જો તમને પણ ડાયાબિટીસ છે તો તમારે શું ખાવ છો અને શું નહીં તેનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. તમારે ખાસ એવી વસ્તુનું સેવન કરવું જોઈએ જેથી તમારું બ્લડ સુગર લેવલ જળવાઈ રહે. આમ તો ફળ અને જ્યુસનું સેવન સ્વાસ્થ્ય માટે સારું ગણાય છે પણ ડાયાબિટીસના દર્દીઓ માટે અમુક ફ્રૂટ જ્યુસનું સેવન ખતરો વધારી શકે છે.
ડાયાબિટીસ હાલ એક વૈશ્વિક સમસ્યા છે, નાની અને મોટી ઉંમરના લોકો બંનેમાં આ બીમારી જોવા મળે છે. બેઠાડું જીવન અને સ્ટ્રેસવાળી લાઈફના લીધે ડાયાબિટીસ એ હવે ઘેર ઘરમાં જોવા મળતી બીમારી છે તો તમારા ડાયેટનો ખાસ પ્રભાવ તેના પર પડે છે આમ તો ફ્રૂટ જ્યુસને હેલ્ધી ઓપ્શન ગણાય છે પણ ડાયાબિટીસના દર્દીઓ માટે આ 3 ફ્રૂટ જ્યુસ નુકસાન કરી શકે છે ત્યારે ચાલો જાણીએ કયા છે આ ફ્રૂટ જ્યુસ.
- Advertisement -
અનાનસ
અનાનસમાં નેચરલ સુગરની માત્રા ખૂબ વધારે હોય છે આ ઉપરાંત તેમાં ગ્લાઈસેમિકઇંડેક્સનું પ્રમાણ વધારે હોય છે જેથી બ્લડ સુગર જલ્દી વધે છે આથી અનાનસના જ્યુસને અવૉઇડ કરવું જોઈએ.
સંતરા
- Advertisement -
સંતરાનો જ્યુસ લોકો સવારે પીવાનું પસંદ કરે છે પણ સંતરાનો જ્યુસ પણ બ્લડ સુગર લેવલ વધારે છે, સંતરામાં ફાઈબર હોય છે તે ખાવું જોઈએ પણ તેનો જ્યુસ પીવો જોઈએ નહીં
સફરજન
સફરજન રોજ ખાવું જોઈએ. એના ફાયદા આપણે સૌ જાણીએ છીએ પણ ડાયાબિટીસના દર્દીએ તેનું જ્યુસ પીવું જોઈએ નહીં.
દ્રાક્ષ
દ્રાક્ષમાં સુગરની માત્રા વધુ હોય છે તેથી તેના જ્યુસને અવોઈડ કરવો જોઈએ. દ્રાક્ષમાં રહેલા એન્ટિ ઓક્સિડન્ટ તત્ત્વોને લીધે તેને કાચી ખાવી જોઈએ.
કેમ અમુક ફ્રૂટ જ્યુસ વધારે છે બ્લડ સુગર?
ફળોમાં મોટા ભાગે ફાઈબર હોય છે પણ તેનો જ્યુસ કાઢવાથી તે ફાઈબરનો નાશ થાય છે ઉપરાંત ફળોને કાચા ખાવામાં તેમાં રહેલી નેચરલ સુગર વધારે અસર કરતી નથી પણ તેનો જ્યુસ એકસાથે શરીરમાં સુગર લેવલ વધારી દે છે આથી ફ્રૂટ જ્યુસને અવોઈડ કરવું જોઈએ.
ડાયાબિટીસના દર્દીઓએ આ વસ્તુનું સેવન કરવું જોઈએ
આદુનો જ્યુસ ઘણો લાભદાયક રહે છે
હળદર ને દૂધીનો જ્યુસ પીવાથી પાછાં સારું થાય છે આથી તે પણ લાભકારક છે
કાકડીનો જ્યુસ પીવાથી સુગર લેવલ વધતું નથી આથી તે પણ લઈ શકાય.