ક્રાઈમ બ્રાન્ચના પોલીસ કોન્સ્ટેબલ એભલભાઈ બરાલીયા, દિપકભાઈ ચૌહાણ અને મહેશભાઈ ચાવડાને બાતમીના આધારે પાડ્યો હતો દરોડો
રોયલ ચેલેન્જ, મેકડોવલ્સ, ઓલસીઝન સહિતની 54 બોટલ દારૂ ઝડપાઈ, પ્રોહિબિશનની કલમ મુજબ ગુનો નોંધાયો
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટ ક્રાઈમ બ્રાન્ચના પીઆઈ બી.ટી.ગોહિલ અને તેની ટીમે દારૂના અડ્ડા પર રેડ પાડી 27 હજારનો મુદ્દામાલ ઝડપી પાડ્યો છે. રાજકોટ શહેર પોલીસ કમિશનર સહિતનાઓની પ્રોહિબિશનના કેસો શોધી અસરકારક કામગીરી કરવા સુચના અન્વયે ક્રાઇમ બ્રાન્ચ પોલીસ ઇન્સ્પેકટર બી.ટી.ગોહિલના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ એ.એસ.ગરચર, પોલીસ હેડ કોન્સ્ટેબલ નિલેશ ડામોર તથા તેમની ટીમના પોલીસ સ્ટાફના માણસો સાથે પેટ્રોલીંગમાં હતા ત્યારે ગુજરાત હાઉસીંગ બોર્ડ, રિદ્ધિ-સિદ્ધિ સોસાયટીની શેરી નં-16માં ક્રાઈમ બ્રાન્ચના પોલીસ કોન્સ્ટેબલ એભલભાઈ બરાલીયા, દિપકભાઈ ચૌહાણ અને મહેશભાઈ ચાવડાને બાતમી મળી હતી કે, ગુજરાત હાઉસિંગ બોર્ડમાં દારૂનો મોટો જથ્થો ઉતારવામાં આવ્યો છે.
જેના આધારે ત્યાં દરોડો પાડવામાં આવ્યો હતો. ત્યાંથી ઈંગ્લીશ દારૂનો જથ્થો કુલ બોટલ નં-54 જેની કિંમત 27 હજારનો મુદ્દામાલને ઝડપી લેવામાં આવ્યો છે. જો કે આ ગુનાના આરોપી અજીત રાઉમા નામના શખ્સને ઝડપવાનો હજુ બાકી છે. ક્રાઈમ બ્રાન્ચે રોયલ ચેલેન્જ રીઝર્વ વ્હીસ્કી 750 એમ.એલ.ની કુલ બોટલો નંગ.13 જેની કુલ કિ.રૂ.6500/- (2) મેગડોનલ્સ-1 ઓરીજનલ વ્હીસ્કી 750 એમ.એલ.ની કુલ બોટલો નંગ.14 જેની કુલ કિ.રૂ.7000/- (3) રોયલ સ્ટેગ સીલેક્ટ વ્હિસ્કી 750 એમ.એલ.ની કુલ બોટલો નંગ.12 જેની કુલ કિ.રૂ.6,000/- (4) ઓલસીઝન ગોલ્ડન વ્હિસ્કી 750 એમ.એલ.ની કુલ બોટલો નંગ.10 જેની કુલ કિ.રૂ.5,000/- (5) રોયલ ગ્રાન્ડ મોલ્ટ વ્હિસ્કી 750 એમ.એલ.ની કુલ બોટલો નંગ.5 જેની કુલ કિ.રૂ.2500નો મુદ્દામાલ જપ્ત કરી લેવામાં
આવ્યો છે.