JMJ ગ્રુપના MD મયુરધ્વજસિંહ જાડેજાની ‘વિરાટ’ યશકલગીમાં ઉમેરાયું વધુ એક મોરપીંછ
બે સદીઓથી અવિરત પ્રકાશિત થઇ રહેલા ગુજરાતી અખબાર ‘મુંબઇ સમાચાર’ની ડોક્યુમેન્ટરી સ્ક્રિનિંગ સંદર્ભે રાજકોટના મહાનુભાવો-સેવાભાવીઓના સન્માનમાં મયુરધ્વજસિંહ શિરમોર
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટના JMJ ગ્રુપના MD મયુરધ્વજસિંહ જાડેજાની ‘વિરાટ’ યશકલગીમાં ઉમેરાયું વધુ એક મોરપીંછ ઉમેરાયું છે. મયુરધ્વજસિંહ જાડેજા વિશે કંઇ કહેવું એ સૂર્યને દિપક દેખાડવા બરાબર છે. તેમ છતાં અહીં એક વાત ઉમેરવી જરૂરી બની જાય છે કે, તેઓ પ્રતિ વર્ષ ‘વહાલીના વધામણા’ પ્રોજેક્ટ અંતર્ગત 101 દીકરીઓને ધામેધૂમે સાસરે વળાવે છે. એ સિવાય શહેરના દરેક નાના-મોટા સેવાકીય કાર્યોમાં તેઓ હરહંમેશ મોખરે જ હોય છે. તેઓની આ સેવાકીય પ્રવૃત્તિઓ બદલ ‘મુંબઇ સમાચાર’ ગુજરાતી અખબાર દ્વારા તાજેતરમાં થયેલા ડોક્યુમેન્ટરી સ્ક્રિનિંગમાં મયુરધ્વજસિંહ જાડેજાને યુથ આઇકોન એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતાં. આ સાથે રાજકોટના અન્ય પ્રતિષ્ઠિત મહાનુભાવોને પણ બિરદાવવામાં આવ્યા હતાં.
મયુરધ્વજસિંહ જાડેજાની વિશેષતા આમ તો અનેક છે. પણ અહીં તેમની બે મુખ્ય વિશેષતા વિશે વાત કરીએ તો મયુરધ્વજસિંહ જાડેજા સ્વભાવે ‘ડાઉન ટુ અર્થ’ છે. મતલબ કે એકદમ નિખાલસ અને નિરાભિમાની છે. તથા તેઓએ નાની ઉંમરમાં અનેક પ્રગતિના સોપાન સર કર્યા છે. તેઓ મહિલાઓને ખૂબ જ સન્માન આપે છે. આમ, ‘મુંબઇ સમાચાર’એ યુથ આઇકોન એવોર્ડથી સન્માનિત કરીને મયુરધ્વજસિંહ જાડેજા સાથે ‘યુથ આઇકોન એવોર્ડ’નું પણ ગૌરવ વધાર્યુ છે, તેમ કહેવામાં જરાય અતિશયોક્તિ નથી.
204 વર્ષથી અવિરત પ્રકાશિત થઈ રહેલા ગુજરાતી અખબાર મુંબઈ સમાચારની ડોક્યુમેન્ટરી કાન ફિલ્મ ફેસ્ટિવલમાં પણ દર્શાવામાં આવી છે. આ ડોક્યુમેન્ટરીના પ્રોમોનું અનાવરણ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કર્યુ હતું અને ડોક્યુમેન્ટનું અનાવરણ કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે કરી હતી. એશિયાના સૌથી જૂના અખબારના જાજરમાન ઈતિહાસની સફરની આ ડોક્યુમેન્ટરીનું સ્ક્રિનિંગ રાજકોટ ખાતે શનિવારે રાત્રે યોજવામાં આવ્યું હતું, જેનો લાભ પ્રતિષ્ઠિત અને પ્રબુદ્ધ નાગરિકોએ લીધો હતો.
વિશ્ર્વવિખ્યાત હાસ્ય કલાકાર અને લોકસાહિત્યકાર સાઈરામ દવે, હાસ્ય કલાકાર ગુણવંત ચુડાસમા, તરુણ કાટબામણા, હિરેન ત્રિવેદી, કાર્ટૂનિસ્ટ હેમંત વીરડા, હર્ષલ માંકડ, ઉપરાંત કેમેસ્ટર એસોસિયેશન અને ફાર્મસી કાઉન્સિલના અગ્રણી સત્યેન પટેલ, મોહિત બુચની હાજરીથી કાર્યક્રમ દીપી ઉઠ્યો હતો.
આ કાર્યક્રમમાં સર્વ પક્ષીય બેઠક હોય તેવું વાતાવરણ સર્જાયું. ભારતીય જનતા પક્ષના શહેર પ્રમુખ માધવ દવે, રાજકોટ કોર્પોરેશનના મેયર નયનાબેન પેઢડીયા, ધારાસભ્ય દર્શિતાબેન શાહ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયમીન ઠાકર, કોર્પોરેશનના દંડક મનીષ રાડીયા, પૂર્વ શહેર પ્રમુખ ભાજપ મુકેશ દોશી, સૌરાષ્ટ્રના પ્રવક્તા રાજુ ધ્રુવ, શહેર ભાજપના કારોબારી મેમ્બર, આમ આદમી પાર્ટી સૌરાષ્ટ્રના પ્રવક્તા શિવલાલ બારસિયા, આપ ના શહેર પ્રમુખ દિનેશ જોષી, શહેર કોંગ્રેસ પ્રમુખ ડોક્ટર રાજદીપસિંહ જાડેજા, પૂર્વ પ્રમુખ અતુલ રાજાણી, કોંગ્રેસી અગ્રણી જશવંત સિંહ ભટ્ટી સંજય લાખાણી, કૃષ્ણદત્ત રાવલ,એડવોકેટ અનિલ દેસાઈ, એડવોકેટ મહર્ષિ પંડ્યા, અરવિંદ મણિયાર જન કલ્યાણ ટ્રસ્ટના ચેરમેન કલ્પક મણીયાર, મહિલા અગ્રણી કાશ્મીરાબેન નથવાણી, સેવાભાવી સંસ્થા અરહમ ગ્રુપ પણ હાજર રહ્યું હતું.
સામાજિક આગેવાનો અજયભાઈ જોષી, અલકાબેન વોરા, મોટીવેશનલ સ્પીકર ભરત દુદકીયા, ફુલછાબના પુર્વ તંત્રી કૌશિક મહેતા, બ્રહ્મ સમાજ અગ્રણી સુધીર મહેતા, એડવોકેટ અંશ ભારદ્વાજ, એડવોકેટ દિલીપ પટેલ, હિમાંશુ પારેખ, જૈન અગ્રણી સી એમ શેઠ, અપુર્વ મણીયાર, પ્રવીણ કોઠારી, પ્રતાપ વોરા, શિક્ષણવિદ વિમલ છાયા તથા રૂપાણી પરિવારના મેહુલ રૂપાણી ઉપસ્થિત રહ્યા હતા.
સૌરાષ્ટ્રના બ્યુરો ચીફ મિલન ત્રિવેદીએ સ્વાગત પ્રવચન કર્યું હતું અને મુંબઈ સમાચારના બાહોશ તંત્રી નિલેશ દવે એ પ્રાસંગિક પ્રવચન કર્યું હતું. સમગ્ર કાર્યક્રમ દીપ પ્રાગટ્યથી શરૂ થઈ અને મુંબઈ સમાચાર પરિવારમાં તાજેતરમાં જોડાયેલા જૈન અગ્રણી મિલન કોઠારી એ આભાર દર્શન કર્યું હતું. સમગ્ર કાર્યક્રમનું સંચાલન તેજસ સિસાંગિયાએ સુંદર રીતે કર્યું હતું.
સમગ્ર કાર્યક્રમ સફળ બનાવવા માટે અમિષાબેન દેસાઈ જલ્પાબેન ફકીરા કેતન સંઘવી જય મહેતા કપિલ દેસાઈ નીતિન મહેતા અને વિશાલ મહેતાએ જહેમત ઉઠાવી હતી. આગામી દિવસોમાં સૌરાષ્ટ્રના જુદા જુદા મુખ્ય શહેરોમાં મુંબઈ સમાચાર નો ઇતિહાસ દર્શાવતી ફિલ્મનું સ્ક્રિનિંગ કરવામાં આવશે.
મયુરધ્વજસિંહ જાડેજા વતી તેમના પિતાશ્રી (રિટાયર્ડ-PGVCL) એમ.બી. જાડેજા (જોઇન્ટ મેનેજિંગ ડાયરેકટર)એ સન્માન સ્વીકાર્યું હતું.
મુંબઇ સમાચારે નવાજ્યા આ મહાનુભાવોને
પોતપોતાના ક્ષેત્રમાં આગવી ભૂમિકા ભજવી ઘણા સેવાભાવીઓ સમાજને વિશેષ યોગદાન આપે છે. આવા સેવાભાવીઓનું સન્માન કરવાનું, તેમના કામની કદર કરવાનું મુંબઈ સમાચાર ક્યારેય ચૂકતું નથી. રાજકોટ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં અલગ અલગ ક્ષેત્રોમાં સેવાની જ્યોત જલાવતા મહાનુભાવોનું ટ્રોફી, સર્ટિફિકેટ અને મુંબઈ સમાચાર પ્રિન્ટવાળી ઘડિયાળથી સન્માન કરવામાં આવ્યું હતું. જેમાં મયુરધ્વજસિંહ જાડેજા (યુથ આઇકોન એવોર્ડ), રાજદીપસિંહ જાડેજા (આઇકોનિક પર્સનાલિટી એવોર્ડ), તીર્થરાજસિંહ જાડેજા (ડેડીકેટેડ પર્સનાલિટી એવોર્ડ), જયેશભાઇ ઉપાધયાય (સોશ્યલ સર્વિસીસ આઇકોનિક એવોર્ડ), ભુપતભાઇ બોદર (સ્ટ્રોંગ પોલિટીકલ પર્સનાલિટી એવોર્ડ), કલ્પકભાઇ મણિયાર (સોશ્યલ સર્વિસીસ આઇકોનિક પર્સનાલિટી એવોર્ડ), મનિષભાઇ મેડેકા (બિઝનેસ ટાયકુન આઇકોનિક એવોર્ડ), હિરેનભાઇ ઘેલાણી (યુથ મોટિવેશન આઇકોનિક એવોર્ડ), ધર્મેશભાઇ પટેલ (સોશ્યલ સર્વિસીસ આઇકોનિક એવોર્ડ), હેમાંગ વસાવડા પરિવાર (ધન્વંતરી એવોર્ડ), વિજય વાંક (ગૌપ્રેમી સોશ્યલ સર્વિસસીસ આઇકોનિક એવોર્ડ), જયેશ શાહ સોનમ (વુમન એમ્પાર્વમેન્ટ આઇકોનિક એવોડૃ), અર્હમ ગ્રુપ (રિલીજીયસ ઓર્ગેનાઇઝશેન એવોર્ડ), વિજય રૂપાણી (લિજન્ડ્રી પર્સનાલિટી આઇકોનિક એવોર્ડ)નો સમાવેશ થાય છે.
- Advertisement -