસ ધરાવે છે પોલીસે 2,11,250 ની કિંમતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે આ મામલે આજીડેમ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે કે આ ગાંજાનો જથ્થો તેઓ ક્યાંથી લાવ્યા હતા અને કોને સપ્લાય કરવાનો હતો. તે સહિતના મુદ્દે પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે.



