રોબર્ટ વાડ્રાએ સક્રિય રાજકારણમાં ઉતરવાની ઈચ્છાનો સંકેત
આપતા ભાજપ સમર્થકોમાં ખુશીની લહેર અને કોંગ્રેસમાં ફફડાટ!
આપતા ભાજપ સમર્થકોમાં ખુશીની લહેર અને કોંગ્રેસમાં ફફડાટ!
– તુષાર દવે
ઘણાં માણસો એવા હોય કે જે દારૂના પીઠામાં બેઠા હોય તો પણ લાગે કે દૂધ પીતો હશે અને કેટલાક એવા હોય જેમના હાથમાં દૂધની બોટલ હોય તોયે સૂંઘી આવવાની ઈચ્છા થાય કે મહીં વોડકા તો નથી ભર્યો ને… અને વાડ્રા એ કેટેગરીમાં આવે છે!
બેનામી સંપત્તિ મામલે સતત બે દિવસ પૂછપરછ થતાં રાષ્ટ્રીય જમાઈ રોબર્ટ વાડ્રાએ કંટાળીને સક્રિય રાજકારણમાં ઉતરવાની ઈચ્છાનો સંકેત આપતા ભાજપ સમર્થકોમાં ખુશીની લહેર દોડી ગઈ છે અને બીજી તરફ કોંગ્રેસમાં ફફડાટ વ્યાપી ગયો છે!
- Advertisement -
કેટલાક ચહેરા એવા ક્યૂટ હોય કે વિના કારણે એ વ્યક્તિ પર પ્રેમ ઉભરાય અને કેટલાક એવા બુંદિયાળ હોય કે એણે કંઈ ન કર્યું હોય તો પણ એ ચહેરાથી લોકોને સતત એલર્જી થાય. ન ગમે. ગુસ્સો આવે. નફરત થાય અને રોબર્ટ વાડ્રાનો ચહેરો આ બીજી કેટેગરીમાં આવે છે. એને જોતા વેંત એવું લાગે કે આવા ચહેરાવાળા માણસે ભ્રષ્ટાચાર ન કર્યો હોય તો જ નવાઈ! એમાં કોંગ્રેસ, પ્રિયંકા કે રાહુલનો કોઈ વાંક જ નથી. રોબર્ટ વાડ્રાની પર્સનાલિટી જ એવી છે કે કોઈ કારણ વગર લોકોને એને પધોપ્તવાથની ઈચ્છાઓ થઈ આવે. અધૂરામાં પૂરું વર્ષો સુધી હિન્દી ફિલ્મોમાં વિલનના રાઈટ હેન્ડનું નામ પરોબર્ટથ આવતું રહ્યું!
ઘણાં માણસો એવા હોય કે જે દારૂના પીઠામાં બેઠા હોય તો પણ લાગે કે દૂધ પીતો હશે અને કેટલાક એવા હોય જેમના હાથમાં દૂધની બોટલ હોય તોયે સૂંઘી આવવાની ઈચ્છા થાય કે મહીં વોડકા તો નથી ભર્યો ને… અને વાડ્રા એ કેટેગરીમાં આવે છે! કેટલાકના ચહેરા પર ખીલ કે ખાડા હોય તો પણ સુંદર લાગતા હોય અને વાડ્રાના ચહેરા પર એવું કંઈક જોઈને લોકોને લાગે કે નક્કી કોઈએ મુક્કો મારીને આ બદમાશનો ચહેરો બગાડી નાખ્યો હશે! ખરેખર, એમાં વાડ્રા કે કોંગ્રેસનો કોઈ વાંક નથી. એ દેખાય છે જ એવો…! હોવ…
વાડ્રા એવા લોકોમાં છે જેઓ શ્લોક બોલે તો પણ લોકોને એવું લાગે કે એ ગાળો બોલી રહ્યો છે. કોઈની સાઇકલની ચેઈન ઉતરી જાય અને સામે રોબર્ટ વાડ્રા ઊભો હોય તો સાઇકલવાળો મનોમન બે-ચાર ગાળો ચોપડાવે એમ ધારીને કે નક્કી આ નાલાયકની જ નજર લાગી હશે. દેશના મોટાભાગના લોકોને ખબર જ નથી કે એ માણસ બિઝનેસ શું કરે છે, પણ મોટાભાગના લોકોને એ ખાતરી છે કે એ માણસ કૌભાંડો ચોક્કસ કરે છે.
- Advertisement -
કેટલાકની નજર ખોરી હોય તો કેટલાકની દાનત, વાડ્રા એવી વ્યક્તિ છે જેને જોઈને લાગે કે આ આખો માણસ જ ખોરો છે અને વારંવાર ખારો પણ થઈ જાય છે. એ ખારો ન થયો હોય તો પણ એનો ચહેરો જોઈને લાગે કે એ ગુસ્સામાં છે અથવા કોઈએ એને એરંડિયુ પાઈ દીધું લાગે છે. હવે તમે વિચાર કરો કે જેનું વ્યક્તિત્વ જ એવું હોય કે લોકોમાં વિના કારણે નફરત જાગતી હોય તો એ વ્યક્તિ જ્યારે પ્રિયંકા ગાંધી જેવી વ્યક્તિને પરણે અને કોંગ્રેસનો જમાઈ બને ત્યારે લોકોની નફરત કેટલા ગુણોત્તરમાં વધી જાય…?! સાચું કહું છું, આમાં કોંગ્રેસ કે પ્રિયંકાનો વાંક જ નથી. વાડ્રાનો ચહેરો જ એવો છે. અમસ્તો પણ અણગમો થતો હોય એમાં પ્રિયંકાને પરણે એટલે લોકોને પકાગડો દહીંથરુ લઈ ગયોથની લાગણી થાય એ અલગ. ભલે પ્રિયંકા વાડ્રાના બદલે એમને ન પરણવાની હોય, પણ લોકોને વાંધો એ હોય કે એ વાડ્રાને કેમ પરણી? આ તો એક વાત થાય છે. હોવ…
વાડ્રા એવું વ્યક્તિત્વ છે જેને જોઈને ગરીબો અને ખેડૂતોને લાગે કે ઈન્દિરા ખરેખર ગરીબી હટાવવા માગતા હતા અને પ્રિયંકા ખરેખર ગરીબી હટાવવા માગે છે, પણ આ પાપી માણસના કારણે જ એ શક્ય નથી બનતું. નક્કી આ સંદિગ્ધ શખ્સ જ આપણા ભાગના રૂપિયા ખાઈ ગયો હોવો જોઈએ!
વાડ્રા એ ટાઈપના માણસોમાં આવે છે કે જો તમારી પાસે બારણે ટીંગાળવા લીંબુ-મરચાં ન હોય તો ઘરના દરવાજે તમે એને પણ ઊભો રાખી શકો! હી ઇઝ લાઈક પકાલા ટીકાથ ઓન બ્યુટીફૂલ ફેસ. વો બૂરી નઝર સે બચાતા હૈ. ક્યોંકી ખુદ ઉસસે બુરા ઓર ક્યા હો સકતા હૈ…?! હોવ…
આપણાં દેશમાં આમ પણ સામાન્ય માન્યતા એવી છે કે કોઈ વ્યક્તિ બહુ રૂપિયાવાળો હોય એટલે લોકોને લાગે કે નક્કી આણે કોઈ અંડાગંડા કરીને જ આટલા રૂપિયા ભેગા કર્યા હશે. આપણા દેશમાં એક બહુ મોટો વર્ગ એવો છે જે વિના કારણે પૈસાવાળાઓને નફરત કરે છે. એ જેને નફરત કરતો હોય એ વ્યક્તિ પોતાના મહેનતની કમાણીની કાર લઈને પણ નીકળે તો આવડો આ મનોમન બોલી ઉઠશે કે – પનકરો ચોરીનો પૈસો છે. હુહ. આઈ મોટી કારવાળી…!થ એક બહુ મોટો વર્ગ અદાણી-અંબાણી એનો એક રૂપિયો પણ ન લઈ ગયા હોવા છતાં એ પરિવારને માત્ર એટલા માટે નફરત કરે છે કે એમની પાસે બહુ પૈસા છે. વાડ્રાની બદકિસ્મતી એ છે કે એની પાસે બહુ રૂપિયા તો છે જ અને ઉપરથી એ જોવો ગમે એવો નથી. એટલુ ઓછું હોય એમ એ પ્રિયંકા ગાંધીને પરણ્યો. ખરેખર, એ લોકોને ન ગમે એમાં કોંગ્રેસનો કોઈ વાંક નથી…! ‘કાતિલ કોણ?’ ટાઈપની સસ્પેન્સ ફિલ્મોમાં પણ દર્શકોને ઊંધા રવાડે ચડાવવા પસસ્પેક્ટ્સથમાં એક કેરેક્ટર એવું રાખવામાં આવે જેને જોઈને જ લોકોને એવું લાગે કે નક્કી આ પાપીએ જ ખૂન કર્યું હશે. એ પાપી જેવું વ્યક્તિત્વ એટલે રોબર્ટ વાડ્રા. અસલી કાતિલને એવો કે એવી માસૂમ બતાવવામાં આવે કે લોકોને લાગે કે યાર આટલા માસૂમ ચહેરાવાળી યુવતી થોડી ખૂની હોઈ શકે? જ્યારે રોબર્ટ વાડ્રા જેવી શખ્સિયત ધરાવતા પાત્રની જેવી સ્ક્રીન પર એન્ટ્રી થાય કે કેટલાક ઉતાવળા થઈ જાય કે, પપકડી લો આને. આણે જ ખૂન કર્યું હશે. આવો માણસ જ અપરાધી હોય!થ
જૂની હોરર ફિલ્મોમાં ખંડેર જેવી હવેલીનો ચોકીદાર જ એવો બતાવાતો જેને જોઈને જ લોકોની ફાટી પડતી કે નક્કી આ ડોહો જ ભૂત હશે. વાડ્રા એ ચોકીદાર જેવો છે! હોવ…હમ્બો…હમ્બો….!
ફ્રી હિટ : ચૂંટણી ટાણે ઉત્તર પ્રદેશમાં યોજાયેલા પ્રિયંકા ગાંધીના રોડ શોમાં એક વાહન પર સૂત્ર હતું કે –
આ ગઈ પ્રિયંકા બજ ગયા ડંકા ભ્રષ્ટાચાર કી અબ લગેગી લંકા
રોબર્ટ વાડ્રા : Roflol
કેટલાકના ચહેરા પર ખીલ કે ખાડા હોય તો પણ સુંદર લાગતા હોય અને વાડ્રાના ચહેરા પર એવું કંઈક જોઈને લોકોને લાગે કે નક્કી કોઈએ મુક્કો મારીને આ બદમાશનો ચહેરો બગાડી નાખ્યો હશે!
વાડ્રા એવું વ્યક્તિત્વ છે જેને જોઈને ગરીબો અને ખેડૂતોને લાગે કે ઈન્દિરા ખરેખર ગરીબી હટાવવા માગતા હતા અને પ્રિયંકા ખરેખર ગરીબી હટાવવા માગે છે, પણ આ પાપી માણસના કારણે જ એ શક્ય નથી બનતું. નક્કી આ સંદિગ્ધ શખ્સ જ આપણા ભાગના રૂપિયા ખાઈ ગયો હોવો જોઈએ!