અમેરિકામાં 2023માં 9.93 કરોડ લોકોની કમ્પ્યુટેડ ટોમોગ્રાફી એટલે કે સીટી સ્કેન કરવામાં આવ્યું હતું
JAMA ઇન્ટરનલ મેડિસિન નામની પ્રતિષ્ઠિત જર્નલમાં પ્રકાશિત એક અભ્યાસમાં કહેવામાં આવ્યું છે કે, અમેરિકામાં સીટી સ્કેનના કારણે એક લાખ નવા કેન્સરના દર્દીઓ વધવાની આશંકા છે, જેમાં દસ હજાર જેટલા કેસ તો બાળકોના હોઈ શકે છે. અમેરિકામાં 2023માં 9.93 કરોડ લોકોની કમ્પ્યુટેડ ટોમોગ્રાફી એટલે કે સીટી સ્કેન કરવામાં આવ્યું હતું, જેમાંથી અનેક લોકોને કેન્સર થવાની શક્યતા વધી ગઈ છે. આ આંકડો આલ્કોહોલથી થતાં કેન્સર જેટલો જ છે. અમેરિકામાં 2009થી સીટી સ્કેનના કારણે થતા કેન્સરમાં 30%નો વધારો થયો છે.
- Advertisement -
રિસર્ચમાં થયો ખુલાસો
આ રિસર્ચમાં કહેવામાં આવ્યું છે કે, જો કોઈ વ્યક્તિને વારંવાર સીટી સ્કેન કરાવે છે, તો તે વ્યક્તિને કેન્સર થઈ શકે છે. તમને જણાવી દઈએ કે, આ રિસર્ચ અમેરિકામાં દર્દીઓ પર થઈ રહેલા સ્કેનના આધારે કરવામાં આવ્યો છે.
અમેરિકામાં કરવામાં આવેલા આ સંશોધનમાં કહેવામાં આવ્યું છે કે, કેન્સરના કેસમાં 5 ટકા સીટી સ્કેન કરાવવાના કારણે થઈ શકે છે. આવા લોકોને કેન્સર થવાની આશંકા વધારે છે, જેઓએ તેમના જીવનમાં કેટલીયે વાર સીટી સ્કેન કરાવ્યું હતું. રિસર્ચમાં કહ્યું છે કે, સ્કેન દરમિયાન મશીનમાંથી નીકળતા રેડિયેશન કેન્સરનો ખતરો વધારે છે.
- Advertisement -
શું સીટી સ્કેન કરાવવાથી બચવું જોઈએ…
જરુરી નથી કે, સીટી સ્કેન સંપૂર્ણરીતે નુકસાનકારક છે. આ એક ઉપયોગી અને જીવનરક્ષક ટેકનીક છે. પરંતુ જરરિયાતથી વધારે અથવા કોઈ કારણ વગર તેનો પ્રયોગ તમારા આરોગ્ય માટે ખતરો સાબિત થઈ શકે છે. આમ તો ડૉક્ટર સામાન્ય રીતે ત્યારે જ સીટી સ્કેન કરાવવાની સલાહ આપે છે જ્યારે ખૂબ જરુરી હોય. તેના બદલે તને MRI, અલ્ટ્રાસાઉન્ડ અથવા અન્ય ટેકનિકથી દર્દીની બીમારીની માહિતી મળી શકે છે, તો એવા વિકલ્પ યોગ્ય થઈ શકે છે.
શું સાવધાની રાખશો?
ડૉક્ટર દ્વારા જો તમને કોઈ કારણવશ સીટી સ્કેન કરવાની સલાહ આપવામાં આવી હોય તો, ડૉક્ટરને જરુર પૂછો કે આના સિવાય કોઈ વિકલ્પ છે કે નહીં.
ડૉક્ટરને જૂના સ્કેનની માહિતી આપો, જેથી કરીને બીજીવાર બચી શકાય.
બાળકોના સ્કેનમાં ખાસ ધ્યાન રાખો, ઓછા ડોઝ વાળી ટેકનિકનો ઉપયોગ કરે.
ગર્ભવતી મહિલાઓ ડૉક્ટરની સલાહ વગર ક્યારેય સ્કેન ન કરાવે.