આઝાદીની 75મી વર્ષગાંઠ પર કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ મોંઘવારી અને ભ્રષ્ટાચારના વિરોધમાં રસ્તાઓ પર ઉતર્યા છે.
થોડા દિવસ પહેલા એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે નેશનલ હેરાલ્ડ કેસમાં સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી સાથે પૂછપરછ માટે હાજર થવા કહ્યું ત્યારે કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ રસ્તાઓ પર ઉતરી આવ્યા હતા, ત્યારે હવે ફરી એક વાર આઝાદીની 75મી વર્ષગાંઠ પર કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ મોંઘવારી અને ભ્રષ્ટાચારના વિરોધમાં રસ્તાઓ પર ઉતર્યા છે. કોંગ્રેસ નેતા રાહુલ ગાઁધી અને પ્રિયંકા ગાંધી સહિત કોંગ્રેસના મોટા નેતાઓ કોંગ્રેસ હેડક્વાર્ટરથી સૂત્રોચ્ચાર કરતા નિકળ્યા હતા.
- Advertisement -
कांग्रेस परिवार का सदस्य होने का मतलब है- आज़ादी की विरासत की रक्षा करना; देश को नहीं बंटने देना; नफरत की राजनीति का प्रतिकार करना- ये प्रतिज्ञा अडिग है हमारी।#IndiaAt75 pic.twitter.com/knHjU8Fjj6
— Congress (@INCIndia) August 15, 2022
- Advertisement -
કોંગ્રેસ નેતાઓએ માર્ચ કાઢી
હકીકતમાં જોઈએ તો, રાજધાની દિલ્હી સ્થિત કોંગ્રેસ હેડક્વાર્ટરમાં પૂર્વ કેન્દ્રીય મંત્રી અંબિકા સોનીએ ધ્વજારોહણ કર્યું હતું. આ દરમિયાન કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી, ગુલામ નબી આઝાદ, પવન ખેડા, સુપ્રિયા શ્રીનેતે સહિત કેટલાય મોટા નેતાઓ હાજર રહ્યા હતા. ત્યાર બાદ કોંગ્રેસ નેતાઓએ માર્ચ કાઢી હતી. આ માર્ચમાં કોંગ્રેસ મુખ્યાલયથી 30 જાન્યુઆરી માર્ગ પર પહોંચી, જ્યાં મહાત્મા ગાંધી શહીદ થયા હતા. ત્યાં રાહુલ ગાંધી સહિત કોંગ્રેસ નેતાઓએ બાપૂને શ્રદ્ધાંજલિ આપી હતી.
दिल्ली की सड़कों ने आज आज़ादी की गौरव यात्रा का अनुभव किया।
हाथों में तिरंगा लेकर निकले कांग्रेसजनों का यही प्रण- आज़ादी हासिल की थी, अब इसे बचाएंगे भी।#IndiaAt75 pic.twitter.com/lnz7EgZc2R
— Congress (@INCIndia) August 15, 2022
ગુલામ નબી આઝાદ અને આનંદ શર્મા પણ જોડાયા
શ્રદ્ધાંજલિ બાદ માર્ચ સમાપ્ત થઈ હતી. આ દરમિયાન પ્રિયંકા ગાંધી હાથમાં તિરંગો લઈને ચાલી રહ્યા હતા. પદ યાત્રામાં જી 23ના નેતા ગુલામ નબી આઝાદ અને આનંદ શર્મા પણ હાજર રહ્યા હતા. મહાત્મા ગાંધીને તેમની શહાદત સ્થળ પર શ્રદ્ધાંજલિ આપ્યા બાદ ત્યાં એકઠા થયેલા કોંગ્રેસી નેતાઓએ દેશની અખંડિતા અને વિકાસના કામ કરવા માટે સંકલ્પ કર્યો હતો.