વર્તમાન આર્મી ચીફ જનરલ વકાર-ઉઝ-ઝમાનને હટાવવાનું ષડયંત્ર રચવામાં આવી રહ્યું છે
ખાસ-ખબર ન્યૂઝ વોશિંગ્ટન, તા.28
બાંગ્લાદેશમાં પૂર્વ વડાપ્રધાન શેખ હસીના બાદ હવે વર્તમાન આર્મી ચીફ જનરલ વકાર-ઉઝ-ઝમાનને હટાવવાનું ષડયંત્ર રચવામાં આવી રહ્યું છે. બાંગ્લાદેશ આર્મીના લેફ્ટનન્ટ જનરલ મોહમ્મદ ફૈજુર રહેમાન સેનાની બાગડોર સંભાળવાની તૈયારી કરી રહ્યા છે. આ ષડયંત્રમાં ઘણા કટ્ટરપંથી અધિકારીઓ પણ સામેલ છે.
ફૈજુર રહેમાને ગયા અઠવાડિયે ઢાકામાં પાકિસ્તાનની ગુપ્ત એજન્સી ઈંજઈંના વડા અને તેમના પ્રતિનિધિમંડળ સાથે વાત કરી હતી. આ સાથે તેઓ બાંગ્લાદેશની ગુપ્તચર એજન્સી ઉૠઋઈં પાસેથી સમર્થન મેળવવાનો પ્રયાસ કરી શકે છે.
- Advertisement -
વકાર-ઉઝ-ઝમાનને ભૂતપૂર્વ વડાપ્રધાન શેખ હસીના અને ભારતના સમર્થક માનવામાં આવે છે. તેમણે 5 ઓગસ્ટે બળવા બાદ શેખ હસીનાને બાંગ્લાદેશમાંથી ભાગી છૂટવામાં મદદ કરી હતી. જ્યારે તેનાથી વિપરિત, મોહમ્મદ ફૈજુર રહેમાન તેના કટ્ટરપંથી વિચારસરણી અને પાકિસ્તાન તરફી વલણ માટે જાણીતા છે.
બાંગ્લાદેશના આર્મી ચીફ જનરલ વકાર-ઉઝ-ઝમાન છેલ્લા 39 વર્ષથી બાંગ્લાદેશ આર્મીમાં છે. બાંગ્લાદેશ મિલિટરી એકેડમીમાંથી સ્નાતક થયા પછી તેમણે બાંગ્લાદેશની નેશનલ યુનિવર્સિટીમાંથી સંરક્ષણ અભ્યાસમાં માસ્ટર ડિગ્રી મેળવી. આ સિવાય તેમણે લંડનની કિંગ્સ કોલેજમાંથી ડિફેન્સ સ્ટડીઝમાં ખઅની ડિગ્રી મેળવી છે.
નવેમ્બર 2020માં તેમને લેફ્ટનન્ટ જનરલ તરીકે બઢતી આપવામાં આવી. તેમણે ઇન્ફન્ટ્રી બ્રિગેડ, સ્કૂલ ઑફ ઇન્ફન્ટ્રી એન્ડ ટેક્ટિક્સ અને આર્મી હેડક્વાર્ટરની કમાન્ડ કરી છે. વકાર સંયુક્ત રાષ્ટ્ર શાંતિ રક્ષા મિશનમાં પણ કામ કરી ચૂક્યો છે.
આર્મી ચીફનો ચાર્જ સંભાળતા પહેલા તેઓ લગભગ 6 મહિના સુધી સેનાના ચીફ ઓફ જનરલ સ્ટાફ હતા. 23 જૂન, 2024ના રોજ તેઓ આર્મી સ્ટાફ એટલે કે બાંગ્લાદેશના આર્મી ચીફ બન્યા.
વકાર શેખ હસીનાના ખૂબ નજીક રહ્યા છે. બાંગ્લાદેશ આર્મી ચીફની પત્ની બેગમ સરહનાઝ કમાલિકા રહેમાન શેખ હસીનાના કાકા મુસ્તફિઝુર રહેમાનની પુત્રી છે. મુસ્તફિઝુર રહેમાને 1997થી 2000 સુધી સેનાની બાગડોર સંભાળી હતી. આ સમયગાળા દરમિયાન શેખ હસીના બાંગ્લાદેશના વડાપ્રધાન પણ હતા.
ગયા વર્ષે જૂનમાં ભારત સરકારના અધિકારીઓએ બાંગ્લાદેશના ભૂતપૂર્વ વડાપ્રધાન શેખ હસીનાને જનરલ વકાર-ઉઝ-ઝમાનને સેના પ્રમુખ તરીકે નિયુક્ત કરવા સાથે સંકળાયેલા સંભવિત જોખમો વિશે ચેતવણી આપી હતી. આ ચેતવણીઓને અવગણીને શેખ હસીનાએ જનરલ વકાર-ઉઝ-ઝમાનને સેના પ્રમુખ તરીકે નિયુક્ત કર્યા.