જોઈન્ટ પોલીસ કમિશનર સૌરભ તોલંબીયા રાજકોટમાં ચાર્જ સંભાળ્યા બાદ પહેલીવાર ઉતર્યા મેદાને
ત્રણેય ડીસીપી-ક્રાઈમ-એસઓજી પીઆઈ સાથે વિશાળ સંખ્યામાં પોલીસ કાફલાએ કર્યું ચેકિંગ
- Advertisement -
થર્ટી ફર્સ્ટનો તહેવાર નજીક આવી રહ્યો છે સાથે સાથે રાજકોટમાં ટ્રાફિક સહિતની સમસ્યા દિવસેને દિવસે ઘેરી બનતી જઈ રહી હોવાથી પોલીસના ઉચ્ચ અધિકારીઓ હવે ચેમ્બરમાં બેસીને ‘પ્લાનિંગ’ કરવાની જગ્યાએ ‘ફિલ્ડ’માં ઉતરી રહ્યા છે અને દરરોજ એક વિસ્તારમાં ફૂટ પેટ્રોલિંગ કરીને લોકોને કાયદામાં રહેશે તો ફાયદામાં રહેશે તેવો મેસેજ પણ આપી રહ્યા છે.
પ્રથમ દિવસે પારસી અગીયારી ચોક, સદર બજાર સહિતના વિસ્તારોમાં ડીસીપી ક્રાઈમ, ક્રાઈમ બ્રાન્ચ પીઆઈ સહિતના અધિકારી તેમજ સ્ટાફે ફૂટ પેટ્રોલિંગ કર્યા બાદ ગઈકાલે શહેરના હાર્દસમા અને જ્યાં ટ્રાફિકની સૌથી વધુ અવર-જવર રહે છે તે યાજ્ઞિક રોડ પર જોઈન્ટ પોલીસ કમિશનર સૌરભ તોલંબીયા, ડીસીપી ક્રાઈમ ડો.પાર્થરાજસિંહ ગોહિલ, ડીસીપી ઝોન-1 સજ્જનસિંહ આર.પરમાર, ડીસીપી ઝોન-2 સુધીર દેસાઈ, ક્રાઈમ બ્રાન્ચ પીઆઈ વાય.બી.જાડેજા, એસઓજી પીઆઈ જે.ડી.ઝાલા સહિતના અધિકારીઓ તેમજ સ્ટાફે સઘન ચેકિંગ હાથ ધર્યું હતું.