89.70 લાખના મુદ્દામાલ સાથે ડ્રાઇવરની ધરપકડ : રાહુલ નામના શખ્સની શોધખોળ
ટેન્કરમાં ચોરખાનું બનાવ્યું હતું : કુવાડવા ચોકડી પાસે સફળ દરોડો
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
સૌરાષ્ટ્રમાં ગ્રામ પંચાયતની ચૂંટણી પૂર્વે દારૂની રેલમછેલ કરવાના ઇરાદે દારૂની મોટા પાયે સપ્લાય શરૂ થઈ ગઈ છે ત્યારે વહેલી સવારે રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે કરોડો રૂપિયાનો દારૂ પકડી પાડ્યો છે કુવાડવા ગામ પાસે રાજકોટ ક્રાઈમ બ્રાન્ચની ટીમે પંજાબથી ટેન્કરમાં ચોરખાનું બનાવી ભાયાવદર લઈ જવાતો 8544 બોટલ દારૂ પકડી રાજસ્થાની ટ્રક ચાલકની ધરપકડ કરી 89.71 લાખનો મુદામાલ કબ્જે કરી દારૂ મંગાવનાર શખ્સની શોધખોળ હાથ ધરી છે. રાજકોટમાં દારૂ ઘૂસાડવા સક્રિય થયેલા બુટલેગરોના ઈરાદા ઉપર પાણી ફેરવી દેવા પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, એડી.સીપી મહેન્દ્ર બગરીયા, ડીસીપી ક્રાઇમ ડો. પાર્થરાજસિંહ ગોહિલ અને એસીપી ભરત બસિયાની સૂચના અન્વયે ક્રાઈમ બ્રાન્ચ પીઆઈ એમ.આર.ગોંડલીયા, એમ.એલ.ડામોર અને ચિરાગ જાદવની રાહબરિમાં પીએસઆઇ વી.ડી.ડોડીયા ટીમ સાથે પેટ્રોલિંગમાં હતાં દરમિયાન હેડ કોન્સ્ટેબલ દિપક ચૌહાણ, જયરાજ કોટીલા, દિલીપ બોરીચા, રાજેશ જળુ, પ્રદીપસિંહ જાડેજા અને કોન્સ્ટેબલ રણજીતસિંહ જાડેજાને બાતમી મળી હતી કે એક સફેદ કલરનું આઈસર કંપનીનું ટેન્ક2 નં.ૠઉં-20-ટ-4979 ચોટીલા તરફથી રાજકોટ તરફ આવે છે જે ટેન્કરમાં વિદેશી દારૂનો જથ્થો ભરેલ છે આ બાતમી આધારે રાજકોટ-અમદાવાદ હાઇવે કુવાડવા ચોકડી પાસે હાઇવે ઉપર વોચ ગોઠવી હતી ત્યારે ત્યાંથી પસાર થયેલ ટેન્કરને અટકાવી ચાલકને સકંજામાં લઈ નામઠામ પૂછતાં પોતે રાજસ્થાનના બાડમેરનો પારસકુમાર ઉર્ફે વિકાસ અમેદારામ પોટલીયા ઉ.25 હોવાનું તથા પોતે પંજાબ ખાતેથી આવતો હોવાનું અને ભાયાવદર જતો હોવાનું જણાવતાં ટેન્કરમાં શું ભરેલ છે તે બાબતે પુછતા ટેન્કરમાં દારૂની પેટીઓ હોવાનું જણાવેલ હતું જેથી સ્ટાફે ટેન્કરમાં પાછળના ભાગે લિવર બોક્સ લખેલ પેટી જોવામાં આવેલ જે પેટી ખોલતા ખાનું જોવામાં આવેલ જે ખાનામાં અંદર જોતા દારૂ ભરેલ પેટીઓ જોવા મળી હતી ક્રાઈમ બ્રાન્ચની ટીમે તપાસ કરતાં અંદરથી અલગ અલગ બ્રાન્ડની 8544 બોટલ મળી આવતાં કુલ 72.80 લાખનો દારૂ, ટ્રક, મોબાઈલ અને રોકડ મળી 87.91 લાખનો મુદામાલ કબ્જે કરી રાજસ્થાનના ટ્રક ચાલકની ધરપકડ કરી પીઆઈ એમ.એલ.ડામોર અને ટીમે વોટ્સએપમાં વાત કરનાર રાહુલ નામના શખ્સની શોધખોળ હાથ ધરી છે.



