માણાવદર વિધાનસભા બેઠક પર ભાજપ-કોંગ્રેસના ઉમેદવારો ફોર્મ ભર્યા
બંને પક્ષે જીતના દાવા સાથે ઉમેદવારી પત્રો ભરાયા
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.18
જૂનાગઢ 13 લોકસભા સામાન્ય ચૂંટણીનો જંગ જામ્યો છે એક દિવસ અગાઉ ભાજપના ઉમેદવાર રાજેશ ચુડાસમાએ નામાંકન રેલી યોજી સાથે શક્તિ પ્રદર્શન યોજી ઉમેદવારી નોંધાવી હતી ત્યારે આજે જૂનાગઢ લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર હીરાભાઈ જોટવાએ ઉમેદવારી નોંધાવતા પેહલા દોમડીયા વાડી ખાતે બંને જિલ્લાના આગેવાનો અને કાર્યકરોની ઉપસ્થિતમાં જનસભા સંબોધીને તેના ટેકેદારો સાથે પગપાળા ચાલીને રોડ – શો યોજી ચૂંટણી અધિકારીને પોતાની ઉમેદવારી પત્ર ભર્યું હતું. કોંગ્રેસ લોકસભા ઉમેદવાર હીરાભાઈ જોટવાને પ્રથમ વખત લોકસભા ચૂંટણી લડવા કોંગ્રેસે મેદાને ઉતાર્યા છે ત્યારે આજે ગીર સોમનાથ અને જૂનાગઢ જિલ્લાના આગેવાનો કાર્યકરો બોહળી સંખ્યામાં ઉપસ્થિત રહીને રોડ – શો યોજી શક્તિ પ્રદર્શન યોજ્યું હતું અને દોમડીયા વાડી થી પગપાળા ચાલીને શહેરના માર્ગો પર મતદારોને મળ્યા હતા અને હીરાભાઈનું ઠેર ઠરે લોકોએ સ્વાગત સાથે ફુલહાર પહેરાવ્યા હતા
અને ત્યાર બાદ કલેકટર કચેરી ખાતે પોતાના ટેકેદારો સાથે લોકસભા ચૂંટણીના ઉમેદવાર તરીકે નામાંકન ભર્યું હતું અને જીતનો આશાવાદ વ્યક્ત કર્યો હતો. કોંગ્રેસના હીરાભાઈ જોટવાની ઉમેદવારી પત્ર ભરવા સમયે સોમનાથના ધારાસભ્ય વિમલ ચુડાસમા તેમજ પૂર્વ ધારાસભ્ય ભીખાભાઇ જોશી, પુંજાભાઈ વંશ, ચંદ્રીકાબેન ચુડાસમા, જામનગર વિક્રમ માડમ, જિલ્લા પ્રમુખ ભરત અમીપરા, શહેર પ્રમુખ મનોજ જોશી સહીત આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા અને ભાજપ પર પ્રહારો સાથે કોંગ્રેસ પક્ષે આપેલા ચૂંટણી ઢંઢેરાના વંચનો લોકો સુધી પોહચે તેવો કોલ આપ્યો હતો અને જિલ્લામાં અધૂરા રહેલા કામ કોંગ્રેસ પક્ષ પુરા કરશે તેવી વાત સાથે જનસભા પૂર્ણ થયા બાદ રેલી સ્વરૂપે ઉમેદવારી પત્ર ભર્યું હતું. જૂનાગઢ લોકસભા ચૂંટણી સાથે માણાવદર બેઠકની ચૂંટણી યોજાઈ રહી છે ત્યારે આજે વંથલી ચૂંટણી અધિકારી સમક્ષ બંને પક્ષે ઉમેદવારી નોંધાવી હતી જેમાં ભાજપના અરવિંદ લાડાણી શક્તિ પ્રદર્શન સાથે પોતાની દાવેદારી નોંધાવી હતી જયારે કોંગ્રેસના ઉમેદવાર હરિભાઈ પટેલે પણ જનસભા યોજીને શક્તિ પ્રદર્શન કર્યું હતું અને માણાવદર પેટ ચૂંટણીમાં પોતાની ઉમેદવારી નોંધાવી હતી આમ બંને પક્ષે જીતના આશાવાદ સાથે ચૂંટણી ફોર્મ ભર્યા હતા.