રાજકોટ મનપા કચેરી ખાતે કોંગ્રેસ દ્વારા મ્યુ. કમિશનરને રજૂઆત, કોંગ્રેસના કાર્યકર્તાઓની અટકાયત
ખાસ-ખબર સંવાદદાતા
તાજેતરમાં સર્વેશ્વર ચોક નજીક વોકળા પરનો સ્લેબ ધરાશાયી થવાની ઘટનામાં 15 જેટલા વ્યક્તિઓ ઘાયલ થયા હતા અને એક મહિલાનું મોત પણ નીપજ્યું હતું. આ મામલે કોંગ્રેસ દ્વારા જવાબદારો સામે કાર્યવાહી કરવા માગ કરવામાં આવી હતી. કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો આજે મનપા કચેરીએ પહોંચ્યા હતા અને વોકળા પરના બાંધકામની મંજૂરી ભાજપનાં શાસનમાં અપાઈ હોવાનો દાવો કરી જવાબદારો સામે કાર્યવાહી કરવા મ્યુ. કમિશ્નરને રજૂઆત કરવામાં આવી હતી.
- Advertisement -
જો કે, કોંગ્રેસે હોબાળો કરતા તમામ કાર્યકરોની અટકાયત કરવામાં આવી હતી. પ્રદેશ કોંગ્રેસનાં મહિલા અધ્યક્ષ ગાયત્રીબા વાઘેલાએ જણાવ્યું હતું કે, સર્વેશ્વર ચોક દુર્ઘટના મામલે તંત્ર તેમજ ભાજપનાં શાસકોએ અત્યાર સુધી કોઈ કાર્યવાહી કરી નથી અને તપાસના નામે માત્ર ફીફા ખાંડવામાં આવી રહ્યા છે ત્યારે જેની જવાબદારી છે તેની સામે તાત્કાલિક પગલાં લેવા જોઈએ.