મોરબી સાયબર ક્રાઇમ પોલીસને તાજેતરમાં ઓનલાઈન ફ્રોડના મોટા ગુનાનું ડિટેક્શન કરવામાં સફળતા મળી હતી
ખાસ-ખબર ન્યૂઝ મોરબી
અલગ અલગ ખાનગી કંપનીની ફ્રેન્ચાઇઝી આપવા, સરકારી યોજના નામે 90 જેટલી બોગસ વેબસાઇટ બનાવી લોકોની સાથે કરોડોની છેતરપિંડી કરતા શખ્સને દબોચી લીધો હતો અને તેની પાસેથી બે લેપટોપ, બે મોબાઈલ અલગ અલગ બેંકની ચેક બુક તેમજ પાસબુક ક્રેડિટ ડેબિટ કાર્ડ સહિતના મુદામાલ સાથે મૂળ ઝારખંડના વતની રીતુ આનંદ પરમેશ્વર નામના શખ્સને દબોચી લીધો હતો અને મોરબી લાવી તપાસ શરૂ કરી હતી દરમિયાન આરોપીની વધુ કસ્ટડી મેળવવા મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કરાયો હતો અને આરોપી શખ્સની વધુ પૂછપરછ કરવા તેના સાગરીતોની તપાસ કરવા તેને છેતરપિંડી કરી રાખેલા મુદામાલ સહિતની બાબત માટે રિમાન્ડની માગણી કરી હતી જેથી કોર્ટે તેના આગામી 1 એપ્રિલ સુધીના રિમાન્ડ મંજૂર કર્યા હતા. આ દરમિયાન તેના અન્ય સાગરિતો અને બધાએ સાથે મળીને કરેલી છેતરપિંડીના નાણાં કયા ખાતામાં રાખ્યા છે તે સહિતની તપાસ હાથ ધરાશે.